Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિયોના ઐતિહાસિક IPOની સફળતાની જામનગરમાં ઉજવણી:અંબાણી પરિવારે નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામોમાં સામૂહિક ભોજન સમારંભ યોજ્યો

    1 day ago

    રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે જામનગર રિફાઈનરીની આસપાસનાં ત્રણ ગામોમાં સામૂહિક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામમાં યોજાયેલા આ સમારંભમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. IPOના લિસ્ટિંગ પ્રસંગે ભોજન સમારંભનું આયોજન જિયો પ્લેટફોર્મ્સે તેની સ્થાપનાનાં 10 વર્ષ પૂર્ણ કર્યાં છે. કંપનીના IPOને મળેલા સબસ્ક્રિપ્શન અને તેના લિસ્ટિંગના પ્રસંગે અંબાણી પરિવારે પોતાની ખુશીઓ ગ્રામ્ય વિસ્તારોના પરિવારો સાથે વહેંચવા માટે આ ભોજન સમારંભોનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ પણ જિયોની સિદ્ધિને વધાવી હતી. બે સ્થળોએ યોજાયો સામૂહિક ભોજન સમારંભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણી અને કંપનીના ગ્રૂપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ બે અલગ-અલગ સ્થળોએ ભોજન સમારંભ યોજાયો હતો. તેમાં નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામના ગ્રામજનો જોડાયા હતા અને પ્રીતિભોજનનો સ્વાદ માણ્યો હતો. ગ્રામજનોએ અંબાણી પરિવાર પ્રત્યે લાગણી વ્યક્ત કરી આયોજનને પગલે ગ્રામજનોએ અંબાણી પરિવાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કંપનીની સફળતાની ખુશીમાં ગ્રામજનોને પણ સહભાગી બનાવવાના પ્રયાસને તેમણે આવકાર્યો હતો અને અંબાણી પરિવારને હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 50 સ્ટોલ સાથે સ્વદેશી મેળો શરૂ:મહિલાઓ અને શહેરી ફેરિયાઓને સ્થાનિક ઉત્પાદનો વેચવાની તક મળશે;10 દિવસ ચાલશે મેળો
    Next Article
    ફ્લાઈંગ સ્કોડે વધુ 15 કોપી કેસ નોંધ્યા:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં 35 અભ્યાસક્રમોના 50 હજાર વિદ્યાર્થીઓની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment