Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IIM રોડ પર 50 વર્ષ જૂના વૃક્ષો વચ્ચે મંડળી ગરબા:બ્લુ બટરફ્લાયમાં ઢોલ નગારાના તાલ સાથે પક્ષીઓનો કલરવ સંભળાશે, જૂની પરંપરા અને ગબ્બર સાથે માતાજીની આરાધના

    14 hours ago

    અમદાવાદીઓને ગરબા રમવા માટે હવે દૂર નહીં જવું પડે શહેરની વચ્ચોવચ મંડળી ગરબાના તાલે ગરબા રમી શકશે. શહેરની વચ્ચે અને કોઈપણ ઘોંઘાટ વગર ખેલૈયાઓ અટીરામાં આવેલા બ્લુ બટરફ્લાય ગરબામાં ગ્રીનરી વચ્ચે ગરબાની રમઝટ બોલાવશે. અમદાવાદના IIM રોડ પર આવેલા અટીરામાં 9 દિવસ સુધી બ્લુ બટરફ્લાય ગરબાનું આયોજન કરાયું છે. જેમાં ખેલૈયાઓ ગરબાની સાથે જૂની પરંપરા અને કુદરતી વાતાવરણનો અનોખો અનુભવ મળશે. શહેરની વચ્ચે આવેલા અટીરાના વર્ષો જૂના વૃક્ષો અને ગ્રીનરી વચ્ચે ગરબાનું આયોજન કરાયું છે. અગાઉ સોસાયટીઓમાં ગબ્બર બનાવી માતાજીની મૂર્તિ બિરાજમાન કરી નવ દિવસ સુધી આરાધના કરવાની જે પરંપરા હતી, તેને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે. વાંસ, બંબુ, માતાજીની મૂર્તિઓ અને શ્રીફળના તોરણથી ડેકોરેશન બ્લુ બટરફ્લાય ગરબામાં ગબ્બર બનાવી તેમાં માતાજીને બિરાજમાન કરાશે અને સમગ્ર ગરબા ગ્રાઉન્ડમાં વાંસ, બંબુ, જૂની વસ્તુઓ, માતાજીની મૂર્તિઓ અને શ્રીફળના તોરણથી ડેકોરેશન ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જવાનું છે. બ્લુ બટરફ્લાય થીમ હેઠળ કુદરતી વૃક્ષો પર બટરફ્લાય અને લાઇટિંગ લગાવાશે, જેના કારણે રાત્રિના સમયે પણ ગ્રીનરીમાં જ ગરબા રમતા હોય તેવો ખેલૈયાઓને અનુભવ થવાનો છે. ગરબા રમવા આવતા ખેલૈયાઓને માત્ર ડેકોરેશન જ નહીં, પરંતુ શહેરની વચ્ચે કુદરતની વચ્ચે ગરબા રમવાનો અનુભવ મળશે. અટીરાના આશરે 50થી 60 વર્ષ જૂના વૃક્ષો વચ્ચે લાઇટિંગ એવી રીતે કરવામાં આવશે કે આખું ગ્રાઉન્ડ હરિયાળું અને મનમોહક લાગશે આસપાસના પક્ષીઓનો કુદરતી કલરવ ગરબાના માહોલને વધુ ખાસ બનાવશે. ગબ્બર પર માતાજીને બિરાજમાન કરાશે, 9 દિવસ પૂજા બ્લુ બટરફ્લાય ગરબાના આયોજક ધર્મેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, શહેરની વચ્ચોવચ આવેલા અટીરામાં બ્લુ બટરફ્લાય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે જુની પરંપરાના આધારે થીમ રાખવામાં આવી છે. પહેલા જ્યારે લોકો સોસાયટીઓમાં ગબ્બર બનાવીને માતાજીની મૂર્તિ મૂકીને આરાધના કરતા હતા તે જ પ્રકારનું આયોજન આ વખતે કરવામાં આવ્યું છે. જૂની પરંપરાને જાળવી રાખવા ડેકોરેશનની સાથે સાથે ગબ્બર પણ બનાવવામાં આવી રહ્યો છે. ગબ્બર પર માતાજીને બિરાજમાન કરવામાં આવશે અને 9 દિવસ સુધી પૂજા કરવામાં આવશે. શહેરની વચ્ચે આયોજન કર્યું હોવા છતાં ખૂબ ગ્રીનરીના કારણે ગરબા રસિકોને ફાયદો થવાનો છે. નેચરલ કલરવના અવાજથી ખેલૈયાઓને વધુ મજા આવશે ‘અમદાવાદના તમામ લોકોને નજીક પડે તેવી જગ્યાએ ગરબાનું આયોજન કરાયું છે.તેમજ CCTVની સાથે સાથે બાઉન્સર પણ રાખવામાં આવશે. બ્લુ બટરફ્લાય થીમ રાખવામાં આવી છે. જેમાં જે પણ નેચરલ વૃક્ષ છે તેને લાઈટિંગ અને બટર ફ્લાય લગાવવામાં આવશે. તેમજ એન્ટ્રી ગેટ પર જૂની વસ્તુઓ મૂકવામાં આવશે. જેમાં માતાજીની મૂર્તિઓ અલગ અલગ જૂની વસ્તુઓ, શ્રીફળના તોરણ પણ એન્ટ્રી ગેટ પર લગાવવામાં આવશે. બધી જગ્યાએ મંડળી ગરબાનું આયોજન તો થતું જ હોય છે પરતું તેની સાથે સાથે અમારા ત્યાં ગ્રીનરી વચ્ચે ગરબા થશે. તેમજ પક્ષીઓનો જે નેચરલ કલરવનો અવાજ છે ખેલૈયાઓને વધુ મજા આવશે.’ એન્ટ્રી પર ધર્મના લખાણ સાથેના પડદા લગાવાશે સમીરભાઈ કહ્યું કે, અટીરા આઝાદી પહેલાની જગ્યા છે જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જે પણ વૃક્ષો છે તે 50 થી 60 વર્ષ જૂના છે. લોકોને પોતાના દીકરા દીકરી ગરબા રમવા મોકલવા માટે કોઈ ચિંતા ન થાય તે માટે શહેરની વચ્ચે ગરબાનું આયોજન કર્યું છે. તમામ ડેકોરેશન બંબુ અને વાંસથી કરવામાં આવી રહ્યું છે. જેમાં બ્લુ બટરફ્લાય અને વાંસથી બનાવવામાં આવેલી એન્ટ્રી પર ધર્મના લખાણ સાથેના પડદા પણ લગાવવામાં આવશે. 'તેમજ અલગ અલગ કટવેજ પણ તમામ વૃક્ષ પર લગાવવામાં આવશે. લાઈટિંગ પણ એ રીતે કરવામાં આવશે આખું મેદાન હરિયાળું હરિયાળું લાગે. પહેલા જે રીતે ઢોલ, નગારા અને વાંસળી પર ગરબા ગવાતા હતા, તે જ પ્રકારે બ્લુ બટરફ્લાય ગરબામાં પણ તેવું જ આયોજન કરવામાં આવ્યું છે. સિટીમાં સૌથી મોટું ગરબાનું આયોજન આ એક જ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. તેમજ જગ્યા પર તમામ લોકો માટે એકદમ સેફ છે. જે પણ દીકરા દીકરીઓ આવશે તે તમામ લોકો સેફ રીતે ગરબા રમી શકશે કોઈપણ તકલીફ તેમને પડશે નહીં.'
    Click here to Read More
    Previous Article
    સુરતમાં CAના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:સગીર પુત્રને લટકતો જોઈ માતાની ચીસ નીકળી ગઈ; 2009માં પતિ બાદ હવે દીકરો ગુમાવ્યો
    Next Article
    નવસારીમાં ગરબે ઘૂમતી ખેલૈયાઓની સુરક્ષા માટે 1100 જવાન તહેનાત:Night Vision ડ્રોન અને ઘોડેસવાર ટીમ રાખશે નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment