Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા:IIML ફાયનાન્સ સાથે 30 લાખની ગોલ્ડ લોનના નામે છેતરપિંડી કરનાર પકડાયો

    14 hours ago

    મોડાસાની IIML ફાયનાન્સમાં ગોલ્ડ લોન કરવાનું કહીને રૂ. 30 લાખની છેતરપિંડી આચરનાર આરોપીને ટાઉન પોલીસે મોડાસાની સહયોગ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીએ ત્રિવેણી ફાયનાન્સમાં પોતાની ગોલ્ડ લોન ચાલતી હોય તેનું વ્યાજ વધુ હોવાનું કહીને આઈઆઈએમએલ ફાયનાન્સમાંથી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી ત્રિવેણી ફાયનાન્સમાંથી સોનાના ઘરેણાં છોડાવી બારોબાર રફૂચક્કર થઈ જતાં તેની વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ધનસુરાના દોલપુરનો વિષ્ણુ દેસાઈ મોડાસામાં IIML ફાયનાન્સમાં ગયો હતો અને તે કર્મચારીને કહી રહ્યો હતો કે મારી ત્રિવેણી ફાયનાન્સમાં રૂ.30 લાખની ગોલ્ડ લોન ચાલે છે. પરંતુ તેમાં વ્યાજ વધુ હોવાથી મારે સોનાના દાગીના છોડાવીને તમારી IIML ફાયનાન્સમાં ગોલ્ડ લોન કરવી છે તેમ કહીને ફાયનાન્સના કર્મચારીઓને વિશ્વાસમાં લઈ પોતાના ખાતામાં રૂ.30 લાખ ટ્રાન્સફર કરાવી મોડાસામાં ચાલતી ત્રિવેણી ફાયનાન્સમાં પોતાના સોનાના ઘરેણા છોડાવીને આ ઘરેણા IIML ફાયનાન્સમાં જમા કરાવવાને બદલે તે બારોબાર દાગીના લઈને પલાયન થઈ જતાં તેની વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં રૂ.30 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ટાઉન પીઆઇઆરડી ચૌધરીએ તપાસ દરમિયાન આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. રાઠોડ અને સતીશકુમાર દીપસિંહએ આરોપીને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી વિષ્ણુભાઈ જગજીવનભાઈ દેસાઈ રહે. દોલપુર તા.ધનસુરા મોડાસાની સહયોગ ચોકડી પાસે ઉભો હોવાની માહિતીના આધારે પોલીસે તેને છેતરપિંડીના ગુનામાં ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હુમલો કર્યા બાદ જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી‎:ઇચ્છાપગીના મુવાડામાં પ્રેમસંબંધની શંકાએ માતા પુત્ર પર 3 લોકોનો હુમલો
    Next Article
    વિરોધ પ્રદર્શન:મલ્લિકાર્જુન ખડગેના અપમાન અને રાહુલ ગાંધી સામે ફરિયાદ રદ કરવા કોંગ્રેસના ધરણાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment