Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જાયન્ટ્સ સહિયર દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી:શાળાઓમાં માળાનું વિતરણ કરાયું, પંખી સંરક્ષણનો સંદેશ અપાયો

    6 days ago

    વિશ્વભરમાં 20 માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે, જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શુક્રવારે હિંમતનગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત શાળાઓ અને મંદિરોમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ નંબર 2 અને હિંમત ઇંગ્લિશ સ્કૂલના બાળકોને વિશ્વ ચકલી દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ચકલીના માળા બનાવવાનું શીખવીને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પંખીઘરની આસપાસ આ માળા બાંધ્યા હતા. શાળાના આચાર્ય મેહુલ પટેલ અને સ્ટાફ મિત્રો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત, જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા ગોકુલેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં ચકલીના માળા અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય પંખીઓના સંરક્ષણ અને તેમના માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો હતો. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયરના પ્રમુખ રાજશ્રીબેન ત્રિવેદી, પૂર્વ પ્રમુખ સોનલબેન મહેતા, ઉપપ્રમુખ દક્ષાબેન ગોર, રેખાબેન પટેલ, મંત્રી હીનાબેન સોની, સહમંત્રી ઈલાબેન રાવલ, વિમળાબેન રાવલ, મીનાબેન સાધુ, રીટાબેન સોની, શીલાબેન ખમાર અને ઇન્દિરાબેન મિસ્ત્રી સહિત અનેક બહેનો ઉપસ્થિત રહી હતી. આ સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત, સંસ્થા દ્વારા ચૈત્ર માસમાં કીડીયારું પૂરવાનું સેવા કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ અને જીવદયા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો:રાજકોટમાં ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે વીડિયો ઉતાર્યો, સેન્ડવીચને હટાવી મેનેજરે લૂલો બચાવ કર્યો
    Next Article
    Ambalal Patel Rain Forecast LIVE | અમદાવાદમાં પણ ત્રાટકશે માવઠું, અંબાલાલની આગાહી | Weather | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment