Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શક્તિશાલીની'માં બીહડના બાગી તરીકે જોવા મળશે નાના પાટેકર:આકરા તાપમાં ચંબલ વિસ્તારમાં શૂટિંગ કર્યું, ઇરફાન ખાનને ખૂબ યાદ કરતા હતા

    1 day ago

    દિવંગત એક્ટર નાના પાટેકરે પોતાની છેલ્લી ફિલ્મ દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી 'શક્તિશાલિની'માં કામ કર્યું હતું. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મની ખાસિયત તેની વાર્તા અને સ્ટારકાસ્ટની સાથે તેની દુનિયા પણ છે. આ ફિલ્મ પરંપરાગત હોરર-કૉમેડીથી અલગ છે. તેમાં સામાજિક પરિસ્થિતિઓ, વાસ્તવિક જીવનથી પ્રેરિત ઘટનાઓ અને ચંબલના બીહડ વિસ્તારોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. નાનાનું પાત્ર કોમિક અંદાજને બદલે ગંભીરતા અને બળવાખોર વલણ ધરાવે છે. ફિલ્મનું ડિરેક્શન 'મુંજ્યા' અને 'થામા' ફેમ આદિત્ય સરપોતદારે કર્યું છે અને 'ગુલ્લક' ફેમ દુર્ગેશ સિંહે તેની વાર્તા લખી છે. હોરર-કૉમેડી નહીં, સોશિયલ હોરર-ડ્રામા છે ફિલ્મ સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મને હૉરર-કૉમેડીની શ્રેણીમાં રાખવી યોગ્ય નહીં ગણાય. તેની વાર્તા ગંભીર ડ્રામા પર આધારિત છે, જેમાં સામાજિક પરિસ્થિતિમાંથી પેદા થતો ભય અને તણાવ મહત્વપૂર્ણ છે. ફિલ્મમાં હૉરર તત્ત્વ છે, પરંતુ કૉમેડી દ્વારા દર્શકોને ડરાવવાનો તેનો હેતુ નથી. વાર્તાની પરિસ્થિતિઓ અને સામાજિક પૃષ્ઠભૂમિ દ્વારા બેચેની પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેથી તેને સોશિયલ હૉરર-ડ્રામા માનવામાં આવી રહી છે. વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે વાર્તા ફિલ્મની વાર્તા વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, પ્રેરણા લેવા અને કોઈ ઘટનાને જેમની તેમ પડદા પર દર્શાવવામાં તફાવત છે. હાલ એ સ્પષ્ટ નથી કે સ્ક્રિપ્ટ વાસ્તવિક ઘટનાઓને કેટલી હદ સુધી અનુસરે છે અને ક્યાં સર્જનાત્મક સ્વતંત્રતા લેવામાં આવી છે. સૂત્રો તેની વાર્તા અને પૃષ્ઠભૂમિને અન્ય હૉરર-કૉમેડી ફિલ્મોથી અલગ જણાવી રહ્યા છે. ચંબલ, ગ્વાલિયર, ભિંડ અને મોરેનામાં થયું શૂટિંગ માહિતી મુજબ, ફિલ્મનું શૂટિંગ ચંબલ રીજન, ગ્વાલિયર અને આસપાસના સ્થળોએ થયું છે. ભિંડ અને મોરેનામાં પણ શૂટિંગ થયાનો ઉલ્લેખ છે. આ સ્થળોની ભૌગોલિક રચના, બીહડનો વિસ્તાર અને વાતાવરણ ફિલ્મને અલગ વિઝ્યુઅલ અપીલ આપી શકે છે. આવી ફિલ્મોમાં લોકેશન માત્ર પૃષ્ઠભૂમિ નથી હોતું, પરંતુ પાત્રોની વિચારસરણી અને સંઘર્ષને સમજવામાં પણ મદદ કરે છે. 40 ડિગ્રી તાપમાનમાં નાનાએ કર્યું શૂટિંગ સૂત્રોના જણાવ્યા મુજબ, શૂટિંગનું શેડ્યૂલ લાંબું હતું અને કલાકારોએ ગરમ હવામાનમાં પણ કામ કર્યું હતું. ગ્વાલિયર અને બીહડવાળા વિસ્તારોમાં લગભગ 40 ડિગ્રી તાપમાનમાં શૂટિંગ થયું હતું. નાના પાટેકર માટે બીહડમાં શૂટિંગ એક અલગ અનુભવ હતો. કહેવાય છે કે, તેમણે અગાઉ આ પ્રકારના વાતાવરણમાં શૂટિંગ કર્યું નહોતું. તેમ છતાં તેમણે વ્યાવસાયિક અંદાજમાં શૂટિંગ પૂર્ણ કર્યું. નાનાનું પાત્ર ગંભીર હશે, કોમેડીથી સાવ અલગ નાના પાટેકરનું પાત્ર ગંભીર અને બળવાખોર વલણ ધરાવે છે. તેને તેમના લોકપ્રિય કોમિક પાત્રોની આગળની કડી માનવામાં આવી રહ્યું નથી. આ પાત્ર બીહડોની એ દુનિયા સાથે જોડાયેલું છે, જ્યાં સંઘર્ષ, સામાજિક દબાણ અને પોતાની રીતે જીવવાની જીદ મહત્વપૂર્ણ છે. જોકે, તેની સંપૂર્ણ બેકસ્ટોરી અને વાર્તામાં તેની ભૂમિકા વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. અનીત પડ્ડાએ નાના પાસેથી એક્ટિંગની ટિપ્સ લીધી સૂત્રોના જણાવ્યા મુજબ, નાના પાટેકરે શૂટિંગ દરમિયાન યુવા કલાકારો સાથે પોતાના અનુભવો શેર કર્યા. અનીત પડ્ડાની કારકિર્દીની દૃષ્ટિએ આ મોટા પાયાનો પ્રોજેક્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નાના જેવા સીનિયર એક્ટર સાથે કામ કરવું તેમના માટે શીખવાની તક બની રહ્યું. તેમનો એક્ટિંગનો અનુભવ, દૃશ્યને સમજવાની રીત અને પાત્રની ઝિણવટો પર ધ્યાન આપવાની ટેવ યુવા કલાકારો માટે ઉપયોગી રહી. અનીતે પણ તેમની પાસેથી એક્ટિંગની ટિપ્સ લીધી. નાનાને વાર્તા સંભળાવવા ફાર્મહાઉસ પહોંચ્યા આદિત્ય સરપોતદાર નાના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, મરાઠી ફિલ્મકાર આદિત્ય સરપોતદારે અગાઉ તેમને પોતાની બે મરાઠી ફિલ્મો માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તારીખો અને અન્ય કારણોસર પ્રોજેક્ટ આગળ વધી શક્યા નહોતા. આખરે 'શક્તિશાલિની'માં બંને સાથે કામ કરી શક્યા. વાર્તા સંભળાવવા માટે આદિત્ય અને લેખક દુર્ગેશ સિંહ ઘણી વખત નાનાના ફાર્મહાઉસ ગયા હતા. નરેશન એક જ બેઠકમાં પૂરું થયું નહોતું. ઘણી મુલાકાતોમાં વાર્તા પર વિગતવાર ચર્ચા થઈ અને કુલ મળીને લગભગ આઠથી દસ કલાક સુધી નરેશન ચાલ્યું. વાર્તા સાંભળતી વખતે નાના પાટેકર જમવાનું પણ બનાવતા હતા સૂત્રોના જણાવ્યા મુજબ, ફાર્મહાઉસ પર વાર્તા સંભળાવવાનો સિલસિલો માત્ર ફોર્મલ મીટિંગ પૂરતો મર્યાદિત નહોતો. વાતચીત દરમિયાન નાના પોતે જમવાનું બનાવતા અને વાર્તા સાંભળતા. વાર્તા પર ચર્ચા સાથે તેમની સામાન્ય દિનચર્યા પણ ચાલતી રહેતી હતી. કોઈ સિનિયર એક્ટરને પાત્ર માટે તૈયાર કરવામાં માત્ર વાર્તાનો વિચાર પૂરતો નથી હોતો. તેની બેકસ્ટોરી, સ્વભાવ અને ફિલ્મનું ઓવરઑલ વિઝન સમજાવવું પણ જરૂરી હોય છે. નાના ઇરફાન ખાનને શ્રેષ્ઠ એક્ટર્સમાં ગણતા હતા બીહડો પર ચર્ચા દરમિયાન દિવંગત એક્ટર ઇરફાન ખાનનો ઉલ્લેખ થયો. નાના પાટેકર તેમની એક્ટિંગનાં વખાણ કરતા હતા અને તેમને શ્રેષ્ઠ અભિનેતાઓમાં ગણતા હતા. ચંબલ અને બાગી જીવનના સિનેમાઈ સંદર્ભમાં ઇરફાનની ફિલ્મ 'પાન સિંહ તોમર'નો ઉલ્લેખ પણ થયો. સૂત્રોના જણાવ્યા મુજબ, નાનાને આ ફિલ્મ ખૂબ ગમતી હતી. જોકે, તેનો અર્થ એ નથી કે 'શક્તિશાલિની' તેની વાર્તા કે શૈલીને અનુસરે છે. બંને ફિલ્મોની સરખામણી કરતાં વધુ મહત્ત્વ પાત્ર અને તેની દુનિયાને વાસ્તવિક બનાવવાના પ્રયાસને આપવામાં આવ્યું છે. એડિટિંગ શરૂ, મ્યુઝિક સાથે સચિન-જિગરનું નામ જોડાયું ફિલ્મનું એડિટિંગ શરૂ થઈ ગયું હોવાની માહિતી સામે આવી છે. તકનીકી રીતે તેને એડિટ લૉક સ્ટેજ કહેવામાં આવે છે. ફિલ્મ ફેબ્રુઆરી સુધીમાં રિલીઝ થઈ શકે છે. નિર્માતાઓએ તેને 'થામા' અથવા 'ભેડિયા' જેવી હેવી VFXવાળી ફિલ્મ બનાવી નથી. મ્યુઝિક માટે જૂના સહયોગી સચિન-જિગરનું નામ સામે આવ્યું છે. કોઈ જૂના ગીતને રિક્રિએટ કરવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ તેને અંતિમ મ્યુઝિક પ્લાન માનવો યોગ્ય નથી. ફિલ્મને મેડોકની હૉરર-કૉમેડી ફિલ્મો સાથે જોડવી ઉતાવળ ગણાશે, કારણ કે તેનું જૉનર અને ટ્રીટમેન્ટ અલગ હોવાનું કહેવાઈ રહ્યું છે. નાના પાટેકર માટે યાદગાર રહેશે આ પ્રોજેક્ટ નાના પાટેકરનું ગંભીર અને બળવાખોર પાત્ર આ ફિલ્મનું ખાસ પાસું છે. વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત વાર્તા, ચંબલના લોકેશન્સ અને અનીત પડ્ડા જેવા યુવા કલાકારો સાથે તેમનું કામ આ પ્રોજેક્ટને અલગ ઓળખ અપાવી શકે છે. મેડોક ફિલ્મ્સ માટે પણ આ તેની હૉરર-કૉમેડી છબીથી આગળ વધીને અલગ વાર્તા રજૂ કરવાની તક છે.
    Click here to Read More
    Previous Article
    IPL-2027 પહેલા CSKના કોચિંગ સેટઅપમાં ધરખમ ફેરફારો:ચેન્નઈનો આસિસ્ટન્ટ કોચ બન્યો એલ્બી મોર્કેલ; બોલિંગ કોચ તરીતે મોહિત શર્મા જવાબદારી સંભાળશે
    Next Article
    10-20 રૂપિયાની દવા પર MRP ₹150-200, દર્દીઓ પાસેથી લૂંટ કેમ?:સુપ્રીમ કોર્ટે કહ્યું- આખી સિસ્ટમ દવા કંપનીઓને મલાઈ ખવડાવી રહી છે, કિંમતોમાં મોટો તફાવત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment