Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસબેડામાં આત્મહત્યાનો સિલસિલો યથાવત:IPS અધિકારીના કમાન્ડોએ બાજુના ખંડેર ક્વાર્ટર્સમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, લોકેશન પરથી લાશ બાથરૂમમાંથી મળી

    11 hours ago

    રાજ્યના પાટનગરમાં પોલીસ કર્મચારીઓમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોએ ચકચાર જગાવી છે. ત્યારે ગાંધીનગરમાં આજે વધુ એક જવાને મોતને વ્હાલું કરતા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP ગ્રુપ-2 માં કમાન્ડો તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અજયભાઈ પટેલે સેક્ટર-20ની યુનિવર્સિટી સામેના ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા પણ ફાળવણીના અભાવે ખંડેર બની ગયેલા સરકારી ક્વાર્ટર્સમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંગલા ફાળવણીના અભાવે ખંડેર બની ગયા ગાંધીનગરના સેક્ટર-20 ખાતે આવેલી યુનિવર્સિટીની સામે IAS, IPS સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે જે-તે સમયે બંગલો બનાવવામાં આવ્યા હતા. જોકે, કોઈ કારણોસર અમુક બંગલા ફાળવણીના અભાવે ખંડેર હાલતમાં બની ગયા છે. આજે મૂળ માણસાના હિંમતપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે પરિવાર સાથે રહેતા અજયભાઈ રમેશભાઈ પટેલ ગાંધીનગરના સેક્ટર-20માં આવેલા પોતાના નોકરીના સ્થળની બાજુના એક ખંડેર બંગલામાં પહોંચી ગયા હતા. સવારે ટિફિન લઈને નોકરી પર જવા નીકળ્યા પણ પહોંચ્યા નહી બાદમાં કોઈ અગમ્ય કારણોસર તેમણે ત્યાં દોરડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેઓ એક ઉચ્ચ પોલીસ અધિકારીના ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે નિત્યક્રમ મુજબ બંગલે અજયભાઈ નોકરીએ નહીં પહોંચતા ડીજી ઓફિસના ઉચ્ચ અધિકારીએ પરિવારને પૂછ્યું હતું ત્યારે જવાબ મળ્યો હતો કે, અજયભાઈ સવારે ટિફિન લઈને નોકરીએ આવવા નીકળ્યા છે પરંતુ, અજયભાઈ નોકરીએ નહીં પહોંચતા ઉચ્ચ અધિકારીએ તેમનું લોકેશન કઢાવી તપાસના આદેશો આપ્યા હતા. જેના પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું જોકે ટેકનિકલ સોર્સના માધ્યમથી અજયભાઈ પટેલ સેક્ટર 20 ખાતે જ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસ કાફલો લોકેશન ટ્રેક કરીને સેક્ટર 20 ખાતે પહોંચ્યો ત્યારે અજયભાઈનું બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેના પગલે આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવતા તેઓ જ્યાં નોકરી હતી એના બાજુના ખંડેર બંધ હાલતના બંગલાના બાથરૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક અજયભાઈના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પરંતુ કયા માનસિક તણાવ કે કારણોસર તેમણે આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં મૃતકનો પરિવાર ઘેરા શોકમાં હોવાથી તેમની વિસ્તૃત પૂછપરછ બાકી છે. ​ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પોલીસ જવાનોની આત્મહત્યાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. અગાઉ સચિવાલય સંકુલ જેવા અતિ સુરક્ષિત વિસ્તારમાં ફરજ બજાવતા કમાન્ડોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે તે પૂર્વે સેક્ટર-7 પોલીસ મથકના એક જવાને પણ આત્મહત્યા કરી હતી. ટૂંકા ગાળામાં બનેલી આ ત્રીજી ઘટનાએ પોલીસ જવાનોના માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં ગાંધીનગર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પરંતુ, સેકટર-21 પીઆઇ લતાબેન દેસાઈએ દર વખતની માફક ફોન રીસીવ નહીં કરી ભેદી ચુપકીદી સાધી લીધી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાન જીતથી એક વિકેટ દૂર:લખનઉના 9 બેટર્સ આઉટ, રિયાન પરાગે મુકુલનો કેચ ઝડપ્યો
    Next Article
    ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ:રાજ્યમંત્રી પરષોતમ સોલંકી દ્વારા આવતીકાલે અગત્યની બેઠકનું આયોજન, સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપને જીતાડવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment