Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગરબે ઘૂમતી ખેલૈયાઓની સુરક્ષા માટે 1100 જવાન તહેનાત:Night Vision ડ્રોન અને ઘોડેસવાર ટીમ રાખશે નજર

    14 hours ago

    નવરાત્રીનો પ્રારંભ થતા, નવસારી જિલ્લામાં ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ સજ્જ છે. DySP એસ. કે. રાયે સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપી. 1100 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, જી.આર.ડી. અને ટી.આર.બી.ના જવાનો સુરક્ષા માટે તૈનાત છે. મોટા ગરબા અને શેરી ગરબાઓમાં અનિચ્છનીય ઘટનાઓ રોકવા ખાસ ટીમો પેટ્રોલિંગ કરશે. ઘોડેસવાર પોલીસ અવાવરું વિસ્તારો પર નજર રાખશે. મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે 'શી ટીમ' સાદા કપડાંમાં ગરબા ગ્રાઉન્ડમાં હાજર રહી રોમિયો પર વોચ રાખશે. સાયબર પોલીસ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતા કે ઉશ્કેરણીજનક કન્ટેન્ટ પોસ્ટ કરનારા સામે નજર રાખશે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. રાત્રિના સમયે અવાવરું અને સંવેદનશીલ સ્થળો પર Night Vision ડ્રોનથી સર્વેલન્સ થશે. નેત્રમ' CCTV કંટ્રોલ રૂમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'નેત્રમ' દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર CCTV કેમેરાથી 24x7 વોચ રખાશે. બ્રેથ એનાલાઈઝર ચેકિંગ પીધેલા વાહનચાલકો અને કાળા કાચ (Black Film) વાળી ગાડીઓ લઈને ફરતા અસામાજિક તત્વો સામે કડક ઝુંબેશ ચલાવાશે.
    Click here to Read More
    Previous Article
    IIM રોડ પર 50 વર્ષ જૂના વૃક્ષો વચ્ચે મંડળી ગરબા:બ્લુ બટરફ્લાયમાં ઢોલ નગારાના તાલ સાથે પક્ષીઓનો કલરવ સંભળાશે, જૂની પરંપરા અને ગબ્બર સાથે માતાજીની આરાધના
    Next Article
    "I've Come To Be Arrested": Moment Abhijeet Dipke Was Detained From Plane

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment