Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રસ્તાનાં કામો ઝડપી બનશે:સેન્ટ્રલ ઝોનમાં રૂ. 45.76 કરોડના ખર્ચે નવા ડામર રોડ બનાવવા ટેન્ડર જાહેર, નવો રીંગ રોડ ફોરટ્રેક બનાવવા કામગીરી શરૂ

    1 day ago

    રાજકોટ મહાપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં રૂ. 45.76 કરોડના ખર્ચે માધાપર સહિતના વિસ્તારોમાં નવા ડામર રોડ અને રી-કાર્પેટની કામગીરી દિવાળી બાદ શરૂ થશે. આ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ટેન્ડર મંજુર થયા બાદ દિવાળી પછી જૂના રાજકોટના રસ્તાઓની કયાપલટ થશે. જેને લઈ પાણી - ડ્રેનેજની લાઈનોના કારણે થયેલા ખોદકામથી પરેશાન લોકોને મોટી રાહત મળશે. સાથે જ 150 ફૂટ રીંગ રોડ-2 પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પથી કટારીયા ચોકડી સુધીનો 8.79 કિલોમીટર લાંબો ફોરટ્રેક રોડ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જે જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ થવાથી હજારો વાહનચાલકોની ટ્રાફિક સમસ્યા કાયમ માટે હલ થઈ જશે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોનના 6 વોર્ડમાં રૂ. 45.76 કરોડના ખર્ચે નવા ડામર રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નં. 2, 3, 7, 13, 14 અને 17 માં માધાપર સહિતના રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને રાજમાર્ગોની કાયાપલટ કરવામાં આવશે. દિવાળી બાદ સેન્ટ્રલ ઝોનનાં વિસ્તારોમાં રી-કાર્પેટ અને ડિઝાઇન રોડ બનાવવાની કામગીરી શરૂ થશે. મધ્ય રાજકોટમાં પાણીની ડી.આઈ. પાઇપલાઇન અને ડ્રેનેજ માટે મોટા પ્રમાણમાં થયેલા ખોદકામના કારણે રસ્તાઓની હાલત બગડી હતી, જેના લીધે લોકોને ધૂળ અને ટ્રાફિકની હાલાકી વેઠવી પડતી હતી. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા નવા પેવર અને ડામર કામના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેથી દિવાળી બાદ નાગરિકોને મોટી રાહત મળશે. જ્યાં ડામરકામ કરવામાં આવનાર છે તેવા વિસ્તારોમાં માધાપર, યાજ્ઞિક રોડ, દસ્તુર માર્ગ, સરદારનગર મેઈન રોડ, ટાગોર માર્ગ, રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ, એરપોર્ટ રોડ, જામનગર રોડ, રેલવે જંક્શન સ્ટેશન રોડ, મોચી બજાર મેઈન રોડ, લોહાણા પરા મેઈન રોડ, પરાબજાર, દાણાપીઠ, ઢેબર રોડ, ગોંડલ રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ભૂપેન્દ્ર રોડ, સોની બજાર, પેલેસ રોડ, કેનાલ રોડ, 80 ફૂટ રોડ, જૂનો પારડી રોડ, અટીકા ઢેબર રોડ સાઉથ, કોઠારીયા રોડ અને હરિ ધવા માર્ગ જેવા મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે. બીજી તરફ, શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ-2 પર કટારીયા ચોકડીથી ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સુધી ફોરટ્રેક રોડ બનાવવાની કામગીરી પણ પૂરઝડપે ચાલી રહી છે. જામનગર હાઇવે ઘંટેશ્વર એસઆરપી કેમ્પથી સ્માર્ટ સિટી અને કટારિયા ચોકડી થઈને કોર્પોરેશનની હદ સુધીના કુલ 8.79 કિલોમીટર લાંબા માર્ગના વિકાસ માટે ત્રણ પેકેજમાં કામગીરી થઈ રહી છે. પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં એક તરફના અંદાજે 4.5 કિલોમીટર માર્ગ ઉપર ડેન્સ બિટ્યુમિનસ મેકેડમની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ માર્ગની બંને બાજુ 10.5 મીટર પહોળા કેરેજ-વે અને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. ટ્રાફિકને નડે નહીં તે માટે તબક્કાવાર ડાયવર્ઝન આપીને સમાંતર ધોરણે કામ આગળ વધારવામાં આવી રહ્યું છે. આ સમગ્ર માર્ગ વિકાસ પ્રોજેક્ટ જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માર્ગનું કામ પૂર્ણ થયા બાદ ઘંટેશ્વર, મુંજકા, કણકોટ, મોટા મવા, રૈયા ગામ, કાલાવડ રોડ, વર્ધમાનનગર, વેજાગામ અને મવડી ગામ સહિતના વિસ્તારોના હજારો વાહનચાલકોની ટ્રાફિક સમસ્યા કાયમ માટે હલ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    INDIA બ્લોક - CJP એક થશે?:કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક માંગ્યો, 1 નવેમ્બરની રેલીને સમર્થન; રાહુલે કહ્યું- વિદ્યાર્થી સંગઠનો પણ માર્ચમાં જોડાય
    Next Article
    લખાણ જોઈને માણસના શરીરની બીમારી જાણી શકાય !:ગ્રાફોથેરાપીસ્ટ અનિલ બંસલે કહ્યું: 'છેલ્લા 3 વર્ષમાં 400 લોકો પર પ્રયોગ કર્યો, જેના સકારાત્મક પરિણામો મળ્યા, ગ્રાફોથેરાપીથી રિવર્સ એન્જિનિયરિંગ દ્વારા લખાણને પણ સુધારી શકાય છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment