Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહુવામાં IPL મેચ પર ચિઠ્ઠી બનાવી સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:ભાવનગર LCBએ ₹41,500ના મુદ્દામાલ સાથે દબોચ્યો

    6 दिन पहले

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહુવા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આઈપીએલ ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા એક શખ્સને ઝડપી લીધો છે. પકડાયેલો શખ્સ ખેલાડીઓના નંબરની ચિઠ્ઠીઓ બનાવીને હાર-જીતની જોડી પર સટ્ટો રમાડતો હતો. LCB પોલીસે આરોપીને રોકડ રકમ, મોબાઈલ અને સ્કૂટર સહિત કુલ ₹41,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મહુવા ટાઉન પોલીસને હવાલે કર્યો છે. ખેલાડીઓના નંબરની જોડી પર રમાડાતો હતો જુગાર મળતી વિગતો અનુસાર, ભાવનગર એલસીબીની ટીમ મહુવા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જનતા પ્લોટ-2 વિસ્તારમાં આવેલા ડૉ. લાડાણીના દવાખાના પાસે જાહેર રોડ પર એક શખ્સ ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો છે. આરોપી ત્યાં તારીખ 24 ના રોજ રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઈપીએલ મેચના ખેલાડીઓના નંબરની જોડીઓ બનાવી, સટ્ટાના શોખીનો પાસેથી રોકડા રૂપિયા મેળવીને હાર-જીત પર જુગાર રમાડતો હતો. પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડીને શખ્સને રંગેહાથ પકડી પાડ્યો હતો. ₹41,500નો મુદ્દામાલ જપ્ત, ટાઉન પોલીસ દ્વારા તપાસ શરૂ પોલીસ દરોડા દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ તુલસી ભીમાભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ 43, રહે. ભીમરાવ સોસાયટી, મહુવા) તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી જુગારનું સાહિત્ય, ₹15,500 ની રોકડ રકમ, 1 મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલું ₹25,000 ની કિંમતનું એક્ટિવા સ્કૂટર મળી કુલ ₹41,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબીની ટીમે આરોપી વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ મથકમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધાવી આરોપી અને મુદ્દામાલ સ્થાનિક પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની બાકી રહેલી 127 તા.પંચાયતના પ્રમુખની આજે થશે જાહેરાત:બે દિવસ પહેલાં 133 તાલુકાના પ્રમુખોની જાહેરાત થઈ હતી
    Next Article
    સાત શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર:ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment