Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં IN-SPACEની વાર્ષિક ઈન્ડસ્ટ્રી મીટ:3 સ્પેસ સ્ટાર્ટઅપ્સને મળશે આર્થિક પીઠબળ, 2043 સુધીમાં સ્પેસ ઈકોનોમીને 44 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય

    10 hours ago

    ભારતીય અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને વેગ આપવા માટે કાર્યરત ‘ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર’ (IN-SPACe) દ્વારા અમદાવાદમાં વાર્ષિક ઈન્ડસ્ટ્રી મીટનું આયોજન કર્યું હતું. બે દિવસ યોજાનારી આ મીટનો ઉદ્દેશ્ય ભારતીય સ્પેસ સેકટરના હિતેચ્છુ અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવવાનો હતો. આ મીટ દરમિયાન ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)એ પોતાની ટેકનોલૉજી એડોપ્શન ફંડ યોજના અંતર્ગત ફંડિંગ માટે ભારતીય બિન-સરકારી કંપનીઓના પ્રથમ સેટ તરીકે ત્રણ ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ્સ – એસ્ટ્રોબેઝ સ્પેસ ટેકનોલૉજીસ, સેટશ્યોર એનાલીટિક્સ ઇન્ડિયા અને TM2SPACE ટેકનોલોજીસની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંતરિક્ષ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, ઈસરોના ચેરમેન ડૉ.વી.નારાયણન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. 2047નું લક્ષ્યાંક હાંસલ કરવા આપણે ગ્લોબલ સ્ટ્રેટજીને ફોલો કરવી જ પડે કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ભારતમાં પહેલી વાર સ્પેસ સેક્ટરને અનોકિંગ કર્યું છે જેની કલ્પના પણ કોઈએ ક્યારેય નહોતી કરી, આ એક ક્રાંતિકારી નિર્ણય હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047નું જે લક્ષ્યાંક રાખ્યું છે, તેને જો પ્રાપ્ત કરવું હોય તો તેના માટે આપણે ગ્લોબલ સ્ટ્રેટજીને ફોલો કરવી જ પડે. આ સાથે જ ગ્લોબલ બેન્ચ માર્ક પર પણ ખરાં ઉતરીએ. આ ત્યારે જ સંભવ છે જ્યારે પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર એક સાથે મળીને કામ કરે. તેમણે ઉમેર્યું કે, મારો પાંચ વર્ષનો અનુભવ છે જેના આધારે કહી શકું છું કે, એટલું માનવીય પોટેન્શિયલ હતું. ડો વિક્રમ સારાભાઈ થી લઈને અત્યાર સધીની જે વિરાસત હતી અંતરિક્ષની એ બેમિસાલ હતી. પણ તેને અનુકૂળ વાતાવરણ નહોતું મળ્યું તેને પ્રધાનમંત્રીએ પુરું કર્યું છે. આજે સિંગલ ડિજિટથી 400 સ્ટાર્ટઅપ સુધી આપણે પહોંચી ગયા છીએ. આ મીટમાં અમે ઈન્ડસ્ટ્રીઝના લોકોને મળ્યાં અને તેમની પાસેથી પણ માહિતી મેળવી છે. દર વર્ષે એક ખૂબ જ મોટી કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ IN-SPACeના ચેરમેન ડૉ. પવન ગોએન્કાએ કહ્યું હતું કે, અમે ભારત સરકારની એજન્સી છીએ. અમારું એ કામ છે કે અમે સ્પેસને કેવી રીતે પ્રમોટ કરી શકીએ. અમે દર વર્ષે એક ખૂબ જ મોટી કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ જેમાં ઈન્ડસ્ટ્રીઝના લોકોને બોલાવીએ છીએ સાથે જ ઈસરોના અધિકારીઓ પણ આવે છે. અમદાવાદમાં 300 કરોડના ખર્ચે નવું એક ટેક્નિકલ સેન્ટર પણ તૈયાર કરાશે અહીં અમે સ્પેસ ઈન્ડસ્ટ્રીઝને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ તેના પર ફોકસ કરતાં હોઈએ છીએ સાથે જ લોકોના સજેસન્સ પણ લઈએ છીએ. આ વખતે ઘણાં સજેસન્સ લોકોના આવ્યાં છે. અમે એ પણ ઉદ્દેશ્ય લીધો છે કે 2043 સુધીમાં 44 બિલિયન ડોલર સ્પેસની ઈકોનોમીને પહોંચાડીએ. આ માટે ખૂબ જ કામ કરવું પડશે. અમે અમદાવાદમાં 300 કરોડના ખર્ચે નવું એક ટેક્નિકલ સેન્ટર પણ તૈયાર કરવાના છીએ. તેમણે ઉમેર્યું કે, ટેકનોલૉજી એડૉપ્શન ફંડ (TAF) અંતર્ગત આ પ્રોજેક્ટની પસંદગી એ ભારતીય ખાનગી કંપનીઓને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ ક્ષેત્રમાં લીડર બનાવવાના અમારા અભિયાનમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ફંડ મારફતે અમારો ઉદ્દેશ પ્રારંભિક તબક્કામાં વિકાસ અને વાણિજ્યિક સફળતા વચ્ચે એક મહત્વપૂર્ણ અંતરને દૂર કરવાનો છે. આ નાણાકીય પીઠબળ આપીને અમે ખાનગી ક્ષેત્રને અત્યાધુનિક અંતરિક્ષ ટેકનોલૉજી પર કામ કરવા સક્ષમ બનાવી રહ્યાં છીએ. આ પ્રોજેક્ટ નવીન વિભાવના જ નથી, પરંતુ આ વ્યવહારિક અને બજાર માટે તૈયાર સમાધાન છે, જે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ અર્થતંત્રમાં અમારી કામગીરીને વધારશે
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026ના અમલ પર ભાર:કલેકટરે અધિકારીઓને બલ્ક વેસ્ટ જનરેટર્સની ઓળખ, તેના રિપોર્ટિંગ સમયસર પૂર્ણ કરવા તાકીદ કરી
    Next Article
    દહેજ SEZ દેશના ટોચના નિકાસ કેન્દ્રોમાં સામેલ:રૂ.10,424 કરોડની નિકાસ સાથે હજારોને રોજગારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment