Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં CAના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:સગીર પુત્રને લટકતો જોઈ માતાની ચીસ નીકળી ગઈ; 2009માં પતિ બાદ હવે દીકરો ગુમાવ્યો

    15 hours ago

    સુરત શહેરમાં ડિપ્રેશન અને અગમ્ય કારણોસર યુવાનોના જીવન ટૂંકાવવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાંથી સામે આવી છે. મહાદેવનગર, પાવર હાઉસની બાજુમાં રહેતો અને CAનો અભ્યાસ કરતો 17 વર્ષીય અક્ષય વિક્રમ મોરે પોતાના ઘરમાં એકલો હતો, ત્યારે તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. માતા બહારથી પરત ફર્યા ત્યારે અક્ષયને લટકતી હાલતમાં જોઈ ચીસ નીકળી ગઈ હતી. અક્ષયને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મગજમાં શું ચાલતું હતું તે અમને સમજાયુ નહીંઃ મહેન્દ્ર મોરે આ સમગ્ર કરુણ ઘટના અંગે મૃતક અક્ષયના કાકા મહેન્દ્ર કિસન મોરેએ જણાવ્યું કે, અક્ષય સ્વભાવે ખૂબ જ શાંત હતો અને ભણવામાં તે ખૂબ તેજસ્વી હતો. તે CAનો અભ્યાસ કરતો હતો. સવારે તેનો મોટો ભાઈ નોકરી પર ગયો હતો અને તેની માતા શાકભાજી લેવા બહાર ગઈ હતી. ઘરમાં કોઈ નહોતું ત્યારે અક્ષયે આ પગલું ભરી લીધું. તેની માતા આશરે સાડા નવ વાગ્યે ઘરે આવી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. અક્ષયને કોઈ તકલીફ કે ડિપ્રેશન હોય તેવું ક્યારેય લાગ્યું નહોતું અને ઘરમાં પણ કોઈ વિવાદ નહોતો. પિતાનું 2009માં અવસાન થયું હતું પરિવારજનોના જણાવ્યા મુજબ, અક્ષયના પિતાનું 2009માં અવસાન થઈ ચૂક્યું હતું. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારમાં અક્ષય, તેની માતા અને મોટો ભાઈ સાથે રહેતા હતા. મોટો ભાઈ સુરતમાં રત્નકલાકાર તરીકે હીરા ઘસીને આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો. નાનો ભાઈ ભણી-ગણીને મોટો માણસ બનશે તેવી પરિવારને મોટી આશા હતી, પરંતુ તે પહેલાં જ તેણે અણધાર્યું પગલું ભરી લીધું. આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ બનાવની જાણ થતાં જ ગોડાદરા પોલીસ સ્મિમેર હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જબરદસ્તીથી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા:પ્રેમસંબંધ તોડીશ તો તારા પતિને કહી દેવાની ધમકી આપી પરિણીતાને બ્લેકમેલ કરતો, હોસ્પિટલમાં નોકરી કરતી 5 વર્ષની બાળકીની માતાને સંબંધ ચાલુ રાખવા પ્રેમીનું દબાણ
    Next Article
    IIM રોડ પર 50 વર્ષ જૂના વૃક્ષો વચ્ચે મંડળી ગરબા:બ્લુ બટરફ્લાયમાં ઢોલ નગારાના તાલ સાથે પક્ષીઓનો કલરવ સંભળાશે, જૂની પરંપરા અને ગબ્બર સાથે માતાજીની આરાધના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment