Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    INDIA બ્લોક - CJP એક થશે?:કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક માંગ્યો, 1 નવેમ્બરની રેલીને સમર્થન; રાહુલે કહ્યું- વિદ્યાર્થી સંગઠનો પણ માર્ચમાં જોડાય

    1 day ago

    કોકરોચ જનતા પાર્ટી (CJP)એ વિપક્ષની 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી રેલીને સમર્થન આપ્યું છે. CJP નેતા આશુતોષ રાંકાએ કહ્યું કે પાર્ટીના લોકો રેલીમાં સામેલ થઈ શકે છે. આ ઉપરાંત INDIA બ્લોક સાથે ગઠબંધન કરવા માટે CJP કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક લેશે. રાહુલ ગાંધીએ ગુરુવારે વિદ્યાર્થી સંગઠનોને પણ 1 નવેમ્બરે યોજાનારી દિલ્હી ચલો માર્ચમાં આવવાની અપીલ કરી છે. તેમણે X પર વીડિયો જારી કરીને કહ્યું કે પોલીસના લાઠીચાર્જની ચિંતા ન કરો. ગભરાવાની જરૂર નથી. આ માર્ચ લોકશાહીને બચાવવા, વોટ ચોરી રોકવા અને બંધારણની રક્ષા માટે છે. આ રેલીની તૈયારીઓને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષી નેતાઓની બેઠક યોજાઈ રહી છે. તેમાં પ્રિયંકા પણ પહોંચ્યા છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન INDIA બ્લોક શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં જાહેર મહાભિયોગ કાર્યક્રમ યોજશે. બીજી જગ્યાએ મંજુરી ન મળ્યા બાદ હવે આ કાર્યક્રમ બપોરે 3:30 વાગ્યે 10 રાજાજી માર્ગ પર યોજાશે. તેમાં રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓ સામેલ થશે. આ કાર્યક્રમ વિપક્ષની 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી રેલી પહેલાં થશે. INDIA બ્લોક SIR અને મતદારોનાં નામ કાઢી નાખવા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. રાહુલ બોલ્યા- આ કોઈ રાજકીય પાર્ટીની રેલી નથી રાહુલે કહ્યું કે આ કોઈ એક રાજકીય પાર્ટીની રેલી નથી, પરંતુ ભારતના આત્માને બચાવવાની રેલી છે. આ રેલી ભારતીય બંધારણ અને રાષ્ટ્રની રક્ષા માટે છે. તેમણે કહ્યું કે જો કોઈને લાગે છે કે દેશના લોકતંત્ર, બંધારણ, વિચારો અને પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે, તો તેણે આ રેલીમાં જોડાવું જોઈએ. રેલી પહેલાં ખડગેના ઘરે વિપક્ષી નેતાઓની બેઠક રામલીલા મેદાનમાં રેલી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ગુરુવારે ઈન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ રહી છે. તેમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહેવા પહોંચ્યા છે. બીજી તરફ, રામલીલા મેદાનમાં પણ રેલીની તૈયારીઓ ચાલી રહી છે. વિપક્ષની SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ 6 બેઠકો-પ્રદર્શન INDIA બ્લોકના નેતાઓએ SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને 6થી 13 ઓક્ટોબર વચ્ચે 8 વખત પ્રદર્શન કર્યા. કોકરોચ જનતા પાર્ટી અને લેફ્ટે પણ 10 ઓક્ટોબરે આ જ મુદ્દે પ્રદર્શનનું આયોજન કર્યું હતું, પરંતુ દિલ્હી પોલીસે તેની મંજૂરી આપી નહોતી. આ દરમિયાન શહેરમાં બેરિકેડિંગ કરવામાં આવી હતી, 45 મેટ્રો સ્ટેશન બંધ રહ્યા અને 7 હજારથી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. -------------------------------- આ સમાચાર પણ વાંચો… રાહુલ ગાંધી બોલ્યા- મતચોરી ટોપ લેવલથી થઈ રહી છે:CECના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે; 1 નવેમ્બરે વિપક્ષનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દિલ્હીના ત્રિલોકપુરી બ્લોક-20માં ‘મતાધિકાર, જીવવાનો અધિકાર’ જનસુનાવણી દરમિયાન કહ્યું કે ગરીબોના નામ જાણીજોઈને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું- અમે લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવતા આવ્યા છીએ, પરંતુ હવે આખો દેશ સમજવા લાગ્યો છે કે ટોપ લેવલથી મતની ચોરી થઈ રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    હોમ લોનની EMIમાં દર મહિને ₹5000 વધારો:20 લાખની લોન 20 વર્ષની જગ્યાએ 12 વર્ષમાં પૂરી થશે; જાણો સંપૂર્ણ ગણતરી
    Next Article
    રાજકોટમાં રસ્તાનાં કામો ઝડપી બનશે:સેન્ટ્રલ ઝોનમાં રૂ. 45.76 કરોડના ખર્ચે નવા ડામર રોડ બનાવવા ટેન્ડર જાહેર, નવો રીંગ રોડ ફોરટ્રેક બનાવવા કામગીરી શરૂ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment