Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે MI vs RCB:ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુએ 2, મુંબઈએ 1 મેચ જીતી; બંને રાજસ્થાનને હરાવી શક્યા નથી

    11 hours ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો પડકાર છે. સીઝનની 20મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, જેનો ટૉસ 7 વાગ્યે થશે. RCBએ 2 મેચ જીતીને શરૂઆત કરી હતી, પરંતુ ટીમ છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે હારી ગઈ હતી. MIને પણ છેલ્લી મેચમાં RR સામે જ હાર મળી હતી. ટીમ માત્ર એક જ મેચ જીતી શકી છે, તેમને દિલ્હી કેપિટલ્સે પણ હરાવ્યા હતા. હેડ ટુ હેડમાં MI આગળ મુંબઈ અને બેંગલુરુ વચ્ચે અત્યાર સુધીમાં 36 T20 મેચ રમાઈ છે. જેમાંથી 21માં MI અને 15માં RCB ને જીત મળી છે. આમાં 2 મેચ ચેમ્પિયન્સ લીગ T20ની પણ સામેલ હતી. IPLમાં બંને વચ્ચે 34 મેચ રમાઈ છે. અહીં પણ મુંબઈનું પલડું ભારે છે, ટીમે 19 મુકાબલા જીત્યા છે. પાટીદાર RCBનો ટૉપ સ્કોરર 19મી સીઝનમાં બેંગલુરુ માટે સૌથી વધુ રન કેપ્ટન રજત પાટીદારે બનાવ્યા છે. તેના સિવાય વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલ પણ 100+ રન બનાવી ચૂક્યા છે. જેકોબ ડફી 5 વિકેટ લઈને ટીમનો ટૉપ બોલર છે, પરંતુ જોશ હેઝલવુડને પ્લેઇંગ-11માં સામેલ કરવાના કારણે તે છેલ્લી મેચ રમી શક્યો નહોતો. શાર્દૂલ MIનો ટૉપ બોલર MI માટે આ સીઝનમાં શાર્દૂલ ઠાકુરે સૌથી વધુ 4 વિકેટ લીધી છે. તેના પછી અલ્લાહ ગઝનફરે 2 વિકેટ લીધી છે. બાકીનો કોઈ બોલર 1 થી વધુ વિકેટ લઈ શક્યો નથી. બેટર્સમાં રોહિત શર્માએ 118 રન બનાવ્યા છે. વરસાદ નહીં પડે મુંબઈમાં આજે વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાન 26 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. મેચ દરમિયાન તે 28 ડિગ્રી સુધી પહોંચી જશે. અહીં ઝાકળનો પ્રભાવ રહે છે, તેથી બીજી ઇનિંગમાં બેટિંગ કરવી સરળ બની જાય છે. વાનખેડેમાં બેટિંગ ફ્રેન્ડલી પીચ વાનખેડે સ્ટેડિયમમાં બેટિંગ ફ્રેન્ડલી પીચ મળે છે. અહીં અત્યાર સુધી T20માં 34 વખત પહેલા બેટિંગ કરનાર ટીમે 200+ નો સ્કોર બનાવ્યો છે, જેમાંથી 28 વખત ટીમને જીત મળી છે. MIએ અહીં પહેલા બેટિંગ કરતા 5 વખત 200 થી વધુ સ્કોર બનાવ્યો છે, દરેક વખતે ટીમને જીત મળી છે. ટીમ અહીં 4 વખત 200+ નો ટાર્ગેટ ચેઝ પણ કરી ચૂકી છે. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-12 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, દીપક ચહર, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ. રોયસ ટેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રાસિખ સલામ/અભિનંદન સિંહ, સુયશ શર્મા.
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:મચ્છરોનું મહાભિનિષ્ક્રમણ
    Next Article
    IPLમાં આજે LSG vs GT:લખનઉએ છેલ્લી ત્રણ મેચમાં ગુજરાતને હરાવ્યું, એકાનામાં 3માંથી 2 મેચ જીતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment