Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારો જાહેર કરશે:કોંગ્રેસનું પણ બીજુ લિસ્ટ આવી શકે, જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ; કમલમમાં ભાવનગરના ઉમેદવારોનું મંથન, પણ મેયર જ 'આઉટ'

    5 days ago

    અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 60 વર્ષથી ઉપર અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલા એક પણ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવશે નહી. આજે(8 એપ્રિલ) મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. કોંગ્રેસની પણ બીજી યાદી જાહેર થઈ શકે છે. આ દરમિયાન રાજકોટમાં વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રભારી જેનીબેન ઠુંમર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ કરતા જણાવ્યું કે, જેનીબેને પાટીદાર સમાજના શૈલેષ રૂપાપરા સાથે કુવાડવા રોડ પર એક ફાર્મ હાઉસમાં બેઠક કરીને ટિકિટ ફાળવણી અંગે નિર્ણય કર્યો હતો. જેમાં જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક કથિત ઓડિયો ક્લિપ મામલે મૌન તોડ્યું છે. ઇટાલિયાએ આ ઓડિયોને સંપૂર્ણપણે બનાવટી અને AIથી તૈયાર કર્યો હોવાનું જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નેતન્યાહૂએ શું કહ્યું કે ટ્રમ્પ યુદ્ધ માટે રાજી થયા:બંનેની ગુપ્ત બેઠકમાં નિર્ણય લેવાયો, ઉપરાષ્ટ્રપતિ વેન્સ હુમલાની વિરુદ્ધ હતા
    Next Article
    IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:BMC કચેરી સામે ઉભો હતો ને પોલીસે દબોચ્યો, પેરોલ ફર્લોની ટીમે મોબાઈલ કબ્જે કરીને 6 શખ્સો સામે ગુનો નોંધાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment