Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MLA સોટ્ટા સાથે સટાસટી, પોલીસ સાથે ઘર્ષણ:સુરતમાં SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ; 19,015 ઉમેદવારો મેદાનમાં

    5 days ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે(15 એપ્રિલ) ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કોઈ 'ખેલ' કે પક્ષાંતરનો ભોગ બનતા અટકાવવા માટે ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવી હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે ફોર્મ પરત ખેંચવાની અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં ચિત્ર હવે લગભગ સ્પષ્ટ બની ગયું છે. મહાનગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત સુધીના આંકડાઓ બતાવે છે કે ક્યાંક બિનહરીફ જીતો મળી છે તો ક્યાંક જોરદાર મુકાબલો થવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:કુલ 30,332 ફોર્મમાંથી 10,023 રદ્દ, 1218 પરત ખેંચ્યા, 198 બેઠકો બિનહરીફ; 19,015 ઉમેદવારો મેદાનમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં જબરદસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા આવતા કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ ઉમેદવારની કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં આજે રણમેદાન જેવો માહોલ સર્જાયો હતો. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. આમ વડોદરા શહેર-જિલ્લામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ સહિતના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને જીવતી રાખવા પોતાનો જીવ રેડી દીધો હતો. સુરતમાં પણ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ બધા વચ્ચે SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ હતી. નીતિન પટેલના ગઢમાં વિપક્ષ સાફ કડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજયનો શંખનાદ ફૂંકી ઇતિહાસ રચી દીધો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હોમટાઉન ગણાતા કડીમાં ભાજપે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ 2/3 બહુમતી પ્રાપ્ત કરી સત્તાના સૂત્રો હસ્તગત કરી લીધા છે. નીતિન પટેલે આ વિરાટ વિજય બદલ કડીની જનતા અને સમર્પિત કાર્યકરોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. કડી નગરપાલિકામાં ભાજપના વિજયનો શંખનાદ કડી નગરપાલિકાની કુલ 36 બેઠકો પૈકી 28 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ સામે મેદાનમાં ઉતરેલા અન્ય બે ઉમેદવારોએ પણ પોતાના નામાંકન પાછા ખેંચી લેતા કેસરીયો માહોલ છવાઈ ગયો હતો. (વાંચો સપૂર્ણ સમાચાર) આજે કોણે ફોર્મ પાછું ખેંચ્યું
    Click here to Read More
    Previous Article
    IPLમાં GT vs CSK મેચની ટિકિટોને લઈને નવી સૂચના જાહેર:ફેન્સ નવી તારીખ માટે પોતાની ટિકિટ જાળવી રાખી શકે અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે
    Next Article
    IPL 2026: Fiery Knocks From Kohli, Patidar Propel RCB To Big Win Over LSG

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment