Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજ SEZ દેશના ટોચના નિકાસ કેન્દ્રોમાં સામેલ:રૂ.10,424 કરોડની નિકાસ સાથે હજારોને રોજગારી

    8 hours ago

    ભરૂચ જિલ્લાનું દહેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) દેશના અગ્રણી ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્રોમાં સ્થાન પામ્યું છે. છેલ્લા 12 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં આવેલા પરિવર્તનના ભાગરૂપે દહેજ SEZએ નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. દહેજ SEZના વિકાસ કમિશનર અનુપમ કુમારે એક વીડિયો પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ઉદ્યોગલક્ષી અને નિકાસમુખી નીતિઓને કારણે SEZએ અભૂતપૂર્વ વિકાસ હાંસલ કર્યો છે. તેમણે ઉમેર્યું કે દહેજ SEZ દ્વારા PCPIR વિસ્તારમાં ઔદ્યોગિકીકરણને વેગ મળ્યો છે, જેનાથી ભરૂચ જિલ્લો વૈશ્વિક વેપારના નકશા પર મજબૂત રીતે ઉભરી રહ્યો છે. હાલમાં, દહેજ SEZમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત 74 ઔદ્યોગિક એકમો આવેલા છે. વર્ષ 2025-26 દરમિયાન, દહેજ SEZએ કુલ રૂ.10,424.31 કરોડની નિકાસ નોંધાવી હતી, જે તેની વધતી ક્ષમતા દર્શાવે છે. રોજગારી સર્જનમાં પણ દહેજ SEZનું યોગદાન નોંધપાત્ર છે. અત્યાર સુધીમાં, આ ઝોન દ્વારા 23,198 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે, જેમાં 10,882 પ્રત્યક્ષ અને 12,316 પરોક્ષ રોજગારીનો સમાવેશ થાય છે. આનાથી ભરૂચ જિલ્લાના હજારો પરિવારોના જીવનધોરણમાં સુધારો થયો છે. દહેજ SEZનો કુલ વિસ્તાર 1152.94 હેક્ટર છે, જેમાં હાલમાં બે ઝોન કાર્યરત છે. પખાજણ ગામ નજીક આશરે 650 હેક્ટર વિસ્તાર ધરાવતો ત્રીજો ઝોન આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. આ ત્રીજા ઝોનના વિકાસથી નવા ઉદ્યોગો, વધુ રોકાણ અને રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. રાષ્ટ્રીય સ્તરે પણ દહેજ SEZએ મજબૂત ઓળખ બનાવી છે. વેપારી નિકાસની દ્રષ્ટિએ તે દેશના તમામ SEZમાં નવમા ક્રમે છે. ખાસ કરીને, કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ માલ અને પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં તે ચોથું સ્થાન ધરાવે છે. અમેરિકા, બ્રાઝિલ, યુએઈ, ચીન અને જર્મની જેવા દેશોમાં નિકાસની દ્રષ્ટિએ પણ દહેજ SEZ દેશના અગ્રણી ઝોનમાં સ્થાન ધરાવે છે. ઔદ્યોગિક વિકાસ, વિશાળ નિકાસ, વૈશ્વિક વેપારમાં વધતી હાજરી અને હજારો લોકોને મળતી રોજગારીને કારણે દહેજ SEZ આજે ભરૂચ જિલ્લાના આર્થિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આગામી સમયમાં ત્રીજા ઝોનના અમલીકરણ સાથે, ભરૂચ જિલ્લો દેશના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ તરીકે વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં IN-SPACEની વાર્ષિક ઈન્ડસ્ટ્રી મીટ:3 સ્પેસ સ્ટાર્ટઅપ્સને મળશે આર્થિક પીઠબળ, 2043 સુધીમાં સ્પેસ ઈકોનોમીને 44 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય
    Next Article
    अहमदाबाद विमान हादसे का 1 साल: भावुक हुए पूर्व CM विजय रूपाणी के बेटे, जांच पर कही ये बड़ी बात

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment