Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં GT vs CSK મેચની ટિકિટોને લઈને નવી સૂચના જાહેર:ફેન્સ નવી તારીખ માટે પોતાની ટિકિટ જાળવી રાખી શકે અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે

    6 days ago

    IPL-2026માં BCCIએ જાહેર કરેલા નવા શેડ્યૂલને પગલે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચની નવ તારીખો જાહેર કરી હતી. અગાઉ આ મેચ 26 એપ્રિલે યોજાવાની હતી, જે હવે 21 મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમાશે. ત્યારે ગુજરાત ટાઇટન્સે ટિકિટ જાળવી રાખવા અથવા રિફંડ મેળવવા અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે. જે ફેન્સે BookMyShowથી ટિકિટ બુક કરાવી છે, તેમને SMS, વોટ્સએપ અથવા ઈ-મેઇલથી બે વિકલ્પ આપવામાં આવશે. કાં તો તેઓ નવી તારીખ માટે પોતાની ટિકિટ જાળવી રાખી શકે છે અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે. રિફંડ પસંદ કરનાર ફેન્સને કામકાજના 8 થી 10 દિવસમાં રકમ પરત કરવામાં આવશે. આ માટે પ્રતિસાદ આપવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ, બપોરે 12 વાગ્યા સુધીની છે. જો આ સમયમર્યાદામાં કોઈ જવાબ નહીં મળે, તો ટિકિટ આપમેળે નવી તારીખ માટે કન્ફર્મ ગણી લેવામાં આવશે. ફિઝિકલ ટિકિટ ધરાવતા ચાહકો માટે રિફંડની પ્રક્રિયા ટિકિટ સફળતાપૂર્વક પરત કર્યા બાદ જ શરૂ કરવામાં આવશે. આ ટિકિટો કેવી રીતે પરત કરવી તેની વિગતવાર જાણકારી 21 એપ્રિલથી બુકમાયશોથી મેસેજ કે ઈ-મેઇલથી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લખનઉને હરાવી RCB બની ટેબલ ટોપર:પાંચ વિકેટથી જીત મેળવી, કોહલી-જિતેશ-પાટીદાર લો સ્કોરિંગ મેચના હીરો; મેચમાં એક પણ ફિફ્ટી ન લાગી
    Next Article
    MLA સોટ્ટા સાથે સટાસટી, પોલીસ સાથે ઘર્ષણ:સુરતમાં SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ; 19,015 ઉમેદવારો મેદાનમાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment