Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખના સમર્થનમાં દલિત સમાજના ધરણાં:દેવરાજ ગોહિલનો કેસ પાછો ખેંચવાની માગ, પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી

    2 weeks ago

    જામનગરના લાલબંગલા સર્કલ ખાતે દલિત સમાજ દ્વારા ખીમરાણા ગામની ઘટના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દલિત આગેવાન દેવરાજ ગોહિલ સામે દાખલ કરાયેલા ગુનાને પરત ખેંચવાની માંગ સાથે સમાજના લોકોએ એકઠા થઈને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ​પોલીસની કામગીરી સામે આક્ષેપ અને સૂત્રોચ્ચાર ​મોટી સંખ્યામાં લાલબંગલા સર્કલ ખાતે એકઠા થયેલા દેખાવકારોનો આક્ષેપ છે કે, ખીમરાણા ગામમાં દારૂબંધીના મુદ્દે અવાજ ઉઠાવનાર દલિત આગેવાન દેવરાજ ગોહિલ સામે પોલીસે કોઈના દબાણમાં આવીને તદ્દન ખોટો ગુનો નોંધ્યો છે. આ અન્યાયી કાર્યવાહી સામે સમાજના લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ​ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ​દલિત આગેવાનોના મતે, જે વ્યક્તિ સામાજિક કુરિવાજો અને દારૂબંધી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને પ્રોત્સાહન આપવાને બદલે પોલીસ તંત્ર દ્વારા તેની સામે જ પક્ષપાતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ​તંત્રને પ્રદર્શનકારીઓની ચીમકી પ્રદર્શનકારીઓએ વહીવટી તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો દેવરાજ ગોહિલ સામેનો કેસ તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સમગ્ર ઘટના શું હતી? જામનગરના પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ઘટના બની હતી. પોલીસ કર્મચારી નિર્મલસિંહ જાડેજા અને અન્ય સાક્ષીઓ દારૂ ભરેલી ઇનોવા કાર પકડીને જપ્તીની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા. તે સમયે દેવરાજ ગોહિલ ત્યાં ધસી આવ્યા હતા અને પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. દેવરાજ ગોહિલે ઇનોવા કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ફરિયાદી નિર્મલસિંહ જાડેજાએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે દેવરાજ ગોહિલે તેમની ફરજમાં રૂકાવટ ઊભી કરી. તેમણે ફરિયાદીને છાતીના ભાગે કોણી મારીને મૂઢ ઇજા પહોંચાડી હતી. આ ગુના અંગે પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકમાં કલમ-121(1) અને 309(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ કરનાર અધિકારી દ્વારા આરોપી દેવરાજ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. જામનગરમાં ફરજમાં રૂકાવટ, પોલીસ પર હુમલો અને દારૂ લૂંટવાના પ્રયાસના ગંભીર કેસમાં જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજ ગોહિલને અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. પંચકોશી એ-ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ વકીલોની દલીલોને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વાઘેશ્વરી તળાવનાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવા માંગ:18 કરોડ ફાળવ્યા છતાં વાઘેશ્વરી તળાવનું કામ બે વર્ષથી અધૂરું, જળસંચય અને પર્યટનને વેગ આપવા ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવા માંગ
    Next Article
    IIT રૂરકીએ JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર કર્યું:આદિત્ય ઠાકુરે 22માં AIR રેન્ક સાથે ગુજરાતમાં ટોપ કર્યું, 1000માં 7 જેટલા અમદાવાદના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment