Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા યુનિવર્સિટીમાં IPR વર્કશોપ સંપન્ન:રિસર્ચ પબ્લિશિંગ એથિક્સ પર બે દિવસીય કાર્યશાળા યોજાઈ

    1 day ago

    ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે 'ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એન્ડ રિસર્ચ પબ્લિશિંગ એથિક્સ' વિષય પર બે દિવસીય કાર્યશાળા સંપન્ન થઈ છે. આ કાર્યશાળાનું આયોજન યુનિવર્સિટીના અનુસ્નાતક મનોવિજ્ઞાન વિભાગ અને ગુજરાત નોલેજ કોન્સોર્ટીયમ (KCG) ના શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન 9 માર્ચના રોજ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે, મુખ્ય વક્તાઓ એડવોકેટ ભાવિક પટેલ અને શ્રાવ્ય પુરોહિતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR) અને પેટન્ટ વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે પેટન્ટની ફાઇલિંગ પ્રક્રિયા અને કોપીરાઇટ સંબંધિત કાયદાઓ વિશે સમજૂતી આપી હતી. બીજા દિવસે વિવિધ નિષ્ણાતો દ્વારા સત્રો યોજાયા હતા. ડૉ. એમ.આર. યાદવે રિસર્ચ પેપર રાઇટિંગ અને તેની પ્રક્રિયા પર માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ડૉ. પ્રકાશ પિલ્લાઈએ રિસર્ચ પબ્લિશિંગ એથિક્સ અને કોપીરાઇટ વિશે ચર્ચા કરી હતી. ડૉ. પ્રશાંત મુરુમકરે જર્નલ્સની પસંદગી અંગે સલાહ આપી હતી અને પ્રો. ડૉ. અપૂર્વ શાહે પ્લેજિયારિઝમ (સાહિત્યિક ચોરી) તપાસવાના સાધનો અને રેફરન્સિંગ વિશે માહિતી આપી હતી. આ કાર્યશાળામાં 200 થી વધુ સહભાગીઓ જોડાયા હતા. તમામ સત્રોના અંતે, ઉપસ્થિત સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્કશોપના આયોજનમાં ડૉ. પલક કંસારાએ કન્વીનર અને ડૉ. નેહા ગરવાએ કો-કન્વીનર તરીકેની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ચંદુજી ઠાકોરે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં 15 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનશે:છાંયા વિસ્તારમાં 2 કિમી લાંબો આધુનિક માર્ગ શહેરને નવી ઓળખ આપશે
    Next Article
    કલેક્ટર ઉપાધ્યાયે મહિલાઓને સ્વાભિમાન સાથે આગળ વધવા હાકલ કરી:સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક અપાયા, નારી શક્તિનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment