Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો:રાજકોટમાં ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે વીડિયો ઉતાર્યો, સેન્ડવીચને હટાવી મેનેજરે લૂલો બચાવ કર્યો

    6 days ago

    ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવ જંતુઓ મળી આવવાની અનેક ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટના આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનનો વીડિયો વાયરલ થવા પામ્યો છે. જેમાં ગઈકાલે(19 માર્ચે) રાત્રે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સેન્ડવીચ પર વંદો ફરતો જોઈ વીડિયો બનાવ્યો હતો. આ અંગે કેન્ટીનમાં કામ કરતા વ્યક્તિ અને મેનેજરને જાણ કરતા તેમને લૂલો બચાવ કરી આ માત્ર ડિસ્પ્લે છે, ગ્રાહકને આપવામાં ન આવતી હોવાનો બચાવ કર્યો હતો અને બાદમાં આ સેન્ડવીચને હટાવી લીધી હતી. હાલ આ વીડિયો વાયરલ થતા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે દરેક જગ્યા પર નિયમિત ચેકીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવિચ વંદો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં રાજકોટ શહેરના આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનમાં ખાદ્ય પદાર્થ પર વંદો ફરતો જોવા મળ્યો હતો. જેમાં કેન્ટીનમાં રહેલ સેન્ડવિચ પર વંદો આંટા મારતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગઈકાલે 19 માર્ચ 2026ના સાંજે 7.15 વાગ્યે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે ઇન્ટરવેલ દરમિયાન કેન્ટીનમાં રહેલ સેન્ડવીચ પર વંદો જોઈ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. માત્ર ડિસ્પ્લે છે કહીને લૂલો બચાવ કર્યો આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગ્રાહકે જયારે વીડીયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે કેન્ટીનમાં કામ કરતા વ્યક્તિએ બચાવ કરવાનું શરૂ કર્યું હતું અને જે સેન્ડવીચ પર વંદો ફરે છે તે માત્ર ડિસ્પ્લે છે ગ્રાહકને આ આપવામાં ન હોવાનો બચાવ કર્યો હતો. ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો, છતાં મનપાના ફૂડ વિભાગના પેટનું પાણી ના હલ્યું જો કે ડિસ્પ્લેમાં હોય તો તેમાં વંદો ફરે તે યોગ્ય છે તે સવાલ પૂછતાં ગ્રાહકે વીડિયો બનાવ્યા બાદ કેન્ટીનમાં ઉપસ્થિત વ્યક્તિએ સેન્ડવીચમાંથી વંદાને દૂર કર્યો હતો. હાલ આ વીડિયો વાયરલ થતા આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો થઈ રહ્યાં છે. જેમાં ગ્રાહકે વીડિયો બનાવીને વાયરલ કર્યો છતાં રાજકોટ મનપાના ફૂડ વિભાગના પેટનું પાણી ના હલ્યું તેમ જણાઈ રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં મનપાના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ કાર્યવાહી કે તપાસ કરશે કે નહીં. ઉપરાંત સમયાંતરે દરેક જગ્યા પર નિયમિત ચેકીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અમે નોટ ફોર સેલ ટેગ પણ લગાવતા હોઈએ છીએ- મેનેજર રાજકોટ INOXના મેનેજરે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે(19 માર્ચે) એક ગ્રાહક આવ્યા હતાં, તેમને વીડિયો બનાવ્યો હતો અને અમને જાણ કરી હતી. અમે પૂરતી કાળજી અને ચોખાઇ રાખીએ છીએ આમ છતાં ગઈકાલે એક વંદો આવી ગયો હતો જેને તુરંત દૂર કરી દેવામાં આવ્યો હતો. જે વીડિયો બનાવવામાં આવ્યો છે એ માત્ર ડિસ્પ્લેમાં હોય છે અને તેમાં અમે નોટ ફોર સેલ ટેગ પણ લગાવતા હોઈએ છીએ. ગઈકાલે આ કેન્ટીનમાં એક વંદો જોવા મળતા આખી કેન્ટીન આજે ફરીથી સાફ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર પંથકમાં વરસાદ, કેસર કેરી પર મોટો ખતરો:આજે ગીર સોમનાથ-સાબરકાંઠા સહિત 7 જિલ્લામાં આગાહી; 24 કલાક બાદ વાતાવરણ બદલાશે
    Next Article
    હિંમતનગરમાં જાયન્ટ્સ સહિયર દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી:શાળાઓમાં માળાનું વિતરણ કરાયું, પંખી સંરક્ષણનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment