Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્લિપ્ત રાયે ગૂનેગારો સામે સકંજો કસ્યો:રાજકોટ રેન્જ IG એ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ

    18 hours ago

    રાજકોટના રેન્જ આઈ.જી. તરીકે બાહોશ ગણાતા નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ ગૂનેગારો સામે સકંજો કસ્યો હોય તેમ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની સચોટ બાતમી આપે તેને રૂ.5000 થી રૂ.20000 સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યું અને તેની બજવણીના પ્રયત્નો કરવામાં આવ્યા. આમ છતાં પણ આરોપીઓ આજદિન સુધી મળી આવ્યા નથી. જેથી આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને આરોપી વાઇઝ રોકડ ઈનામ જાહેર કરાયુ છે. પોલીસે જણાવ્યું છે કે ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી આરોપીઓ અંગે જો કોઇ સચોટ માહિતી કોઈને મળે તો રાજકોટ રેન્જ કચેરીના જે- તે જિલ્લાને જાણ કરવામાં આવે. ક્રમ - આરોપી - ક્યાં ગૂનો નોંધાયો - બાતમી આપનારને ઇનામ 1. લખવિંદરસિંગ સ્વરૂપસિંગ તોંડ (રહે.પંજાબ) - દેવભૂમિ દ્વારકા - રૂ.10000 2. ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા (રહે.રાજકોટ) - દેવભૂમિ દ્વારકા - રૂ.15000 3. અર્જુનસિંગ મોહન્તી ઉર્ફે રમેશ ઉર્ફે પંકજ ઉર્ફે પંડીત ઉર્ફે બ્રાહ્મણ (રહે.ભરૂચ તથા મુળ રહે.ઓરીસ્સા) - દેવભૂમિ દ્વારકા - રૂ.10000 4. કમા ઉર્ફે કમલેશ સાવલસિંગ મીનાવા (રહે. મધ્યપ્રદેશ) - દેવભૂમિ દ્વારકા - રૂ.5000 5. રાહુલ ઉર્ફે ખુમસિંગ સજનસિંગ બધેલ (રહે.મધ્યપ્રદેશ) - દેવભૂમિ દ્વારકા - રૂ.5000 6. દિનેશ જામસિંગ મેલા (રહે.મધ્યપ્રદેશ) - દેવભૂમિ દ્વારકા - રૂ.5000 7.આસુતોષ શીવધરન ત્રીપાઠી (રહે.ઉત્તરપ્રદેશ) - જામનગર - રૂ.5000 8. આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી (રહે.ઉતરપ્રદેશ) - જામનગર - રૂ.5000 9.મહેન્‍દ્ર કૃષ્‍ણબલદેવ તીવારી (રહે.ઉતરપ્રદેશ) - જામનગર - રૂ.5000 10. લાલજી કૈલાશભાઇ પંડયા (રહે.જામનગર) - જામનગર - રૂ.10000 11. બાલુ માનસિંગ બીલવાવ (રહે.મધ્‍યપ્રદેશ) - જામનગર - રૂ.5000 12. વસના ભુરા સરૂપા બીલવાલ (રહે.મધ્‍યપ્રદેશ) - જામનગર - રૂ.5000 13. કૈલાશ રામસીંગ અજનાર (રહે.મધ્‍યપ્રદેશ) - જામનગર - રૂ.5000 14. સંદિપ ગોકરણભાઇ પાસવાન (રહે.ઉત્તરપ્રદેશ) - મોરબી - રૂ.5000 15. રણજીતસિંહ ઉર્ફે રાણા બલવિરસિંહ મજબી/શીખ (પંજાબ) - મોરબી - રૂ.10000 16. સોનુસિંગ સતનામસિંગ જાટ (રહે.પંજાબ) - મોરબી - રૂ.10000 17. ગંગારામ છોટાડીલા ચતર (રહે.ઝારખંડ-બિહાર) - મોરબી - રૂ.10000 18. દેવાસી ઉર્ફે કનુ મદન પરી (રહે.ઓડીસા) - મોરબી - રૂ.5000 19. રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ (રહે.બિહાર) - મોરબી - રૂ.8000 20. ફારૂક હબીબ જામ (રહે.માળીયા મીયાણા, મોરબી) - મોરબી - રૂ.20000 21. વિવેક ઉર્ફે ટેલર અમરેંન્દ્રસીંહ વિષ્ણુદેવસિંહ ચંદેલ (રહે.બિહાર) - લોધીકા - રૂ.8000 22. રોહન બચાવપ્રસાદ રાવત (રહે.ઉત્તરપ્રદેશ) - વિરપુર - રૂ.8000 23. મુકેશ ઉર્ફે ધોળયો ઉર્ફે શૈલેન્દ્ર પુરખારા સરદારરામ ગોદારા (રહે.રાજસ્થાન) - વિંછીયા - રૂ.10000 24. રાજલખાન શખીમહંમદ મુસ્લીમ (રહે.મધ્યપ્રદેશ) - સુરેન્દ્રનગર - રૂ.5000 25. મનુભા માનસિહ ઝાલા (રહે.સુરેન્દ્રનગર) - સુરેન્દ્રનગર - રૂ.8000 26. અલીભાઇ નથુભાઇ ડફેર (રહે.સુરેન્દ્રનગર) - સુરેન્દ્રનગર - રૂ.10000 27. સંજુ ઉર્ફે ધર્મેશ બાબુલાલ ગુર્જર (રહે.રાજસ્થાન) - સુરેન્દ્રનગર - રૂ.5000 28. ડાલુરામ હાલુજી ગુર્જર (રહે.રાજસ્થાન) - સુરેન્દ્રનગર - રૂ.5000 29. ભીખાભાઇ ભુરાભાઇ કુના (રહે.મહારાષ્ટ્ર) - સુરેન્દ્રનગર - રૂ.20000
    Click here to Read More
    Previous Article
    રાજપર ગામે નીજીવી બાબતે યુવાન પર હુમલો:RCC રોડ પર પાણી છાંટવા બાબતે બાબતે ઝઘડો થયો, યુવક વિરમગામ હોસ્પિટલ દાખલ
    Next Article
    જમીન અને ફ્લેટ આપવાના બહાને ઠગાઈ:મોટા વેપારીની ઓળખ આપીને ગઠિયાએ પત્ની અને ભાઇ સાથે મળીને 41 કરોડ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment