Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્લાઈંગ સ્કોડે વધુ 15 કોપી કેસ નોંધ્યા:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં 35 અભ્યાસક્રમોના 50 હજાર વિદ્યાર્થીઓની તપાસ

    1 day ago

    પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ચાલી રહેલી સેમેસ્ટર પરીક્ષાઓ દરમિયાન ફ્લાઈંગ સ્કોડની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમાયન ગેરરીતિ આચરતા વધુ 15 વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા પરીક્ષાઓ પૂર્ણપણે પારદર્શક અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાય તે હેતુથી લોકલ સ્કોડ અને ફ્લાઈંગ સ્કોડની વિશેષ ટીમો સતત કાર્યરત રાખવામાં આવી છે. 50 હજાર વિદ્યાર્થીઓ આપી રહ્યા છે સેમેસ્ટર પરીક્ષા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત 22 ઓક્ટોબરથી વિવિધ વિદ્યાશાખાઓની સેમેસ્ટર પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સ્નાતક કક્ષાના બી.એ., બી.એસસી. અને બી.કોમ. સેમેસ્ટર-5 તેમજ અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર-3 સહિત કુલ 35 જેટલા વિવિધ કોર્સની પરીક્ષાઓ યોજાઈ રહી છે. સમગ્ર યુનિવર્સિટી ક્ષેત્રના વિવિધ પરીક્ષા કેન્દ્રો પરથી અંદાજે 50,000 જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષાઓ આપી રહ્યા છે. ફ્લાઈંગ સ્કોડે વર્ગખંડોમાં યોજી આકસ્મિક તપાસZ પરીક્ષાઓનું સંચાલન નિયમાનુસાર અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકે તે માટે વિશેષ આયોજન કરાયું છે. વ્યવસ્થાના ભાગરૂપે અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર લોકલ સ્કોડ ઉપરાંત યુનિવર્સિટીની ફ્લાઈંગ સ્કોડની ટીમોને સઘન ચેકિંગની જવાબદારી સોંપાઈ છે. ફ્લાઈંગ સ્કોડે કેન્દ્રો પર અચાનક મુલાકાત લઈ વર્ગખંડોમાં તપાસ કરતા ચોરી કરતા પકડાયેલા 15 પરીક્ષાર્થીઓ સામે નિયમાનુસાર કોપી કેસ દાખલ કર્યા છે. આગામી દિવસોમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ યથાવત રહેશે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં યોજાનારી તમામ પરીક્ષાઓ દરમિયાન પણ ગેરરીતિ અટકાવવા માટે આવી સરપ્રાઈઝ વિઝિટ યથાવત રાખવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પરીક્ષામાં કોઈપણ જાતની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં અને દોષિત વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીના નિયમો મુજબ કડકમાં કડક શિક્ષાત્મક કાનૂની અને વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જિયોના ઐતિહાસિક IPOની સફળતાની જામનગરમાં ઉજવણી:અંબાણી પરિવારે નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામોમાં સામૂહિક ભોજન સમારંભ યોજ્યો
    Next Article
    પ્રથમવાર બોરતળાવ ખાતે ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે:ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ ભાવનગરની ઓળખને નવી ઊંચાઈએ લઈ જશે - કેન્દ્રીય રાજ્યમંત્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment