Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉને હરાવી RCB બની ટેબલ ટોપર:પાંચ વિકેટથી જીત મેળવી, કોહલી-જિતેશ-પાટીદાર લો સ્કોરિંગ મેચના હીરો; મેચમાં એક પણ ફિફ્ટી ન લાગી

    1 week ago

    ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ IPL સીઝનમાં ચોથી જીત મેળવી છે. ટીમે બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે જ હાલ તે ટેબલના ટોપ છે. બેંગલુરુએ પોતાના હોમગ્રાઉન્ડ પર 147 રનનો ટાર્ગેટ 15.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાસલ કરી લીધો હતો. આ પહેલા લખનઉની ટીમ 20 ઓવરમાં 146 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં એક પણ ફિફ્ટી ન લાગી આ મેચમાં કોઈ પણ ખેલાડી ફિફ્ટી ફટકારી શક્યું નહીં. સૌથી વધુ રન વિરાટ કોહલીએ (49 રન) બનાવ્યા. તે માત્ર એક રન માટે ફિફ્ટી ચૂક્યો. રજત પાટીદારે 27 અને જિતેશ શર્માએ 23 રન બનાવ્યા. રાસિખ સલામે 4 વિકેટ ઝડપી આ પહેલા ટોસ જીતીને બોલિંગ કરી રહેલી બેંગલુરુ તરફથી રાસિખ સલામે 4 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે 3 અને કૃણાલ પંડ્યાએ 2 વિકેટ લીધી. LSG તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 RCB: ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ. ઇમ્પેક્ટ પ્લેયર: વિરાટ કોહલી LSG: એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી. ઇમ્પેક્ટ પ્લેયર: મણિમરન સિદ્ધાર્થ
    Click here to Read More
    Previous Article
    IPL 2026, RCB vs LSG Live Cricket Score: Bengaluru beat Lucknow by 5 wickets
    Next Article
    IPLમાં GT vs CSK મેચની ટિકિટોને લઈને નવી સૂચના જાહેર:ફેન્સ નવી તારીખ માટે પોતાની ટિકિટ જાળવી રાખી શકે અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment