Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:BMC કચેરી સામે ઉભો હતો ને પોલીસે દબોચ્યો, પેરોલ ફર્લોની ટીમે મોબાઈલ કબ્જે કરીને 6 શખ્સો સામે ગુનો નોંધાવ્યો

    5 days ago

    ભાવનગર પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન બીએમસી કચેરી સામે ઉભેલા એક શખ્સને આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતાં મૂળ ઉમરાળાના વતની અને હાલ ભાવનગર શહેરમાં રહેતા શખ્સને ઝડપી લઇ આ મામલે કુલ 6 શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. IPL પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો મળતી વિગતો અનુસાર, ગતરોજ પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે BMC કચેરી સામેથી એક શખ્સને અટક કરી નામ સરનામું પૂછવા સાથે તેની અંગઝડતી હાથ ધરી હતી. જેમાં અટકાયત કરાયેલ શખ્સે પોતાનું નામ રાકેશ નરોત્તમદાસ ઉંડવીયા ઉંમર વર્ષ 53 રહે.મૂળ વતન ઉ઼મરાળા હાલ ત્રિવેણી પાર્ક મૂનિડેરી રોડ ભાવનગર વાળો હોવાનું જાણવા મળ્યું હતું. અને તેની પાસેથી કબ્જે કરાયેલ મોબાઈલમાંથી હાલમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતી એપ ડાઉનલોડ મળી આવી હતી. માસ્ટર આઈડી રમવા ઈચ્છુકોને ક્રેડિટ તથા આઈડી ફોરવર્ડ કરીને સટ્ટો રમાડતો આ અંગે રાકેશની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, એપ મારફતે સટ્ટો રમવા માટે માસ્ટર આઈડી સટ્ટો રમવા ઈચ્છુકોને ક્રેડિટ તથા આઈડી ફોરવર્ડ કરી પોતે સટ્ટો રમાડતો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વિરલ લાલજીભાઈ વિરડીયા રહે.સુરત મૂળ ભાવનગર,દેવાંગ શરદભાઈ પટેલ રહે.કણબીવાડ-ભાવનગર, કિરીટ ઉર્ફે કેસી છોટાલાલ શાહ રહે.સુરત, રમેશ તુલસીભાઈ રહે.સુરત, શુભમ નંદકિશોરભાઈ કંધેડીયા રહે.રાજકોટ, અને રોહિત ગોબરભાઈ ગોહેલ રહે ચિત્રા ભાવનગર વાળાને માસ્ટર આઇડી ફોરવર્ડ કરી IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનું જણાવ્યું હતું. 6 શખ્સો સામે ગુનો નોંધાયો આથી પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે રાકેશ નરોત્તમભાઈ ઉંડવીયાની ધરપકડ કરી રૂ.3,000ના મોબાઈલ સાથે રાકેશને નિલમબાગ પોલીસને હવાલે કરી કુલ 6 શખ્સો વિરુદ્ધ જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારો જાહેર કરશે:કોંગ્રેસનું પણ બીજુ લિસ્ટ આવી શકે, જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ; કમલમમાં ભાવનગરના ઉમેદવારોનું મંથન, પણ મેયર જ 'આઉટ'
    Next Article
    સાવરકુંડલા રેન્જમાં સિંહબાળનું મોત:અમરેલી ગીર પૂર્વમાં બીમારીથી મૃત્યુ, વન વિભાગે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment