Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર ઉપાધ્યાયે મહિલાઓને સ્વાભિમાન સાથે આગળ વધવા હાકલ કરી:સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક અપાયા, નારી શક્તિનું સન્માન કરાયું

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીક રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે “Right Justice for All Women and Girls” થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે મહિલાઓને સ્વાભિમાન સાથે આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓએ પોતાના સ્વાભિમાનને ઉન્નત રાખીને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, રમતગમત, ઉદ્યોગ અને રાજકારણ સહિત અનેક ક્ષેત્રોમાં આગવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. જોકે, ગામડાં અને દૂરદરાજના વિસ્તારોમાં ઘણી મહિલાઓ હજુ પણ પોતાના અધિકારો અને સરકારી યોજનાઓથી અજાણ છે, તેમને જાગૃત કરવા આવા કાર્યક્રમો જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અને મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, માછીમારી, પશુપાલન, સખી મંડળ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા બાળ સંરક્ષણ આયોગના સભ્ય અમૃતા અખિયાએ ભારતીય મહિલાઓના બદલાયેલા સ્વરૂપ અને સમાજમાં તેમની આગવી ઓળખ અંગે વાત કરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલાબેન વાઢેરે મહિલાઓને હિંમત, આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો. સાઇબર ક્રાઇમ વિભાગના મહિલા એએસઆઈ ધારાબેન મોરીએ વધતા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવી મહિલાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર સાવચેતી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી. વારસૂરે કાર્યક્રમની ભૂમિકા આપી સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન રાઠોડે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મદદનીશ ઉદ્યોગ કમિશનર હાર્દિકસિંહ વાઘેલા સહિત અનેક અધિકારીઓ અને જિલ્લાભરની નારીશક્તિ ઉત્સાહભેર જોડાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરા યુનિવર્સિટીમાં IPR વર્કશોપ સંપન્ન:રિસર્ચ પબ્લિશિંગ એથિક્સ પર બે દિવસીય કાર્યશાળા યોજાઈ
    Next Article
    Mojtaba Khamenei: Iran's New Supreme Leader, Often Seen As A 'Gatekeeper'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment