Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરો જમીન પચાવી પાડવા માંગે છે, મરવા સિવાય છૂટકો નથી:રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની જનસંપર્ક સભામાં વ્યાજના ચક્રમાં ફસાયેલા 35 લોકોની રજૂઆત - રૂ.4 લાખના બદલામાં દોઢ કરોડની જમીન પચાવી પાડી

    11 hours ago

    રાજકોટ રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ બે દિવસીય જનસંપર્ક સભાનું આયોજન કરાયું છે. ગેરકાયદેસર નાણા ધીરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ માટેની આ જનસંપર્ક સભામાં આજે 1 એપ્રિલના પ્રથમ દિવસે વ્યાજખોરોથી પરેશાન 35 અરજદારોને રેન્જ આઇજી દ્વારા રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. જેમાં મોરબીમાં વ્યાજે લીધેલા રૂ.8 લાખ સામે પુરા નાણા ચૂકવી દીધા બાદ પણ રૂ.40 લાખનો પ્લોટ પચાવી પાડતા વ્યાજખોર સામે ફરિયાદ કરવામાં આવી હતી. જે વ્યાજખોરોએ મોરબીમાં બે પોલીસ અધિકારીને લાંચ આપતા પકડાવ્યા હતા. અન્ય કિસ્સામાં સુરેન્દ્રનગરમાં રૂ.1 લાખની સામે રૂ.4 લાખ ચૂકવી દીધા બાદ પણ રૂ.20 લાખની માંગણી અને જમીન પચાવી પાડવાની ધમકી અપાતી હોવાનું સામે આવ્યુ હતુ. જેને લીધે પરિવાર ગામ છોડી બહાર રહે છે અને આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવો વસવસો વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ગોંડલના રહેવાસીએ કોરોના મહામારી વખતે વ્યાજે લીધેલા રૂ.4 લાખ સામે સિક્યુરિટી પેટે રાખેલી રૂ.1.50 કરોડની જમીન રાજકોટના પટેલ ઇન્વેસ્ટમેન્ટના અલ્પેશ દોંગા દ્વારા પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ રેન્જ આઇજી સમક્ષ કરવામાં આવી હતી. ચિરાગભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, હાલ હું મોરબી રહું છું. મેં પ્રકાશભાઈ અને સતીષભાઈ પીઠમલ પાસેથી રૂ.8 લાખ વ્યાજે લીધેલા હતા. તે વખતે મેં મારા પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો હતો. તે વખતે અમારે એવી શરત હતી કે જ્યારે હું પૈસા પરત આપું ત્યારે પ્લોટનો દસ્તાવેજ પરત કરી આપે. મેં 8 માસ સુધી તેના પૈસા વાપર્યા જેનું મેં દર મહિને રૂ.24000 વ્યાજ આપ્યું. જે બાદ મેં રૂ.8 લાખ પરત આપ્યા પણ પછી મને મારો દસ્તાવેજ પરત કરવામાં ન આવ્યો. આ બાબતે મોરબી એ ડિવિઝન અને ગાંધીનગરમાં પણ અરજી કરેલી હતી. જ્યાંથી મને કોઈ જવાબ ન મળતા આજે રેન્જ આઈજી સમક્ષ આવવાની ફરજ પડી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને મોરબી A ડિવિઝન પોલીસ માંથી એવું કહેવામાં આવ્યું કે, તું તારા રૂ.5 લાખ લઈ લે અને રૂ.40 લાખનો દસ્તાવેજ ભૂલી જા. જોકે મે તે કરવાની ના પાડી કારણકે મારે રૂ.40 લાખનો પ્લોટ હતો અને તેથી કાયદેસર FIR કરવા માટે વાત કરી હતી. જોકે સામા પક્ષ પાસેથી લાંચ લેતા પોલીસ હિતેશ મકવાણા અને શુક્લા લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. જોકે રેન્જ આઇજી દ્વારા આ પ્રકરણમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે રસિકભાઈ ગોયલે જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સાંગોલ ગામમાં રહીએ છીએ. ટ્રેકટરના હપ્તા ભરવા માટે શિરવાણીયા ગામના ઉદય ખવડ પાસેથી રૂ.1 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે રૂ.4 લાખ ચૂકવી દીધા બાદ પણ રૂ.20 લાખ માંગે છે. આ ઉપરાંત મારી 10 વિઘા જમીન પચાવી પાડવા દબાણ કરે છે. જેનાથી કંટાળી છ મહિનાથી પરિવાર સાથે ગામથી દુર રહું છું. ધજાળા પોલીસમાં મારા ભાઈએ અરજી કરી પણ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી. અમે છૂટકારો મેળવવા માંગીએ છીએ અન્યથા અમે મરવા તૈયાર છીએ. આ ઉપરાંત ધનજીભાઈ મોરીએ જણાવ્યું હતું કે, હું ગોંડલ રહું છું અને કોરોના મહામારી દરમિયાન પૈસાની જરૂરિયાત હોવાથી મિત્ર મનીષ દાફડા મારફત રાજકોટમાં પટેલ ઇન્વેસ્ટમેન્ટમાંથી 3 ટકા લેખે રૂ.4 લાખ લીધા હતા. જેની સામે સિક્યુરિટી પેટે જમીન આપી હતી. જે બાદ 6 માસ સુધી વ્યાજ ભર્યું પરંતુ તે પાર્ટી ઉઠવાની તૈયારી હોય તેવું લાગતા વ્યાજ ભરવાનું બંધ કરી દીધું. જ્યાં ટ્રસ્ટી અલ્પેશ દોંગા હતા. જેમણે ભારતીબેન પરસાણાના નામનો અમારી જમીનનો પાકો દસ્તાવેજ કરાવી નાખ્યો. હવે તેઓ એવું કહે છે કે અમે વેચાતી જમીન લીધી છે. રૂ.1.50 કરોડની કિંમતની 3 એકરની જમીન પચાવી પાડી છે. જેથી મને મારી જમીન પરત જોઈએ છે. જ્યારે પ્રીતિબેન ભાવસારે જણાવ્યુ હતુ કે, હું વાંકાનેર રહું છું. દિકરાના કોલસાના બિઝનેસમાં જરૂરિયાત માટે વેવાઇ શ્યામ કુંવારીયા પાસેથી રૂ.11 લાખ વ્યાજે લીધા હતા. જે બાદ પણ વધુ રૂ.21 લાખ માંગે છે. મારા પતિ 9 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. મારી દીકરીના પણ છૂટાછેડા થઈ ગયા છે. જેથી ન્યાય મળે તેવી માંગણી છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે LSG vs DC:લખનઉએ 9 ઓવરમાં 4 વિકેટ ગુમાવી, એન્ગિડીએ પૂરનને બોલ્ડ કર્યો; પંત-માર્કરમ પણ આઉટ
    Next Article
    તબીબને બ્લેકમેલ કરી ખંડણી માંગવા કેસમાં વધુ એકની ધરપકડ:આરોપી તબીબે મિત્રને વીડિયો આપી પૈસા પડાવવા પ્લાન ઘડ્યો'તો, બાદમાં ચાર શખ્સોએ 25 લાખની માંગણી કરી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment