Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની બાકી રહેલી 127 તા.પંચાયતના પ્રમુખની આજે થશે જાહેરાત:બે દિવસ પહેલાં 133 તાલુકાના પ્રમુખોની જાહેરાત થઈ હતી

    6 दिन पहले

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પદાધિકારીઓની વરણીનો અંતિમ તબક્કો શરૂ થઈ ગયો છે. બે દિવસ પહેલાં રાજ્યની 260માંથી 133 તાલુકા પંચાયતના પ્રમુખોના નામ જાહેર કરાયા બાદ, આજે 25 મેના રોજ બાકી રહેલી 127 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવશે. અગાઉ ભાવનગર, કચ્છ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને પાટણ જેવા જિલ્લાઓમાં ક્યાંક બિનહરીફ તો ક્યાંક ચિઠ્ઠી ઉછાળીને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું હતું, ત્યારે આજે બાકીના તાલુકાઓમાં પણ કોણ પ્રમુખ-ઉપપ્રમુખ બનશે તેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આજના બીજા તબક્કામાં રાજ્યના ચારેય ઝોનના બાકી રહેલા 17 જિલ્લા પર સૌની નજર મંડાયેલી છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના દ્વારકા, અમરેલી, બોટાદ, જૂનાગઢ, મોરબી, પોરબંદર; મધ્ય ઝોનના અમદાવાદ, દાહોદ, ભરૂચ, પંચમહાલ, વડોદરા; દક્ષિણ ઝોનના ડાંગ તેમજ ઉત્તર ઝોનના અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ અને સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓનો સમાવેશ થાય છે. આ તમામ તાલુકામથકો પર વહીવટી તંત્ર દ્વારા વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને નામો જાહેર થતાંની સાથે જ વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી તેમજ હારતોરા કરી જીતની ઉજવણી કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શંકરાચાર્યએ કહ્યું-દેશભરના દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક-એક ‘ગૌ ધામ’ બનાવીશું:શંકરાચાર્ય 'ગો-LX' પર ગાય ખરીદશે, પરંતુ વેચશે નહીં; સેવા કરવા માટે જે પણ ગાય લઈ જશે, તેને લાઇસન્સ આપીશું
    Next Article
    મહુવામાં IPL મેચ પર ચિઠ્ઠી બનાવી સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:ભાવનગર LCBએ ₹41,500ના મુદ્દામાલ સાથે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment