Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ:રાજ્યમંત્રી પરષોતમ સોલંકી દ્વારા આવતીકાલે અગત્યની બેઠકનું આયોજન, સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપને જીતાડવા અપીલ

    13 hours ago

    ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે ઉમેદવારો તેમજ પક્ષના મોટા નેતાઓ દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે એવા સમયે કોળી સમાજના કદાવર નેતા તેમજ રાજ્ય મંત્રી પરસોતમ સોલંકી દ્વારા આવતીકાલ સાંજના સમયે તેમનાં નિવાસ સ્થાને વિજય વિશ્વાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચૂંટણી લડતા ઉમેદવારો, ધારાસભ્યો,જિલ્લા-તાલુકાના સંગઠનોના કાર્યકર્તાઓ સાથે બેસી વિચાર વિમર્શ કરી ચૂંટણી જીતવાની વ્યુ રચના પ્રસ્થાપિત કરવામાં આવશે. ભાજપ તરફેણમાં મતદાન કરી તમામ ઉમેદવારોને મદદ કરો આ અંગે રાજયમંત્રી પરશોત્તમ સોલંકી એ જણાવ્યું હતું કે, મારા બંગલે બધા આગેવાનોને અને ભાવનગરના તમામ સમાજોના આગેવાનોને મે સાંજના 7 વાગ્યે બધાને બોલાવ્યા છે અને બધાને કહેવાનું છે કે જે વસ્તુઓ બની છે એમાં તમે કોઈ ધ્યાન નહીં દેતા પણ આ જે ઈલેકશન છે એના હિસાબે ભાવનગરની આખી પરિસ્થિતિ ચેન્જ થવાની એટલે આમાં ધ્યાન દેજો અને ખૂબ એવું મતદાન કરજો કે કોઈ એમ ન વિચારી શકે કે આમાં કોઈએ મદદ નથી કરી. અમે બધા તમારી સાથે છીએ અને અમારાથી જેટલું થઇ એટલી મદદ તો કરી જ છે પણ ક્યાંક ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો પણ અમારા બધાની એક લાગણી છે કે, તમે ભાજપ તરફેણમાં મતદાન કરી અને ભાજપને અને એના ઉમેદવારોને તમામ મદદ કરી અને મતદાન કરજો એવી મારા તરફથી તમને બધાને નમ્ર અપીલ છે. બહુમતીથી વિજયી બનાવો એવી અપીલ વધુમાં જણાવ્યું હતું કે, મારા તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા ભાજપ તરફણમાં અને નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં બધાને મારી નમ્ર અપીલ કે ભાજપ તરફણમાં મતદાન કરી અને એમને બધાને બહુમતીથી વિજયી બનાવો એવી તમને બધાને મારી નમ્ર અપીલ છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસબેડામાં આત્મહત્યાનો સિલસિલો યથાવત:IPS અધિકારીના કમાન્ડોએ બાજુના ખંડેર ક્વાર્ટર્સમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, લોકેશન પરથી લાશ બાથરૂમમાંથી મળી
    Next Article
    આચારસંહિતા ભંગ બદલ અત્યાર સુધીમાં 2018 ફરિયાદો નોંધાઈ:જાહેર મિલકતો પર ગેરકાયદે પ્રચાર બદલ તંત્ર દ્વારા 1731 સ્થળોએ હટાવવામાં આવી સામગ્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment