Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં એવિએશન સેક્ટરમાં રોકાણના નવા દ્વાર ખૂલશે:IndiAirport Expo 2026નો પ્રારંભ, અમદાવાદથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને ધોલેરાને કાર્ગો હબ બનાવવાની ચર્ચા

    6 घंटे पहले

    ગુજરાતને એવિએશન અને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવાની દિશામાં ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 19 અને 20 નવેમ્બરના રોજ બે દિવસીય 'IndiAirport Expo 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ ડૉ. કુલદીપ આર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રથમ વખત દિલ્હીની બહાર ગુજરાતમાં આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. તેમાં દેશ-વિદેશની એવિએશન, એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને પ્રવાસન ક્ષેત્રની કંપનીઓ ભાગ લઈ રહી છે. રાજ્યના નાગરિક ઉડ્ડયન સચિવ ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ભારતનું એવિએશન સેક્ટર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારની 'ઉડાન' યોજના દ્વારા સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરીની તકો વધી છે. ગુજરાત પાસે મજબૂત ઔદ્યોગિક પાયો, આધુનિક લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન હોવાથી રાજ્ય એવિએશન ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાદેશિક એરપોર્ટના વિસ્તરણની સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રોજેક્ટ્સ પર પણ કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં કાર્ગો સેવાઓ શરૂ કરવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં બે નવા એરપોર્ટ વિકસાવવાનું આયોજન છે. આગામી સમયમાં એવિએશન અને તીર્થયાત્રા પ્રવાસન ક્ષેત્રને પણ તેનો લાભ મળશે. એક્સ્પાને મળેલા પ્રતિસાદને જોતાં આગામી વર્ષે પણ ગુજરાતમાં જ તેનું આયોજન થાય તેવી શક્યતા છે. ગિફ્ટ સિટીમાંથી 270થી વધુ વિમાનો લીઝ પર અપાયા એક્સ્પોમાં ગિફ્ટ સિટી-IFSCAના ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. દીપેશ શાહે ગુજરાત માટે મહત્ત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં એરક્રાફ્ટ લીઝિંગ સંબંધિત નિયમો લાગુ થયા બાદ અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી ખાતે 40થી વધુ એરક્રાફ્ટ લેસર્સની નોંધણી થઈ છે. ગિફ્ટ સિટીમાંથી IndiGo, Air India, Akasa Air અને SpiceJet જેવી એરલાઇન્સને 270થી વધુ વિમાનો લીઝ પર આપવામાં આવ્યા છે. વિયેતનામ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ અહીંથી હેલિકોપ્ટર લીઝ પર અપાયાં છે. આગામી દાયકામાં ભારતીય એરલાઇન્સ દ્વારા 1,500થી વધુ નવા વિમાનોના ઓર્ડરને ધ્યાનમાં રાખતાં એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ, લીઝિંગ અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રે ગિફ્ટ સિટી વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસી શકે છે. નૈરોબી-અમદાવાદ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની વિચારણા કેન્યા એરવેઝના ચેરમેન કિપ્રોનો કિટોનીએ જણાવ્યું હતું કે, એરલાઇન નૈરોબી અને અમદાવાદ વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવા અંગે સક્રિય વિચારણા કરી રહી છે. તેમણે ભારત અને ગુજરાતના ઉદ્યોગોને આફ્રિકાના બજાર સાથે જોડાવા આમંત્રણ આપ્યું હતું. આફ્રિકાની આશરે 1.5 અબજની વસ્તી અને કુદરતી સંસાધનોનો ઉલ્લેખ કરીને તેમણે વેપાર અને હવાઈ જોડાણની નવી તકો પર ભાર મૂક્યો હતો. અમદાવાદ એરપોર્ટને મુંબઈના વિકલ્પ તરીકે વિકસાવવાની વાત ધ એર કાર્ગો એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સમીર જે. શાહે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતનો મોટાભાગનો એર કાર્ગો મુંબઈ એરપોર્ટ મારફતે મોકલવામાં આવે છે. જોકે, આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી અને રાજ્ય સરકારના સહકારથી અમદાવાદ એરપોર્ટને દેશના અગ્રણી એર કાર્ગો હબ તરીકે વિકસાવી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ધોલેરા પણ અત્યાધુનિક કાર્ગો હબ તરીકે વિકસી શકે છે. આ માટે PM ગતિશક્તિ અને કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી જેવા પ્રોજેક્ટ્સ મહત્ત્વપૂર્ણ બની શકે છે. જાપાનની સુઝુકી એરપોર્ટ માટે રોબોટિક્સ ટેક્નોલોજી લાવશે સુઝુકી મોટર કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ જનરલ મેનેજર મસાઓ ફુજીતાનીએ એરપોર્ટ ક્ષેત્રે નવી ટેક્નોલોજી આધારિત ચાર પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. તેમાં મુસાફરોની અવરજવર માટે ઓટોનોમસ 'ગ્લાયડવેઝ', સ્કાયડ્રાઇવ સાથે વિકસાવવામાં આવતું કોમ્પેક્ટ 'ઇવીટોલ' ફ્લાઇંગ એરક્રાફ્ટ, માલસામાનની હેરફેર અને સુરક્ષા માટે 'MITRA' ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ તથા રોબોટ્સના સુરક્ષિત સંચાલન માટે 'Mobilane' સિસ્ટમનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, આ ટેક્નોલોજીથી ઓછા ઇંધણ અને ઊર્જાના વપરાશ સાથે એરપોર્ટની કામગીરી વધુ કાર્યક્ષમ બનાવી શકાશે. હંગેરી અને કેનેડાની કંપનીઓ પણ જોડાઈ હંગેરી આ એક્સ્પોમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. હંગેરીની પાંચ કંપનીઓ એરક્રાફ્ટ મેન્ટેનન્સ, એર ટ્રાફિક કંટ્રોલ, સેફ્ટી ટેક્નોલોજી અને સેન્સર સિસ્ટમ્સ ક્ષેત્રે પોતાની ટેક્નોલોજી રજૂ કરી રહી છે. હંગેરીના ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ કાઉન્સેલર લેવેન્ટે કાર્ડોસે બુડાપેસ્ટથી અમદાવાદ, દિલ્હી અથવા મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી. કેનેડાના ગ્લોબલ અફેર્સના સિનિયર ટ્રેડ કમિશનર એન્ડ્ર્યુ મહારાજે જણાવ્યું હતું કે, કેનેડા વિશ્વના અગ્રણી એરોસ્પેસ ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે. Bombardier, Bell Textron, Airbus, Pratt Whitney, CAE અને MDA Space જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં કાર્યરત છે. તેમણે ગુજરાતની કંપનીઓ સાથે ટેક્નોલોજી, સંશોધન અને સપ્લાય ચેઇન ક્ષેત્રે સહયોગની તકો અંગે વાત કરી હતી. આગામી સમયમાં ગુજરાત માટે કઈ તકો ઊભી થશે? આ બે દિવસીય એક્સ્પોમાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરક્રાફ્ટ લીઝિંગ, કાર્ગો પરિવહન, રોબોટિક્સ, એવિએશન સેફ્ટી અને નવીન ટેક્નોલોજીનું પ્રદર્શન થઈ રહ્યું છે. એક્સ્પોમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો, નીતિ નિર્માતાઓ અને ટેક્નિકલ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માટે આ આયોજન મહત્ત્વનું છે, કારણ કે એક તરફ ગિફ્ટ સિટી એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગનું કેન્દ્ર બની રહ્યું છે, તો બીજી તરફ અમદાવાદ અને ધોલેરાને કાર્ગો તથા આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણના કેન્દ્ર તરીકે વિકસાવવાની સંભાવનાઓ પર ચર્ચા થઈ રહી છે. જો આ દિશામાં પ્રસ્તાવિત યોજનાઓ આગળ વધે તો રાજ્યના વેપાર, પ્રવાસન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવી તકો ઊભી થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે એસ્કેલેટર પર જિનપિંગનો હાથ પકડ્યો:ચાલુ બેઠકે અમેરિકન રાષ્ટ્રપતિ સૂઈ ગયા, પુતિન પરમાણુ બ્રીફકેસ લઈને પહોંચ્યા; ત્રણ મહાસત્તાઓની 10 સૌથી ચર્ચિત ક્ષણો
    Next Article
    પરિવાર ઉપરના માળે સૂતો હતો, ને તસ્કરો ત્રાટક્યાં:હિંમતનગરના બળેલી મિલ રોડ પર ઘરમાંથી રૂ.5.51 લાખના દાગીના અને રોકડ લઈ ફરાર થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment