Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    FIFA વર્લ્ડ કપમાં સ્પેનની મેચ આજે:કેપ વર્ડે ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કરશે; ટુર્નામેન્ટમાં પહેલીવાર બેલ્જિયમ અને ઇજિપ્ત ટકરાશે

    6 days ago

    FIFA વર્લ્ડ કપ 2026માં આજે સ્પેનનો મુકાબલો પહેલીવાર ટુર્નામેન્ટ રમી રહેલી કેપ વર્ડે ટીમ સાથે થશે. આ પહેલીવાર છે, જ્યારે બંને ટીમ આમને-સામને હશે. આ મેચ એટલાન્ટા સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે. આ પછી બેલ્જિયમ અને ઇજિપ્ત વચ્ચે રાત્રે 12:30 વાગ્યાથી મેચ શરૂ થશે. આ મેચ ભારતીય સમય અનુસાર 16 જૂને સિએટલ સ્ટેડિયમમાં રમાશે. એ જ દિવસે રાત્રે 3:30 વાગ્યાથી સાઉદી અરેબિયા અને ઉરુગ્વેની ટક્કર મિયામી સ્ટેડિયમમાં થશે. ચોથો મેચ ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે. આ મેચ લોસ એન્જલસ સ્ટેડિયમમાં 12:30 વાગ્યાથી શરૂ થશે. મેચ-13: સ્પેન સામે ડેબ્યૂ કરશે કેપ વર્ડેની ટીમ ગ્રુપ-Gમાં સામેલ સ્પેન અને કેરેબિયન દેશ કેપ વર્ડે વચ્ચે ફૂટબોલ ઇતિહાસની આ પહેલી મેચ હશે. વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરી રહેલી કેપ વર્ડેની ટીમ દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ સ્પેન સામે ઉલટફેર કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. જ્યારે સ્પેન મોટાભાગે તેની યુવા અને આક્રમક ત્રિપુટી લામિન યામાલ, નિકો વિલિયમ્સ અને અલ્વારો મોરાટા પર નિર્ભર છે. બંને ટીમોની સંભવિત શરૂઆતની ઇલેવન: સ્પેન: સિમોન, કાર્વાહાલ, લે નોર્મન્ડ, લાપોર્ટે, કુકુરેલા, રોડ્રી, ફેબિયન રૂઇઝ, પેદ્રી, લામિન યમાલ, નિકો વિલિયમ્સ, મોરાટા. કેપ વર્ડે: વોઝિન્યા, મોરેરા, કોસ્ટા, લોપેઝ, ફર્નાન્ડીસ, પિના, રોચા, મોન્ટેઇરો, મેન્ડેસ, બેબે, રોડ્રિગ્ઝ. મેચ-14: વર્લ્ડ કપમાં પહેલીવાર બેલ્જિયમ અને ઇજિપ્તનો મુકાબલો ગ્રુપ-Gમાં સામેલ બેલ્જિયમ અને ઇજિપ્ત વચ્ચે અત્યાર સુધી કુલ 4 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાંથી 3 મેચ ઇજિપ્તે જીતી છે, જ્યારે બેલ્જિયમને માત્ર 1 મેચમાં સફળતા મળી છે. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમ પ્રથમ વખત એકબીજા સામે મેદાનમાં ઉતરશે. બેલ્જિયમની ટીમને તેના સ્ટાર મિડફિલ્ડર કેવિન ડી બ્રુઈન પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રહેશે. બીજી તરફ, ઇજિપ્તની આશાઓ તેના સ્ટાર ફોરવર્ડ મોહમ્મદ સલાહના જાદુઈ પ્રદર્શન પર ટકેલી હશે. બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11: બેલ્જિયમ: કાસ્ટીલ્સ, કસ્ટેન, ફાસ, ડેબાસ્ટ, થિયોએટ, ઓનાના, મેંગલા, બકાયોકો, ડી બ્રુઈન, ડોકુ, લુકાકુ. ઇજિપ્ત: શનાવી, હાની, અબ્દેલમોનેમ, હેગાજી, હમ્દી, એલ્નેની, ફાથી, અઘૌશ, સાલાહ, મોસ્તફા, ટ્રેઝેગુએ. મેચ-15: સાઉદી અરેબિયા અને ઉરુગ્વે વચ્ચે કાંટાની ટક્કર ગ્રુપ-Hમાં સામેલ સાઉદી અરબ અને ઉરુગ્વે વચ્ચે અત્યાર સુધી 3 આંતરરાષ્ટ્રીય મુકાબલા રમાઈ ચૂક્યા છે. બંને ટીમે 1-1 મેચ જીતી છે, જ્યારે 1 મુકાબલો ડ્રો રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં બંને ટીમ 8 વર્ષ પછી આમને-સામને થશે. આ પહેલા તેમની ટક્કર 2018ના વર્લ્ડ કપમાં થઈ હતી, જ્યાં ઉરુગ્વેએ સાઉદી અરેબિયાને 1-0 થી હરાવ્યું હતું. સાઉદી અરબની ટીમ પોતાના મજબૂત એશિયન કોમ્બિનેશન સાથે મેદાન પર ઉતરશે. જ્યારે બે વખતની ચેમ્પિયન ઉરુગ્વેને પોતાના સ્ટાર મિડફિલ્ડર ફેડેરિકો વાલ્વેર્ડે અને ફોરવર્ડ ડાર્વિન નુનેઝ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હશે. બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11: સાઉદી અરેબિયા: ઓવેસ, અબ્દુલહામિદ, લાજામી, બુલાઈહી, શહરાની, ખૈબરી, કાનો, નાજી, દોસ્તારી, શેહરી, દૌસારી. ઉરુગ્વે: રોશેટ, નાન્દેઝ, આરાઉજો, જિમેનેઝ, ઓલિવિરા, ઉગાર્તે, વાલ્વેર્ડે, પેલિસ્ટ્રી, ડે અરાસ્કેટા, આરાઉજો, નુનેઝ. મેચ-16: ન્યૂઝીલેન્ડ સામે ઈરાનનું પલડું ભારે ગ્રુપ-Hમાં સામેલ ઈરાન-ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 2 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાંથી ઈરાને 1 મેચ જીતી છે, જ્યારે 1 મેચ ડ્રો રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ઈરાન સામે એક પણ મેચ જીતી શકી નથી. ફિફા વર્લ્ડ કપમાં બંને ટીમ પ્રથમ વખત એકબીજા સામે ટકરાશે. ઈરાની ટીમને તેના સ્ટાર સ્ટ્રાઈકર સરદાર અઝમૌન પાસેથી ગોલની અપેક્ષા હશે. જ્યારે ન્યૂઝીલેન્ડ અનુભવી સ્ટ્રાઈકર ક્રિસ વુડના દમ પર ઈરાનને રોકવાનો પ્રયાસ કરશે. બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11: ઈરાન: બેઇરાનવંદ, મોહર્રમી, કનાની, હોસ્સેની, હાજસાફી, એજાતોલાહી, ગોડોસ, જહાનબક્ષ, તારેમી, મોહેબી, અઝમૌન. ન્યૂઝીલેન્ડ: ટકર, બિન્દોન, બોક્સૉલ, પાઇન, કાકાસે, બેલ, ગરબેટ, સ્ટેમેનિક, જસ્ટ, સિંહ, વુડ.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી સતત ત્રીજી મેચમાં નિષ્ફળ ગયો:ભારતીય ટીમની બેટિંગમાં હાલત ખરાબ, શેડગે અને વિપરાજે ઇનિંગને સંભાળી; IND-Aનો સ્કોર 191/7
    Next Article
    મિથુનસંક્રાંતિ અને સોમવતી અમાસ સાથે અધિકમાસ પૂરો:સવારે સૂર્ય પૂજા અને બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો, સાંજે તુલસી કયારે દીવો પ્રગટાવો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment