Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાત શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર:ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે

    6 दिन पहले

    રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. રવિવારે સાત શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું. અમદાવાદમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી 7 દિવસ સુધી હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે. આ સાથે જ રાજ્યના જુદા-જુદા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલ મહત્તમ-લઘુત્તમ તાપમાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.2°C અને લઘુત્તમ તાપમાન 29.6°C નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ 42°C અને લઘુત્તમ 28.5°C તાપમાન રહ્યું છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરમાં મહત્તમ 41.8°C અને લઘુત્તમ 29.4°C, રાજકોટમાં મહત્તમ 41.5°C અને લઘુત્તમ 27.4°C, તેમજ અમરેલીમાં મહત્તમ 41.3°C અને લઘુત્તમ 27.6°C તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં મહત્તમ તાપમાન 41°C અને લઘુત્તમ તાપમાન 29.6°C રહ્યું છે, જ્યારે વડોદરામાં મહત્તમ 40.2°C અને લઘુત્તમ 30.8°C, ડીસામાં મહત્તમ 39.8°C અને લઘુત્તમ 28.5°C, ભુજમાં મહત્તમ 39.4°C અને લઘુત્તમ 27.6°C તેમજ સુરત શહેરમાં મહત્તમ 36.6°C અને લઘુત્તમ 29.1°C તાપમાન નોંધાયું છે. આગામી 7 દિવસ માટે કોઈ ચેતવણી નથી હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી 7 દિવસ એટલે કે તારીખ 31 મે, 2026 સુધી રાજ્યના કોઈપણ જિલ્લા માટે ભારે પવન, હીટવેવ કે વરસાદની કોઈ જ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તમામ વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ યથાવત્ રહેશે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2થી 3 દિવસમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જ્યારે તારીખ 28 મે, 2026 થી ઉત્તર-પશ્ચિમ ભારતને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી સંભાવના સેવાઈ રહી છે. અમદાવાદમાં પારો 42.2 ડિગ્રી પર પહોંચ્યો, વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તથા કચ્છના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.3 ડિગ્રી વધુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં અમદાવાદમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેવાની તેમજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. 5 વર્ષમાં આ વખતે મેની રાતો સૌથી ગરમ, મેમાં 23માંથી 17 રાત્રે લઘુતમ તાપમાન 28 ડિગ્રીથી વધુ રહ્યું શહેરમાં મે દરમિયાન મોટા ભાગે દિવસે અને રાત્રિનું તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. મેમાં શહેરનું રાતનું સરેરાશ લઘુતમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહે છે, પરંતુ આ વર્ષે 1થી 23 મે દરમિયાન રાતનું સરેરાશ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું છે. એટલે કે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધુ રહ્યું છે. છેલ્લાં 5 વર્ષમાં વર્ષ- 2024 બાદ આ વર્ષે સૌથી વધુ ગરમી રાતે નોંધાઈ છે. મેના 23 દિવસમાંથી 17 રાતનું તાપમાન 28 ડિગ્રીથી ઉપર અને 7 દિવસ 29 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. 11 મેએ લઘુતમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. મે 2024માં રાત સૌથી વધુ ગરમ રહી હતી. 2025માં પ્રી મોન્સૂનને કારણે થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ 2026માં ફરીથી મેની રાતોનું લઘુતમ તાપમાન ગત વર્ષો કરતાં વધુ નોંધાયું છે. સામાન્ય કરતાં દોઢ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું શનિવારે રાજ્યમાં શરૂ થયેલા પશ્ચિમના ગરમ પવન અને ભેજને કારણે મહત્તમ તાપમાન શુક્રવારની સરખામણીએ 1 ડિગ્રી ગગડીને 42.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.2 ડિગ્રી નોંધાયું હતું છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 61 ટકાથી ઘટી સાંજે 5.30 કલાકે 30 ટકા નોંધાતાં 42 ડિગ્રીએ 46 ડિગ્રી ગરમીનો અનુભવ થયો હતો. હજુ બે દિવસ રાત્રિનું તાપમાન 1થી 2 ડિગ્રી વધુ રહી શકે છે. 5 વર્ષનું રાતનું તાપમાન 1થી 23 મેની ગરમ રાત્રિ મેમાં રાતનું સરેરાશ લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું છે. જેમાં સૌથી વધુ લઘુતમ તાપમાન 30 ડિગ્રી 11 મેની રાતે નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 3 મેએ 27.2 ડિગ્રી તાપમાન હતું, જોકે ત્યાર પછીની રાતોનું તાપમાન 27થી ઉપર જ ગયું છે. આ મેમાં 17 રાતનું તાપમાન 28 ડિગ્રીથી વધુ નોંધાયું છે, જ્યારે 7 રાતમાં 29 ડિગ્રીથી વધુ તાપમાન ધરાવતી રાતો રહી. બે દિવસ રાત્રિનું તાપમાન 31થી 32 ડિગ્રી રહી શકેઃ એ. ટી. દેસાઈ હવામાન વિશેષજ્ઞ એ. ટી. દેસાઈના જણાવ્યાં અનુસાર, રાત્રિનું તાપમાન લાંબા ગાળાની સરેરાશ કરતાં નોંધપાત્ર ઊંચું રહે તેને ગરમ રાત (વોર્મ નાઇટ) કહે છે, જેનાં કારણોમાં અર્બન હીટ આઇલેન્ડ અસર, હરિયાળીનું ઘટતું જતું પ્રમાણ અને ક્લાઇમેટ ચેન્જ છે. આ ત્રણ કારણથી સતત વધી રહેલાં કોંક્રીટના જંગલમાં દિવસ દરમિયાન સંગ્રહાયેલી ગરમી રાત્રે ધીમે ધીમે બહાર આવે છે. વૃક્ષ અને ખુલ્લી જમીનનું પ્રમાણ ઘટતાં કુદરતી ઠંડક ઓછી થાય છે. વૈશ્વિક તાપમાન વધારાની અસર હવે રાત્રિના તાપમાનમાં પણ થઈ રહી છે. આગામી બે દિવસ અમદાવાદનું રાત્રિનું તાપમાન 31થી 32 ડિગ્રી આસપાસ રહી શકે છે. શરીરને કૂલિંગ બ્રેક ન મળે તો શારીરિક સમસ્યા થઈ શકેઃ ડો. પ્રવીણ ગર્ગ એમડી ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યાં અનુસાર, દિવસે ગરમી હોય છે પણ સામાન્ય રીતે રાત્રે તાપમાન ઘટતાં શરીરને ઠંડક મળે છે, પણ જ્યારે રાત્રિનું તાપમાન 28થી 30 ડિગ્રી વચ્ચે રહે છે ત્યારે શરીરને પૂરતી ઠંડક (કુલિંગ બ્રેક) મળતી નથી. પરિણામે થાક, ઊંઘમાં ખલેલ, ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેસર, હૃદય સંબંધિત તકલીફોનું જોખમ વધી શકે છે. વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલા, હૃદય રોગ, ડાયાબિટીસ દર્દીઓ માટે જોખમી મનાય છે.
    Click here to Read More
    Previous Article
    મહુવામાં IPL મેચ પર ચિઠ્ઠી બનાવી સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:ભાવનગર LCBએ ₹41,500ના મુદ્દામાલ સાથે દબોચ્યો
    Next Article
    બોટાદમાં જનગણના 2027નો શુભારંભ:ગ્રીન મેન ભીકડીયા, ભલગામિયાની ઓનલાઈન વિગતો ભરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment