Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રેડિટ કાર્ડ અપગ્રેડની મથામણમાં લાખો ગુમાવ્યા:કલોલની ખાનગી કંપનીના ડાયરેક્ટરને વીડિયો કોલથી KYCની લાલચમાં આપી ગઠિયાએ 4.86 લાખ ઉપાડી લીધા, પોલીસ ફરિયાદ નોંધાઈ

    2 days ago

    કલોલ તાલુકાના ભોયણ મોટી ગામ સ્થિત એક ખાનગી કંપનીના ડાયરેક્ટરને ICICI બેંકના ક્રેડિટ કાર્ડ અપગ્રેડ માટે વિશ્વાસમાં લઈ વીડિયો કોલ થકી KYC કરવાની લાલચ આપી અજાણ્યા સાયબર ગઠિયાએ 4 લાખ 86 હજારથી વધુની રકમ સેરવી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હેમલ શાહને અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો અમદાવાદના પાલડી વિસ્તારમાં ન્યુ વિકાસ ગૃહ રોડ પર નિવાસ સોસાયટીના સંવત રેસીડેન્સીમાં રહેતા 50 વર્ષીય હેમલ રોહિતકુમાર શાહ છેલ્લા દસ વર્ષથી કલોલના ભોયાણ મોટી ગામ ખાતે રામામલ્ટી ટેક લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. 14 નવેમ્બરના રોજ સવારે તેઓ કંપનીની ઓફિસમાં હાજર હતા, ત્યારે તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો. ક્રેડિટ કાર્ડ અપગ્રેડેડ કાર્ડની ઓફર કરી વીડિયો કોલમાં KYC કર્યું જેણે પોતાની ઓળખ બેંક પ્રતિનિધિ તરીકે આપીને જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ક્રેડિટ કાર્ડ પર બેંક દ્વારા અપગ્રેડેડ કાર્ડની ઓફર આપવામાં આવી રહી છે, જેના માટે વીડિયો કોલ મારફતે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ત્યારબાદ ગઠિયાએ સાદો ફોન કાપી નાખી કોઈ એપ્લિકેશન મારફતે વીડિયો કોલ કર્યો હતો અને હેમલભાઈને મોબાઈલ પર એક લિંક મોકલી હતી. વીડિયો કોલ ચાલુ રાખીને ગઠિયાએ હેમલભાઈ પાસે લિંક ઓપન કરાવી હતી. ઓનલાઈન નકલી પેજમાં વિગતો ભરતા પૈસા ડેબિટ થવા લાગ્યા જે ખોલતા જ આબેહૂબ ICICI બેંકની વેબસાઈટ જેવું નકલી પેજ ખૂલ્યું હતું. ગઠિયાની સૂચના મુજબ હેમલભાઈએ પ્રથમ પેજ પર પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી અને જન્મ તારીખ જેવી અંગત વિગતો ભરી સબમિટ કરી હતી. ત્યારબાદ ખૂલેલા બીજા પેજ પર તેમણે પોતાના ICICI બેંકના ત્રણ ક્રેડિટ કાર્ડની તમામ ગુપ્ત વિગતો દાખલ કરી દીધી હતી.જેવી ક્રેડિટ કાર્ડની વિગતો સબમિટ થઈ કે તરત જ ચાલુ વીડિયો કોલ દરમિયાન જ હેમલભાઈના મોબાઈલ પર ખાતામાંથી પૈસા ડેબિટ થવાના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. ગભરાયેલા હેમલભાઈએ સામેવાળા શખસને આ અંગે પૂછતાં તેણે થોડીવારમાં તમારા પૈસા પરત આવી જશે તેવો ઠાલો દિલાસો આપ્યો હતો. ₹4.86 લાખ ઉપડી જતા છેતરપિંડીની ફરિયાદ જો કે આ દરમિયાન હેમલભાઈને ખ્યાલ આવી ગયો હતો કે, તેમનો ફોન કોલ ફોરવર્ડિંગ પર મૂકી દેવામાં આવ્યો છે. આથી શંકા જતાં તેમણે તાત્કાલિક વીડિયો કોલ કટ કરી નાખ્યો હતો અને મોબાઈલમાં આવેલી શંકાસ્પદ લિંક/એપ્લિકેશન અન ઈન્સ્ટોલ કરી દીધી હતી. ત્યારબાદ બેંકમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, સાયબર ગઠિયાએ ગણતરીની મિનિટોમાં જ તેમના ત્રણ અલગ-અલગ ICICI ક્રેડિટ કાર્ડમાંથી 9 ટ્રાન્ઝેક્શન કરી ₹4,86,883 ઉઠાવી લીધા હતા. આ છેતરપિંડી અંગે હેમલભાઈએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ઈ-FIR નોંધાવી હતી. જેના આધારે સાંતેજ પોલીસ સ્ટેશનમાં સાયબર ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    PSI 20 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાઈ:આગોતરા જામીન બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા શખ્સનો મોબાઈલ પરત આપવા લાંચ માંગી, ડભોઈ રેલવે પોલીસની PSI એકતા પંડ્યા પાસેથી લાંચની રકમ રિકવર કરી
    Next Article
    IPL ઓક્શન પહેલાં 10 ટીમે 81 ખેલાડીઓને રિલીઝ કર્યા:કોલકાતાએ 12, ચેન્નઈ-દિલ્હીએ 10-10 ખેલાડીઓને રિલીઝ કર્યા; લખનઉ પાસે સૌથી વધુ 47.45 કરોડનું પર્સ બચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment