Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL-2027 પહેલા CSKના કોચિંગ સેટઅપમાં ધરખમ ફેરફારો:ચેન્નઈનો આસિસ્ટન્ટ કોચ બન્યો એલ્બી મોર્કેલ; બોલિંગ કોચ તરીતે મોહિત શર્મા જવાબદારી સંભાળશે

    1 day ago

    ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2027 પહેલાં સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એલ્બી મોર્કેલને આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ઝહીર ખાનની આગેવાની હેઠળના નવા કોચિંગ સેટઅપનો ભાગ હશે. ફ્રેન્ચાઇઝીએ અત્યાર સુધીમાં 5 IPL ટાઇટલ જીત્યા છે. 45 વર્ષીય મોર્કેલ IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી 2013 સુધી ચેન્નઈનો ભાગ રહ્યા હતા. આ દરમિયાન તેમણે CSK માટે 92 મેચ રમી હતી. તેમની હાજરીમાં ટીમે 2010 અને 2011માં IPL ખિતાબ જીત્યા હતા. આ ઉપરાંત, ચેન્નઈએ 2010માં ચેમ્પિયન્સ લીગ T20નો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. મોર્કેલ જુલાઈ 2026માં SA20ની ટીમ જોબર્ગ સુપર કિંગ્સના મુખ્ય કોચ બન્યા હતા. તેમણે આ ભૂમિકામાં સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન લીધું હતું. કોચિંગ સ્ટાફમાં ગેરેથ બેટીનું નામ પણ સામેલ ચેન્નઈએ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગેરેથ બેટીને પણ આસિસ્ટન્ટ કોચ બનાવ્યા છે. તેઓ સરેના મુખ્ય કોચ પદેથી હટીને CSK સાથે જોડાયા છે. બીજી તરફ, ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર મોહિત શર્મા ટીમના નવા બોલિંગ કોચ હશે. મોહિતે પણ પોતાની IPL કારકિર્દીની શરૂઆત ચેન્નઈથી જ કરી હતી. મોહિતે કહ્યું કે CSKમાં પરત ફરવું એ તેમના માટે ઘરે પરત ફરવા જેવી છે. તેમણે ફ્રેન્ચાઇઝી સાથે વિતાવેલા સમય અને પર્પલ કેપ જીતવાની યાદોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ પોતાના અનુભવથી ટીમના યુવા ખેલાડીઓને મદદ કરવા માગે છે. ટીમના આસિસ્ટન્ટ કોચ શ્રીધરન શ્રીરામ પોતાના પદ પર યથાવત રહેશે, જ્યારે જેમ્સ ફોસ્ટર ફિલ્ડિંગ કોચની જવાબદારી સંભાળતા રહેશે. મોર્કેલે કહ્યું- ચેન્નઈ સાથે ખાસ સંબંધ મોર્કેલે કહ્યું કે સુપર કિંગ્સ પરિવાર સાથે તેમનો ખાસ સંબંધ છે. ચેપોક સ્ટેડિયમમાં પ્રશંસકોનો અવાજ અને સીટીઓનો ગુંજારવ તેમને આજે પણ પોતાના રમવાના દિવસોની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે ટીમ સાથે મેદાનની અંદર અને બહાર વિતાવેલી પળો તેમના માટે ખાસ છે અને તેઓ યુવા ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ વહેંચવા માટે ઉત્સાહિત છે. CSKના કોચિંગ જૂથની પહેલી મોટી જવાબદારી ડિસેમ્બરમાં યોજાનારી IPL મિની ઓક્શન પહેલાં ખેલાડીઓને રિટેન કરવાની યાદી નક્કી કરવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    અંડર-19 મહિલા ક્રિકેટમાં 1 રનને લઈને વિવાદ:ઝારખંડે BCCIને કરી ફરિયાદ, સ્કોરર પર રન ન ઉમેરવાનો આરોપ
    Next Article
    'શક્તિશાલીની'માં બીહડના બાગી તરીકે જોવા મળશે નાના પાટેકર:આકરા તાપમાં ચંબલ વિસ્તારમાં શૂટિંગ કર્યું, ઇરફાન ખાનને ખૂબ યાદ કરતા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment