Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખાણ જોઈને માણસના શરીરની બીમારી જાણી શકાય !:ગ્રાફોથેરાપીસ્ટ અનિલ બંસલે કહ્યું: 'છેલ્લા 3 વર્ષમાં 400 લોકો પર પ્રયોગ કર્યો, જેના સકારાત્મક પરિણામો મળ્યા, ગ્રાફોથેરાપીથી રિવર્સ એન્જિનિયરિંગ દ્વારા લખાણને પણ સુધારી શકાય છે'

    1 day ago

    ગ્રાફોથેરાપીની મદદથી કોઈ વ્યક્તિની શારીરિક તકલીફ હોય તો તેઓ તેનું સચોટ નિદાન થઈ શકે છે. વ્યક્તિએ કશું લખ્યું હોય તો તેની મદદથી તેના શરીરમાં બ્લડપ્રેશર, કિડની પ્રોબ્લેમ કે અન્ય કોઈ તકલીફ હોય તો તેઓ તરત તેની તકલીફ જાણી શકાય છે અને સાથે મહદઅંશે તેનું નિદાન પણ કરાવી શકે છે. ગ્રાફોથેરાપીસ્ટ અને હેન્ડરાઇટિંગ એનાલિસ્ટ અને ઇનર ફિઝિશિયન અનિલ બંસલ કહે છે કે, છેલ્લા 3 વર્ષમાં ગ્રાફોથેરાપીની મદદથી 400 લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો, જેના સકારાત્મક પરિણામો મળ્યા છે. ગ્રાફોથેરાપીસ્ટ અને હેન્ડરાઇટિંગ એનાલિસ્ટ અને ઇનર ફિઝિશિયન અનિલ બંસલે જણાવ્યું હતું કે, ગ્રાફોથેરાપી એ મુખ્યત્વે મગજ સાથે જોડાયેલી પદ્ધતિ છે, જેમાં આપણા મનમાં રહેલા બ્લુપ્રિન્ટ પ્રમાણે કામ થાય છે. જે વ્યક્તિના હાથ નથી હોતા, તેઓ પણ મોં કે પગથી લખે છે કારણ કે તેની બ્લુપ્રિન્ટ મનમાં પહેલેથી જ અંકિત હોય છે. જો અક્ષરો લખવામાં કોઈ ભૂલ હોય કે યોગ્ય કોમ્બિનેશન ન હોય, તો તેને રિવર્સ એન્જિનિયરિંગ દ્વારા સુધારી શકાય છે અને મગજ દ્વારા તે અંગને લાઇન પર લાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઈને 2, 4 કે 6 મહિનાનો સમય લાગી શકે છે અને આમાં લગભગ 95% જેટલી ચોકસાઈ જોવા મળે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પદ્ધતિ દ્વારા કોઈપણ વ્યક્તિ આજે ટેસ્ટ કરાવીને 6 મહિના પછી ફરીથી ડૉક્ટર પાસે જઈને રિપોર્ટ સરખાવી શકે છે. ઉદાહરણ તરીકે, ડાયાબિટીસના દર્દીની સુગર લેવલ જો આજે 200 કે 250 હોય, તો 6 મહિના પછી સમાન દવાઓ ચાલુ રાખવા છતાં તે ઘટીને 150 થઈ શકે છે. આ ઉપચાર પદ્ધતિ છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 400 જેટલા લોકો પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેના સકારાત્મક પરિણામો મળ્યા છે અને કોઈ આડઅસર જોવા મળી નથી. દર્દીનું નામ નહીં જણાવવાની શરતે એક ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિને બ્લડ પ્રેશરની ખૂબ તકલીફ રહેતી હતી પરંતુ ગ્રાફોથેરાપીની મદદથી હવે તેમને ઘણી રાહત થઈ ગઈ છે. ત્રણ-ચાર મહિના અગાઉ તબીબની સલાહ મુજબ તે જે દવા લેતા હતા, તેઓ તબીબના નવા નિદાન બાદ તેમની દવા ખૂબ ઘટી ગઈ છે. આ પદ્ધતિથી 8 મહિનાની મહેનત બાદ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં પણ નિયંત્રણ આવી ગયું છે. આ ક્ષેત્રમાં જોડાવવા માટે ઘણા બધા ઓનલાઇન કોર્સિસ ઉપલબ્ધ છે, જેમાં વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ સમય આપીને આ વિષયને ઊંડાણપૂર્વક સમજી શકે છે. અનિલ બંસલ પોતે છેલ્લા ઘણા સમયથી આ ક્ષેત્રમાં કાર્યરત છે અને વિશેષ કેસોનું વિશ્લેષણ સંપૂર્ણ નિઃશુલ્ક કરે છે. સામાન્ય રીતે શરીરને અથવા કોઈપણ બીમારીને સુધારવા માટે 8 થી 9 મહિનાનો સમય લાગતો હોય છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં રસ્તાનાં કામો ઝડપી બનશે:સેન્ટ્રલ ઝોનમાં રૂ. 45.76 કરોડના ખર્ચે નવા ડામર રોડ બનાવવા ટેન્ડર જાહેર, નવો રીંગ રોડ ફોરટ્રેક બનાવવા કામગીરી શરૂ
    Next Article
    પાટણમાં મહિલાઓએ સમૂહમાં કરવાચોથની પૂજા કરી:નાણાવટી સ્કૂલ પાસે ગીતાબેન પ્રજાપતિના આયોજનમાં મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment