Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલા રેન્જમાં સિંહબાળનું મોત:અમરેલી ગીર પૂર્વમાં બીમારીથી મૃત્યુ, વન વિભાગે તપાસ શરૂ કરી

    5 days ago

    અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2 થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું છે. વન વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM)ની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સિંહબાળને ફેફસાં સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું છે. વન વિભાગ દ્વારા સિંહબાળના બીમારીથી મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત સાથે સિંહોના મોનિટરિંગ અને ડી-વોર્મિંગ (કીડા નિવારણ)માં સંભવિત અભાવ અંગેની ચર્ચાઓ ફરી તેજ બની છે. આ ઘટના બાદ સિંહના મૃત્યુ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સંબંધિત માહિતી મીડિયા સમક્ષ બહાર ન જાય તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ હોવાના અહેવાલો છે. ગત વર્ષે પણ સિંહ ગણતરી બાદ ઉનાળામાં સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારોમાં અનેક સિંહોના બીમારીના કારણે મોત થયા હતા. ખાસ કરીને સિંહબાળમાં મૃત્યુદર વધુ હોવો ચિંતાજનક માનવામાં આવે છે. વન વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ કરી રહ્યું છે અને સિંહોના આરોગ્ય પર ખાસ નજર રાખવા માટે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:BMC કચેરી સામે ઉભો હતો ને પોલીસે દબોચ્યો, પેરોલ ફર્લોની ટીમે મોબાઈલ કબ્જે કરીને 6 શખ્સો સામે ગુનો નોંધાવ્યો
    Next Article
    ઇન્સ્ટાગ્રામ પર અપમાનજનક મેસેજ મામલે યુવતીની ફરિયાદ:વડોદરામાં 23 વર્ષીય યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment