Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ પ્રદર્શન:મલ્લિકાર્જુન ખડગેના અપમાન અને રાહુલ ગાંધી સામે ફરિયાદ રદ કરવા કોંગ્રેસના ધરણાં

    14 hours ago

    અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મલ્લિકાર્જુન ખડગેના અપમાન અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે ખોટી એફઆઇઆર કરી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસે શામળાજી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદેશ કોંગ્રેસ એસટી સેલના ચેરમેન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારગી સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસ સમિતિના જિલ્લા ઇન્ચાર્જ પ્રમુખ કમલેશ કમલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ઉત્તરાખંડના હલદવાની ક્ષેત્રમાં કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેનું થયેલું અપમાન અને શુદ્ધિકરણના મામલે વિપક્ષી નેતા રાહુલ ગાંધી એ અવાજ ઉઠાવતા તેમની સામે ખોટી એફઆઈઆર કરી છે. ધરણાં કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ જાડેજા પૂર્વ વિપક્ષ નેતા, બળવંતસિંહ અનિલભાઈ તાલુક પંચાયત પ્રમુખ, દિનેશભાઇ વિસાત, સુરેશભાઇ નિનામા સહિત મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગરના મોતીપુરા સર્કલે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ઉત્તરાખંડની ઘટના, અસૃશ્યતાની રાજનીતિ અને રાષ્ટ્રીય નેતાઓ સામેના ખોટા કેસો વિરુદ્ધ ધરણાં અને વિરોધ પ્રદર્શન કરાયું હતું.કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ વી. સોલંકી, પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ સહિતના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોડાસા:IIML ફાયનાન્સ સાથે 30 લાખની ગોલ્ડ લોનના નામે છેતરપિંડી કરનાર પકડાયો
    Next Article
    SCO vs G7: How The Emerging Bloc Is Challenging Decades Of Western Dominance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment