Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો યુવક ઝડપાયો:SOGએ બાતમીને આધારે ₹53 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, ID આપનાર ભીલાડનો શાહરૂખ ખાન વોન્ટેડ

    9 hours ago

    વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે વાપીના છીરી વિસ્તારમાંથી IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા અને બાઇક સહિત કુલ ₹53,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ SOGની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અને અરશદ યુસુફને બાતમી મળી હતી. સટ્ટો રમનાર મૂળ યુપીનો યુવક બાતમી મુજબ, છીરીના રણછોડનગર પાછળ નહેરવાળા રોડ સામે ખુલ્લા મેદાનમાં એક યુવક મોબાઈલ પર સટ્ટો રમી રહ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વાપીની સુલતાનભાઈની ચાલમાં રહેતા 27 વર્ષીય અરમાન શૌકીન ખાનને ઝડપી લીધો હતો. મોબાઈલ રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત આરોપી પાસેથી ₹10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન, ₹8,800 રોકડા, સટ્ટાની આઈડીના સ્ક્રીનશોટ અને ₹35,000ની સ્પ્લેન્ડર મોટરસાઈકલ મળી આવી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેને સટ્ટાની આઈડી ભીલાડના શાહરૂખ ખાને આપી હતી, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે GSEBની હેલ્પલાઇન શરૂ:3થી 20 જૂન સુધી નિષ્ણાત માર્ગદર્શન,પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ,વાલીઓ અને શાળાઓને મળશે ટેલિફોનિક સહાય
    Next Article
    ટિફની ટ્રમ્પનું જામનગરમાં ભવ્ય સ્વાગત:50થી વધુ ગાડીઓનો કાફલો રિસીવ કરવા આવ્યો: અંબાણી પરિવારના મહેમાન બન્યા, વનતારામાં રાત્રી રોકાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment