Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે LSG vs DC:લખનઉએ 9 ઓવરમાં 4 વિકેટ ગુમાવી, એન્ગિડીએ પૂરનને બોલ્ડ કર્યો; પંત-માર્કરમ પણ આઉટ

    1 day ago

    IPLની પાંચમી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. લખનઉના એકાના સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ લીધી. DC તરફથી પથુમ નિસાંકા અને LSG તરફથી મુકુલ ચૌધરીએ IPL ડેબ્યૂ કર્યું છે. લખનઉ તરફથી અબ્દુલ સમદ અને મુકુલ ચૌધરી ક્રિઝ પર છે. કુલદીપ યાદવે મિચેલ માર્શને કેચ આઉટ કરાવી દીધો. લુંગી એન્ગિડીએ સ્લોઅર બોલ પર નિકોલસ પૂરનને બોલ્ડ કર્યો. થંગારસુ નટરાજને સાતમી ઓવરમાં આયુષ બદોનીને કોટ બિહાઈન્ડ કરાવ્યો. તે ખાતું પણ ખોલાવી શક્યો નહીં. કેપ્ટન અક્ષર પટેલે પાવરપ્લેની છેલ્લી ઓવરમાં એડન માર્કરમને બોલ્ડ કર્યો. LSGનો કેપ્ટન રિષભ પંત ઓપનિંગ કરવા ઉતર્યો હતો. પરંતુ ત્રીજી ઓવરમાં રન આઉટ થઈ ગયો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: દિગ્વેશ રાઠી, આવેશ ખાન, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, અક્ષત રઘુવંશી. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: આશુતોષ શર્મા, આકિબ નબી, સમીર રિઝવી, દુષ્મંથા ચમીરા, કરુણ નાયર.
    Click here to Read More
    Previous Article
    ट्रंप को छोड़ना पड़ेगा Iran-Israel-US War? Trump Big Announcement में क्या होने वाला है? | Social List
    Next Article
    વ્યાજખોરો જમીન પચાવી પાડવા માંગે છે, મરવા સિવાય છૂટકો નથી:રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની જનસંપર્ક સભામાં વ્યાજના ચક્રમાં ફસાયેલા 35 લોકોની રજૂઆત - રૂ.4 લાખના બદલામાં દોઢ કરોડની જમીન પચાવી પાડી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment