Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATMમાંથી નાણાં સેરવતી ગેંગ ઝડપાઈ:14 એટીએમમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાવી ₹5.50 લાખ ચોર્યા; સાયરન ન વાગી; રાજકોટ પોલીસે રી-કન્સ્ટ્રક્શન કરાવી ડેમો મેળવ્યો

    1 day ago

    રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ મશીનના ડિસ્પેન્સર બોક્સમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાવી નાણાં સેરવતી ઉત્તર પ્રદેશની રીઢો ચોર ગેંગના 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, કાર અને સાધનો સહિત કુલ ₹4.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સિવાય પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવીને આરોપીઓ પાસેથી એટીએમમાંથી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીનો લાઈવ ડેમો લીધો હતો. 14 એટીએમમાં ₹5.50 લાખની ચોરી ઝડપાયેલા આરોપીઓમાં અફસાર અહમદ રિયાસતઅલી, અરબાઝ ફૈયાઝ અહમદ અને સાહિંદખાન મોહમદસલીમનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ સુરત, અમદાવાદ, મહેસાણા અને મુંબઈના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 14 એટીએમ મશીનોને નિશાન બનાવી ₹5.50 લાખથી વધુની ચોરી કર્યાની કબૂલાત આપી છે. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમની પટ્ટીથી ચોરી આ ગેંગ રજાના દિવસોમાં એટીએમની રેકી કરતી હતી. ગ્રાહકોની ગેરહાજરીમાં મશીનના ડિસ્પેન્સર બોક્સમાં પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવી દેવામાં આવતી, જેનાથી ગ્રાહક ટ્રાન્ઝેક્શન કરે તો પણ રોકડ બહાર આવતી નહોતી. ગ્રાહક મશીન ખરાબ સમજીને જતો રહે એટલે આરોપીઓ રૂમમાં પ્રવેશી એલ્યુમિનિયમની પટ્ટીની મદદથી અટકેલી રોકડ બહાર કાઢી લેતા હતા. જૂના મશીનોની ટેકનિકલ ખામીનો લાભ લીધો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ મુખ્યત્વે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાના જૂની સિસ્ટમ ધરાવતા એટીએમને નિશાન બનાવતા હતા. મશીન સાથે ચેડાં કરતી વખતે એલાર્મ કે સાયરન ન વાગતું હોવાથી બેંકને સમયસર જાણ થતી નહોતી. આ ટેકનિકલ નબળાઈનો લાભ લઈને આરોપીઓ લાંબા સમયથી ગુના આચરતા હતા. ગ્રાહકો માટે પોલીસની ચેતવણી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કામગીરી બાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે એટીએમમાંથી નાણાં ન નીકળે તો વારંવાર પ્રયાસ કરવાને બદલે તુરંત સંબંધિત બેંકનો સંપર્ક કરવો. જો મશીનમાં કોઈ અસામાન્ય પટ્ટી કે ચેડાં જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવી.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર કચેરીના ઘેરાવ પહેલાં યુનિયન લીડર સામે ખંડણીનો ગુનો:વેપારી પાસે 50 હજાર માંગી 10 હજાર પડાવ્યા, શ્રમિક નેતા અજય દુબેની ધરપકડ
    Next Article
    Opinion: 'Baap Da Brat': Kerala Mini Cooper Crash, And Why 'Daddy' Can't Keep Saving You

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment