Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર:28 માર્ચે બેંગલુરુમાં RCB-SRHની ઓપનિંગ મેચ, ગયા વર્ષે વિક્ટ્રી પરેડમાં ત્યાં જ નાસભાગ મચી હતી

    1 day ago

    BCCIએ IPL 2026ની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બુધવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 28 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. દેશના 5 રાજ્યોમાં ચૂંટણીને કારણે IPLની ઓપનિંગ મેચ બે દિવસ લંબાવવામાં આવી છે. અગાઉ લીગની શરૂઆત 26 માર્ચે થવાની હતી, પરંતુ હવે લીગ 28 માર્ચે થશે. ઓપનિંગ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ગયા વર્ષે RCBની વિક્ટરી પરેડ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને 11 લોકોના મોત થયા હતા. શરૂઆતની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ગયા વર્ષે RCBની વિજય પરેડ દરમિયાન ભાગદોડ મચી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. 16 દિવસમાં 4 ડબલ હેડર થશે શેડ્યૂલ મુજબ, પ્રથમ તબક્કામાં 16 દિવસમાં 20 મેચ રમાશે. જેમાં 4 ડબલ હેડરનો સમાવેશ થાય છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 29 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં તેની પ્રથમ મેચ રમશે. બીજા તબક્કાનું શેડ્યૂલ ચૂંટણીની તારીખોની જાહેરાત પછી જાહેર થશે IPLના બીજા તબક્કાનું શેડ્યૂલ ચૂંટણીની તારીખોની જાહેરાત પછી જાહેર કરવામાં આવશે. 2008માં IPL શરૂ થયા પછી જ્યારે પણ દેશમાં સામાન્ય ચૂંટણીઓ (2009, 2014, 2019 અને 2024) અથવા કોઈ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ થઈ છે, ત્યારે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ બે ભાગમાં જાહેર કરવામાં આવ્યું છે. RCB ગત સિઝન જીતી હતી બેંગલુરુની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, તેથી પરંપરા અનુસાર ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ ક્વોલિફાયર-2 અને ફાઇનલ મુકાબલો તેના હોમગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. RCBએ ગત સિઝનની ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પહેલીવાર IPL ખિતાબ જીત્યો હતો. વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોમાં 4 એવા મુખ્ય સ્ટેડિયમ છે. જ્યાં IPLની મેચો યોજાવાની છે. તમિલનાડુના ચેન્નઈમાં આવેલું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ચેન્નઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું ઈડન ગાર્ડન્સ કોલકાતા નાઈટ રાઈડર્સનું ઘરઆંગણાનું મેદાન છે, જ્યારે આસામના ગુવાહાટીમાં બનેલું બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ રાજસ્થાન રોયલ્સનું સેકન્ડ હોમ વેન્યુ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નીલે ગગન કે તલે:ધન્યલોક, ખિન્નલોક
    Next Article
    ઈરાની ટીમ અમેરિકામાં ફૂટબોલ વર્લ્ડ કપ રમશે:FIFA ચીફે કહ્યું- ટ્રમ્પ મંજૂરી આપશે, યુદ્ધના કારણે ટીમ અને ચાહકો પર ટ્રાવેલ બેન લગાવ્યો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment