Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL ઓક્શન પહેલાં 10 ટીમે 81 ખેલાડીઓને રિલીઝ કર્યા:કોલકાતાએ 12, ચેન્નઈ-દિલ્હીએ 10-10 ખેલાડીઓને રિલીઝ કર્યા; લખનઉ પાસે સૌથી વધુ 47.45 કરોડનું પર્સ બચ્યું

    2 दिन पहले

    IPL 2027ના મિની ઓક્શન પહેલાં તમામ 10 ટીમે પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ટીમે કુલ 81 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ સૌથી વધુ 12 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC)એ 10-10 ખેલાડીઓને રિલીઝ કર્યા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT)એ સૌથી ઓછા 5-5 ખેલાડીઓને રિલીઝ કર્યા. 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારા મિની ઓક્શન પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયા બાકી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 41.65 કરોડ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પાસે 40.15 કરોડ રૂપિયા છે. ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી ઓછા 8.75 કરોડ રૂપિયા બાકી છે. કોલકાતાએ પથિરાના અને મુસ્તફિઝુરને રિલીઝ કર્યા, ગ્રીન પર વિશ્વાસ યથાવત કોલકાતાએ મથીશા પથિરાના અને મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરી દીધા છે. પથિરાનાને છેલ્લા ઓક્શનમાં 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ઈજાને કારણે તે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. મુસ્તફિઝુર ગયા સીઝનમાં એક પણ મેચ રમ્યો નહોતો. BCCIના નિર્દેશ બાદ KKRને તેને રિલીઝ કરવો પડ્યો હતો. જોકે, KKRએ કેમરૂન ગ્રીનને ટીમમાં જાળવી રાખ્યો છે. ગ્રીનને છેલ્લા ઓક્શનમાં 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે IPL 2026માં 14 ઇનિંગ્સમાં 322 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી. ટ્રેવિસ હેડે પોતે જ સીઝનમાંથી હટી જવાનો નિર્ણય કર્યો સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ IPL 2027માં નહીં રમે. વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલને કારણે તેણે સીઝનમાંથી દૂર થવાનો નિર્ણય લીધો છે. તેના રિલીઝ થવાથી ટીમના પર્સમાં 14 કરોડ રૂપિયાની જગ્યા ખાલી થઈ છે. હેડ અને અભિષેક શર્માની જોડીએ છેલ્લી સિઝનમાં ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. હવે SRHએ ઓપનિંગમાં નવો વિકલ્પ શોધવો પડશે. સ્ટાર્ક સહિત દિલ્હીના 10 ખેલાડીઓ બહાર દિલ્હી કેપિટલ્સે મિચેલ સ્ટાર્ક, નીતિશ રાણા સહિત 10 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. સ્ટાર્કના બહાર થવાથી દિલ્હીના પર્સમાં 11.75 કરોડ રૂપિયા વધારાના ઉમેરાયા છે. નીતિશ રાણા અને શ્રીલંકાના પથુમ નિસાંકાની છેલ્લી સિઝન અપેક્ષા મુજબ રહી નહોતી. રાણાએ 9 ઇનિંગ્સમાં 225 રન, જ્યારે નિસાંકાએ 10 ઇનિંગ્સમાં 278 રન બનાવ્યા હતા. બેન ડકેટે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે IPL 2026માં રમ્યો નહોતો. મુંબઈએ બોલ્ટ અને ચાહરને રિલીઝ કર્યા મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહરને રિલીઝ કર્યા છે. બોલ્ટે IPL 2026માં 5 મેચમાં માત્ર 2 વિકેટ લીધી હતી. દીપક ચહરે 8 મેચમાં 8 વિકેટ ઝડપી. રાજસ્થાને હેટમાયરને પણ રિલીઝ કર્યો રાજસ્થાન રોયલ્સે શિમરોન હેટમાયરને રિલીઝ કરી દીધો છે. તેનાથી ટીમના પર્સમાં 11 કરોડ રૂપિયા વધુ ઉમેરાયા. રાજસ્થાને તુષાર દેશપાંડે અને એડમ મિલ્નેને પણ રિલીઝ કર્યા છે. પંજાબે સ્ટોઇનિસને જાળવી રાખ્યો, નેહલ વાઢેરાને રિલીઝ કર્યો પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને ટીમમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. સ્ટોઇનિસે IPL 2026માં 13 મેચ રમી અને 9 ઇનિંગ્સમાં 216 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 180 રહ્યો. બોલિંગમાં તેણે 7.5 ઓવર કરી અને 2 વિકેટ લીધી. RCBએ જેકબ બેથેલને છોડી દીધો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જેકબ બેથેલ, રિચર્ડ ગ્લીસન, મંગેશ યાદવ, સાત્વિક દેસવાલ અને વિહાન મલ્હોત્રાને રિલીઝ કર્યા છે. બેથેલને રિલીઝ કરવાનો નિર્ણય આશ્ચર્યજનક માનવામાં આવી રહ્યો છે. તેની તાજેતરમાં ઘૂંટણની સર્જરી થઈ છે અને સ્વસ્થ થવામાં અનુમાન કરતાં વધુ સમય લાગી શકે છે. ગુજરાતમાંથી શાહરુખ ખાન બહાર ગુજરાત ટાઇટન્સે ઈશાંત શર્મા, લ્યુક વુડ, કુલવંત ખેજરોલિયા, શાહરુખ ખાન અને કોનર એસ્ટરહુઇઝનને રિલીઝ કર્યા છે. ઈશાંત અને ખેજરોલિયાને પાછલી સીઝનમાં વધુ તકો મળી નહોતી. ગુજરાત પાસે 8.75 કરોડ રૂપિયા બાકી છે.
    Click here to Read More
    Previous Article
    ક્રેડિટ કાર્ડ અપગ્રેડની મથામણમાં લાખો ગુમાવ્યા:કલોલની ખાનગી કંપનીના ડાયરેક્ટરને વીડિયો કોલથી KYCની લાલચમાં આપી ગઠિયાએ 4.86 લાખ ઉપાડી લીધા, પોલીસ ફરિયાદ નોંધાઈ
    Next Article
    ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો:રાજકોટ અમદાવાદ હાઇવે પર બંધ ટ્રક પાછળ કાર ઘુસી ગઈ, કેશોદના 23 વર્ષીય સિંગર કિશન સોલંકીનું મોત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment