Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે LSG vs GT:લખનઉએ છેલ્લી ત્રણ મેચમાં ગુજરાતને હરાવ્યું, એકાનામાં 3માંથી 2 મેચ જીતી

    9 hours ago

    IPLની આ સીઝનમાં આજે સતત બીજા દિવસે બે મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, જેનો ટૉસ 3 વાગ્યે થશે. લખનઉ અને ગુજરાત બંનેની આ સીઝનની આ ચોથી મેચ હશે. લખનઉએ છેલ્લી 2 મેચ જીતી છે અને 1માં હાર મળી છે. બીજી તરફ ગુજરાત 2 મેચ હારી ચૂક્યું છે, ટીમને એકમાત્ર જીત ગત મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે મળી હતી. દિવસની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સાંજે 7:30 વાગ્યે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચનો પ્રીવ્યુ... હેડ ટુ હેડમાં એક જીતનો તફાવત લખનઉ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધી કુલ 7 મેચ રમાઈ છે, જેમાં ગુજરાત ટાઇટન્સનું પલડું થોડું ભારે રહ્યું છે. ગુજરાતે 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે છેલ્લી ત્રણ મેચ લખનઉ સુપર જાયન્ટ્સે પોતાના નામે કરી છે. એકાનામાં બંને ટીમ 3 વાર સામસામે આવી છે, જેમાં 2 મેચમાં લખનઉ અને 1માં ગુજરાતને જીત મળી છે. પંતના નામે એક ફિફ્ટી LSGના કેપ્ટન રિષભ પંત ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે હૈદરાબાદ સામે અણનમ 68 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આજે પણ ફોર્મ અને નિર્ણયો બંને મહત્વના રહેશે. મિડલ ઓર્ડરમાં ઝડપી રન બનાવવાની જવાબદારી પણ તેના પર રહેશે. ટીમ માટે પ્રિન્સ યાદવે સૌથી વધુ વિકેટ લીધી છે. એમ સિદ્ધાર્થ સ્પિન ફ્રેન્ડલી પીચ પર LSG માટે મોટી તાકાત સાબિત થઈ શકે છે. પ્રસિદ્ધ ક્રિષ્ના GTનો ટૉપ બોલર આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે જોસ બટલર શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. તેણે 3 મેચમાં 116 રન બનાવ્યા છે, જેમાં એક ફિફ્ટી સામેલ છે અને તેનો સ્ટ્રાઈક રેટ 156.75નો રહ્યો છે. બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે 3 મેચમાં 6 વિકેટ ઝડપી છે, જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 3/29 રહ્યું છે, જોકે તેનો ઇકોનોમી રેટ 10.33નો રહ્યો છે. પીચ રિપોર્ટ લખનઉની પીચ પર સ્પિનરો જ હાવી રહે છે. અહીં ગત મેચ લો સ્કોરિંગ જોવા મળી હતી. આ સીઝનમાં અહીં એક મેચ રમાઈ છે. તે મેચમાં લખનઉ પ્રથમ બેટિંગ કરતા માત્ર 141 રન જ બનાવી શક્યું હતું, જેના જવાબમાં દિલ્હીએ 18મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. લખનઉમાં અત્યાર સુધી કુલ 23 IPL મેચ રમાઈ છે. 9 મેચમાં પહેલી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમ અને 13માં ચેઝ કરનાર ટીમને જીત મળી છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું. અહીંનો હાઇએસ્ટ ટીમ સ્કોર 235/6 છે, જે KKRએ 2024માં LSG સામે બનાવ્યો હતો. વેધર કંડિશન લખનઉમાં રવિવારે ખૂબ જ તેજ તડકો અને ગરમી રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 21 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેષ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી. ઇમ્પેક્ટ પ્લેયર: આયુષ બદોની. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ પ્લેયર: પ્રસિદ્ધ ક્રિષ્ના.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે MI vs RCB:ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુએ 2, મુંબઈએ 1 મેચ જીતી; બંને રાજસ્થાનને હરાવી શક્યા નથી
    Next Article
    TCS Says Half Of Internal Jobs Now Filled By AI

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment