Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર કચેરીના ઘેરાવ પહેલાં યુનિયન લીડર સામે ખંડણીનો ગુનો:વેપારી પાસે 50 હજાર માંગી 10 હજાર પડાવ્યા, શ્રમિક નેતા અજય દુબેની ધરપકડ

    1 day ago

    સુરત શહેરમાં એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણયો અને લેબર લૉ મુજબ શ્રમિકોને સાપ્તાહિક રજા ન મળવાના વિરોધમાં આગામી 15 ઓક્ટોબરના રોજ હજારો કારીગરો દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. શ્રમિકોના આ આંદોલનની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી તેવા સમયે જ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા યુનિયન અગ્રણી અજય ધનસુખભાઈ દુબે સામે ખટોદરા પોલીસ મથકે ગંભીર ગુનો નોંધાયો છે. 15 ઓક્ટોબરના મોટા આંદોલન પહેલાં જ યુનિયન લીડર વિરુદ્ધ ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાતા ઔદ્યોગિક આલમ તેમજ શ્રમિક સંગઠનોમાં ભારે ચકચાર મચી ગઈ છે. વેપારી પાસે 50 હજારની ખંડણી માંગી 10 હજાર પડાવ્યા પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અલથાણ વિસ્તારમાં સુમન ભાર્ગવ આવાસમાં રહેતા અને બમરોલી રોડ પર શ્રી આત્માનંદ સોસાયટી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી દીપક સુશીલકુમાર શુકલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. દીપક શુકલાના જણાવ્યા મુજબ યુનિયન લીડર અજય દુબે અને તેના અજાણ્યા સાગરીતો તેમની દુકાને આવ્યા હતા અને રૂપિયા 50 હજારની ખંડણી માંગી હતી. આરોપીઓએ વેપારીને ધાકધમકી આપીને બળજબરીથી તેમની પાસેથી રૂપિયા 10 હજાર પડાવી લીધા હતા. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અને અપશબ્દો વેપારી પાસેથી રૂપિયા પડાવી લીધા બાદ પણ આરોપીઓ શાંત રહ્યા નહોતા. અજય દુબે અને તેના સાથીઓએ વેપારી તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. આ ઉપરાંત જાહેરમાં બીભત્સ ગાળો આપી સમાજમાં વેપારીની શાખ તેમજ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ફફડી ઉઠેલા વેપારીએ તાત્કાલિક પોતાના મિત્રો ક્રિષ્ણા મોર્યા અને જયપ્રકાશ સહિતના અગ્રણીઓ સાથે ખટોદરા પોલીસ મથકે પહોંચીને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ, તપાસ શરૂ ખટોદરા પોલીસે વેપારી દીપક શુકલાની ફરિયાદના આધારે આરોપી અજય દુબે અને તેના સાગરીતો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક તરફ 15 ઓક્ટોબરના રોજ રજા અને શ્રમિક અધિકારોના નામે કલેક્ટર કચેરી ઘેરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી, ત્યારે બીજી તરફ કાર્યક્રમ પૂર્વે જ યુનિયનના મુખ્ય નેતા સામે કારખાનેદાર પાસેથી રૂપિયા પડાવવાનો ગુનો નોંધાતા મામલો ગરમાયો છે.
    Click here to Read More
    Previous Article
    માંડવીમાં નકલી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું:LCB એ મૂળ કાર્ડના આધારે ડુપ્લિકેટ બનાવનાર ગુંદિયાળીના બિલાલને પકડ્યો
    Next Article
    ATMમાંથી નાણાં સેરવતી ગેંગ ઝડપાઈ:14 એટીએમમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાવી ₹5.50 લાખ ચોર્યા; સાયરન ન વાગી; રાજકોટ પોલીસે રી-કન્સ્ટ્રક્શન કરાવી ડેમો મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment