Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નની લાલચ આપી મહિલા પોલીસકર્મી સાથે છેતરપિંડી:આરોપીએ સોનાની ચેઈન પડાવી ફાઇનાન્સમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન લઈ લીધી

    2 weeks ago

    વડોદરાના પ્રતાપનગર હેડ ક્વાર્ટર્સ ખાતે એ.ડી.આઈ. તરીકે ફરજ બજાવતા એક મહિલા પોલીસકર્મી સાથે લગ્નની ખોટી લાલચ આપી સોનાની ચેઈન અને રોકડા રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ મહિલા પાસેથી સોનાની ચેઈન પહેરવા માટે માંગી, બાદમાં તેને પરત ન આપી મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન લઈ લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહિલા પોલીસકર્મી સાથે છેતરપિંડી ફરિયાદ અનુસાર, પ્રતાપનગર પોલીસ લાઈનમાં રહેતા અને વર્ષ 2016થી પોલીસ વિભાગમાં કાર્યરત ઉષાબેન રોહિત (ઉં.વ. 33) ના પ્રથમ લગ્ન બાદ વર્ષ 2020માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ પરિવારજનોના માધ્યમથી તેમના બીજા લગ્ન માટે વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામના વતની ભાવેશ ચૌહાણ સાથે વાતચીત ચાલી હતી. બંને પરિવારોની સંમતિથી મે-2024માં તેમનું સગપણ (સગાઈ) નક્કી થયું હતું. 'તમારી ચેઈન સારી છે, મને થોડા દિવસ પહેરવા આપો' સગપણ નક્કી થયા બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. ઓગસ્ટ-2024માં ભાવેશ ચૌહાણ ઉષાબેનના ઘરે આવ્યો ત્યારે તેણે ઉષાબેનના ગળામાં રહેલી સોનાની ચેઈન જોઈને કહ્યું કે, "તમારી ચેઈન સારી છે, મને થોડા દિવસ પહેરવા માટે આપો, હું પછી પરત આપી દઈશ." આરોપીએ રોકડા લીધા, મોબાઈલ ખરીદાવ્યો ભાવેશ પર વિશ્વાસ રાખીને ઉષાબેને પોતાની આશરે 12.950 ગ્રામ વજનની સોનાની ચેઈન તેને પહેરવા આપી દીધી હતી. આ ઉપરાંત, ભાવેશે લગ્નના સગપણના બહાને અગાઉ ₹20,000 રોકડા પણ લીધા હતાં, જેમાંથી ₹15,000 પરત કર્યા હતા અને એક નવો મોબાઈલ પણ ખરીદાવડાવ્યો હતો. લગ્નનું સગપણ તોડી નાખ્યું ને સોનાની ચેઈન પરત માંગી નવરાત્રી બાદ ભાવેશે ઉષાબેન સાથે વાતચીત ઓછી કરી દીધી હતી અને લગ્ન કરવા માટે અવનવા બહાના કાઢવાનું શરૂ કર્યું હતું. આથી શંકા જતાં ઉષાબેને લગ્નનું સગપણ તોડી નાખ્યું હતું અને પોતાની સોનાની ચેઈન પરત માંગી હતી. જોકે, ભાવેશ ચેઈન પરત આપવામાં ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. સોનાની ચેઈન પડાવી ફાઇનાન્સમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન લઈ લીધી જ્યારે આ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી અને વધુ તપાસ કરાઈ, ત્યારે જાણવા મળ્યું કે ભાવેશ ચૌહાણે ઉષાબેનની એ સોનાની ચેઈન પોતાની પાસે રાખવાને બદલે મુથુટ ફાઇનાન્સની આજવા કમલા નગર તળાવ બ્રાન્ચમાં ગીરવે મૂકીને ગોલ્ડ લોન મેળવી લીધી હતી. હાલ આ મામલે ભોગ બનનાર મહિલા પોલીસકર્મી દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    IIT રૂરકીએ JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર કર્યું:આદિત્ય ઠાકુરે 22માં AIR રેન્ક સાથે ગુજરાતમાં ટોપ કર્યું, 1000માં 7 જેટલા અમદાવાદના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું
    Next Article
    Panchmalah Crop Damage News | પંચમહાલમાં વાવાઝોડાથી કેરીને મોટાપાયે નુકસાન | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment