Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંડર-19 મહિલા ક્રિકેટમાં 1 રનને લઈને વિવાદ:ઝારખંડે BCCIને કરી ફરિયાદ, સ્કોરર પર રન ન ઉમેરવાનો આરોપ

    23 hours ago

    અંડર-19 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝારખંડ અને ઉત્તરાખંડ વચ્ચે રમાયેલી મેચમાં સ્કોરિંગને લઈને વિવાદ થયો. ઝારખંડ ક્રિકેટ એસોસિયેશન (JCA)નો આરોપ છે કે ઑફિશિયલ સ્કોરરે ઇનિંગ દરમિયાન બનાવેલો એક રન ટીમના ખાતામાં ઉમેર્યો નહોતો. આ કારણે ઝારખંડની ટીમ 1 રનથી મેચ હારી ગઈ અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. એસોસિયેશને આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને લેખિત ફરિયાદ મોકલી છે. ઉત્તરાખંડે 134 રન બનાવ્યા હતા ગયા મંગળવારે રમાયેલી મેચમાં ઉત્તરાખંડે પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેટે 134 રન બનાવ્યા હતા. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઝારખંડની ટીમ છેલ્લા બોલે 133 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. સત્તાવાર સ્કોર અનુસાર, ઉત્તરાખંડે આ મેચ 1 રનથી જીતી હતી. રનઆઉટ દરમિયાન એક રન ન ઉમેરવાનો આરોપ ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઝારખંડનો આરોપ છે કે ઇનિંગ્સની 20મી ઓવરના ચોથા બોલ પર બેટર બીજો રન લેવાનો પ્રયાસ કરતાં રનઆઉટ થઈ હતી. આ દરમિયાન બેટર પહેલો રન પૂરો કરી ચૂકી હતી, પરંતુ ઑફિશિયલ સ્કોરરે રનઆઉટ તો નોંધ્યો, પરંતુ પૂરો કરેલો પહેલો રન ટીમના સ્કોરમાં ઉમેર્યો નહીં. JCA મુજબ, મેદાનના બીજા છેડે લગાવવામાં આવેલા સ્કોરબોર્ડ પર દરેક બોલ પછી સ્કોર અપડેટ થઈ રહ્યો હતો અને તેમાં આ રન ઉમેરવામાં આવ્યો હતો. જોકે, મુખ્ય સ્કોરરના રેકોર્ડમાં રન ઉમેરાયો ન હતો. ખેલાડીઓને લાગ્યું કે મેચ ટાઈ થઈ ગઈ ઝારખંડના ખેલાડીઓને સ્કોરબોર્ડ પર દેખાતા સ્કોરના આધારે લાગ્યું કે ટીમને જીતવા માટે વધુ 2 રન અને મેચ ટાઈ કરવા માટે 1 રનની જરૂર છે. છેલ્લી બોલ પર ટીમે 1 રન બનાવ્યો, પરંતુ તેમ છતાં તેને 1 રનથી હારેલી જાહેર કરવામાં આવી. મેચ બાદ ઝારખંડના ખેલાડીઓએ નાગપુરના અમૃતબાઈ ડાગા કોલેજ મેદાન પર આ મામલે સ્કોરર સાથે દલીલ પણ કરી. જોકે, સ્કોરરે પોતાનો નિર્ણય બદલ્યો નહીં. અમ્પાયરોના નિર્ણય પર પણ ઉઠાવ્યા સવાલો ઝારખંડના એક અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે મેદાનના બીજા છેડે લગાવવામાં આવેલા સ્કોરબોર્ડ પર દરેક બોલ પછી અપડેટેડ સ્કોર દેખાઈ રહ્યો હતો, પરંતુ મુખ્ય સ્કોરર એક રન ઉમેરવાનું ભૂલી ગયા. એસોસિયેશનનો દાવો છે કે આ ભૂલને કારણે મેચ ટાઈ થઈ શકી નહોતી. ઝારખંડના અધિકારીના જણાવ્યા અનુસાર, ટીમે સ્કોરમાં સુધારો કરવાની વિનંતી પણ કરી હતી, પરંતુ સ્કોરરે તેને સ્વીકારી નહોતી. તેમણે કહ્યું કે નિયમો અનુસાર, અમ્પાયરોએ સ્કોરિંગ માટે ઑફિશિયલ સ્કોરરના રેકોર્ડ પર વિશ્વાસ કરવો પડે છે, મેદાન પર સ્કોરબોર્ડ અપડેટ કરનાર વ્યક્તિના રેકોર્ડ પર નહીં. JCAએ આ મામલે BCCIને ફરિયાદ મોકલીને હસ્તક્ષેપની માગ કરી છે. હવે આ વિવાદ પર બોર્ડ તરફથી થનારી કાર્યવાહી પર નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    અભિષેક શર્માનું 'ઓમ નમઃ શિવાય' સેલિબ્રેશન:મિચેલની સિક્સ ક્યોરિટી ગાર્ડને માથામાં વાગતા માંડ-માંડ બચી; ત્રીજી T20Iની મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
    Next Article
    IPL-2027 પહેલા CSKના કોચિંગ સેટઅપમાં ધરખમ ફેરફારો:ચેન્નઈનો આસિસ્ટન્ટ કોચ બન્યો એલ્બી મોર્કેલ; બોલિંગ કોચ તરીતે મોહિત શર્મા જવાબદારી સંભાળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment