Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IIT રૂરકીએ JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર કર્યું:આદિત્ય ઠાકુરે 22માં AIR રેન્ક સાથે ગુજરાતમાં ટોપ કર્યું, 1000માં 7 જેટલા અમદાવાદના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું

    2 weeks ago

    ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) રૂરકીએ JEE એડવાન્સ્ડ પરિણામ 2026 જાહેર કર્યા છે. કોટાના વિદ્યાર્થી શુભમે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે અને કબીરે બીજો ક્રમ મેળવ્યો છે. પરિણામ જાહેર થતાં જ કોટામાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. આ સતત ત્રીજા વર્ષે કોટાએ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. વિદ્યાર્થીઓને તેમનો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર JEE એડવાન્સ્ડ ઉમેદવાર પોર્ટલ પર લોગિન કરવું પડશે. લોગિન કરવા માટે જરૂરી વિગતો JEE એડવાન્સ્ડ રોલ નંબર, જન્મ તારીખ અને મોબાઇલ નંબર નાખીને પરિણામ જોઈ શકશે. IIT રૂરકી દ્વારા JEE એડવાન્સ્ડ 2026 કટઓફ પણ પરિણામો સાથે જાહેર કર્યા આ વર્ષે કુલ 10,107 વિદ્યાર્થીનીઓ ક્વોલિફાય થઈ છે. વિદ્યાર્થીનીઓમાં પણ દિલ્હી ઝોનની આરોહી દેશપાંડેએ જીત મેળવી છે, જેને 280 ગુણ સાથે 77મો ક્રમ મેળવ્યો છે. IIT રૂરકી દ્વારા JEE એડવાન્સ્ડ 2026 કટઓફ પણ પરિણામો સાથે જાહેર કર્યા છે. JEE એડવાન્સ્ડ 2026 માટે કુલ 1,87,389 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 1,79,694 ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા અને 56,880 ઉમેદવારો ક્વોલિફાઇ થયા છે. ગુજરાતમાં આદિત્ય ઠાકુરે નામના વિદ્યાર્થી ટોપર બન્યો છે. તેનો મુંબઈ ઝોનમાં 5મો અને ઓવરઓલ 22મો રેન્ક મેળવ્યો છે. જોકે, ટોપ-500માં કુલ 4 અને ટોપ-1000માં 7 જેટલા અમદાવાદના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ માટે 56,880 જેટલા વિદ્યાર્થીઓ લાયક JEE એડવાન્સ્ડના પરિણામોની જાહેરાત બાદ સફળ ઉમેદવારો જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી 2026 કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ વર્ષની કાઉન્સેલિંગ પ્રક્રિયા અનોખી છે, જેમાં પ્રવેશ માટે 12મા ધોરણના ગુણ કે ટકાવારીની કોઈ આવશ્યકતાઓ નથી. જોકે અંતિમ સીટ ફાળવણી પાત્રતા માપદંડો અને આવશ્યકતાઓને પૂર્ણ કરવા પર આધારિત રાખવામાં આવી છે. JEE એડવાન્સ્ડના પરિણામ સાથે દેશભરની 23 IIT માં B.Tech, Integrated M.Tech અને Dual Degree અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ માટે લગભગ 56,880 જેટલા વિદ્યાર્થીઓને લાયક જાહેર કરવામાં આવ્યા છે. MBA કરવાનો પણ વિચાર છે અને વચ્ચે સ્ટાર્ટઅપ કરવાની પણ તૈયારીઓ કરી રહ્યો છું ઓલ ઈન્ડિયા 744 રેન્ક મેળવનાર જયે જણાવ્યું હતું કે, હું IIT ગુવાહાટીમાં કોમ્પ્યુટર સાયન્સ કરવા મળે એવી આશા રાખી રહ્યો છું. જે બાદ MBA કરવાનો પણ વિચાર છે અને વચ્ચે સ્ટાર્ટઅપ કરવાની પણ તૈયારીઓ કરી રહ્યો છું. હું છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યો છું. મારા કેટલાક મિત્રોએ NEETની પરીક્ષા આપી હતી પરંતુ, એવું સામે આવ્યું હતું પેપર લીક થયું હોવાથી પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેથી અમને પણ થોડો ડર લાગી રહ્યો હતો. પરંતુ JEEની પરીક્ષામાં પેપર લીક ખૂબ ઓછા થાય છે. ખૂબ સારી રીતે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જેથી પેપર લીક થવાની શક્યતા ખૂબ ઓછી રહેતી હોય છે. JEE ક્વોલિફાય કરેલી વિદ્યાર્થીની શ્રેષ્ઠા રોયે જણાવ્યું હતું કે, આજે JEE ક્વોલિફાય કરવાની ખૂબ ખુશી થઈ રહી છે. દરરોજ 10 કલાક સુધી અભ્યાસ કર્યો છે. તેમજ જે પણ પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરાવ્યા હતા. સવારથી લઈને સાંજ સુધી શિડયુલ બનાવીને તૈયારી કરી હતી. સતત પ્રયાસ કરવાથી ક્વોલિફાઇ થઈ જવાય છે. શિક્ષકો જેટલું મટીરીયલ પ્રોવાઇડ કરે છે તેના આધારે તૈયારી કરવાથી સરળતાથી ક્વોલિફાય થઈ જવાય છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખના સમર્થનમાં દલિત સમાજના ધરણાં:દેવરાજ ગોહિલનો કેસ પાછો ખેંચવાની માગ, પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    લગ્નની લાલચ આપી મહિલા પોલીસકર્મી સાથે છેતરપિંડી:આરોપીએ સોનાની ચેઈન પડાવી ફાઇનાન્સમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન લઈ લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment