Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર વિવાદ મામલે જૈન સમાજની IGને રજૂઆત:જૂનાગઢમાં 23 એપ્રિલની રેલી પૂર્વે તીર્થંકરો પરની ટિપ્પણીથી આક્રોશ, સુરક્ષા વધારવા માગણી

    15 hours ago

    ​જૂનાગઢના ઐતિહાસિક અને પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી મહારેલી પૂર્વે જૂનાગઢનો જૈન સમાજ ભય અને ચિંતાના ઓથાર નીચે જીવી રહ્યો છે. આજે જૂનાગઢના વિવિધ જૈન સંઘોના પ્રતિનિધિઓએ રેન્જ આઈજી અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને મળીને એક ભાવુક આવેદનપત્ર પાઠવ્યું હતું. અહિંસક અને શાંતિપ્રિય લઘુમતી સમુદાયને જાણીજોઈને સોફ્ટ ટાર્ગેટનો આક્ષેપ આ આવેદનપત્રમાં જૈન સમાજે પોતાની સુરક્ષા અને ધાર્મિક લાગણી દુભાવા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. જૈન સમાજનું કહેવું છે કે અહિંસક અને શાંતિપ્રિય લઘુમતી સમુદાયને જાણીજોઈને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢના શ્રી મૂર્તિપૂજક જૈન સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ અને લોકાગચ્છ જૈન સંઘ સહિતના તમામ લોકોએ એકસૂરે વહીવટી તંત્રને જણાવ્યું છે કે આગામી 23 તારીખે યોજાનારી રેલીનું નેતૃત્વ કરનારા કેટલાક તત્વોનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. તેમની વાણી અને વર્તન સામાજિક સૌહાર્દ બગાડનારા છે. '23 એપ્રિલની રેલી અટકાવવામાં આવે' જૈન સમાજે પોતાની આત્મા કંપી ઉઠે તેવો ભય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આજે આ તત્વોને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેઓ અન્ય પવિત્ર ધર્મસ્થાનો પર પણ અનધિકૃત કબજો જમાવવાનો પ્રયાસ કરશે. આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે, 23 એપ્રિલની રેલી અટકાવવામાં આવે અને જૈન વસાહતો તથા મંદિરોની સુરક્ષા માટે પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવે. ​જૈન સમાજના પ્રતિનિધિઓએ આઈજી સાહેબને મળીને માગ કરી આ રજૂઆત બાદ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, આજે હું અને મારી સાથે મૂર્તિપૂજક સંઘના વીરેનભાઈ વસા, લોકાગચ્છ જૈન સંઘ અને દિગંબર સંઘના અટવાભાઈ સહિત સમગ્ર જૈન સમાજના પ્રતિનિધિઓ આઈજી સાહેબને મળવા આવ્યા હતાં. ‘સનાતન હિંદુ અને જૈનો વચ્ચે મતભેદો ઊભા કરવાનો પ્રયાસ’ હિતેશ સંઘવીએ રોષે ભરાઈને કહ્યું હતું કે, અત્યારે અમુક તત્વો શાંત પાણીમાં પથરા ફેંકીને જૂનાગઢ જ નહીં પણ સમગ્ર ભારતમાં હજારો વર્ષોથી સાથે રહેતા સનાતન હિંદુ અને જૈનો વચ્ચે મતભેદો ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો શાંતિથી જીવી રહ્યા છે ત્યાં અશાંતિ ફેલાવવાનું આ એક મોટું કાવતરું છે. ‘જૈન સમાજના બાળકો અને મોટેરાઓના હૃદયને ઠેસ પહોંચાડી’ ​હિતેશ સંઘવીએ ધર્મસ્થાનકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે, 23મી તારીખની રેલી દરમિયાન અમારા કોઈ ધર્મસ્થાનકો પર હુમલો ન થાય તેવી અમે ખાસ રજૂઆત કરી છે. લોકશાહીમાં સૌને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે તેમાં અમને વાંધો નથી પણ તે પ્રક્રિયા શાંતિપૂર્ણ હોવી જોઈએ. આ ઉપરાંત તેમણે જૈન તીર્થંકરો વિશે થતી અભદ્ર ટિપ્પણીઓ અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંઘવીએ જણાવ્યું હતું કે, સનાતન અને જૈન ધર્મ એક જ સિક્કાની બે બાજુ છે, પરંતુ જે લોકો રાજકારણમાં અત્યારે ઝીરો થઈ ગયા છે તેઓ હીરો બનવા માટે સંત તરીકેની ભાષા મર્યાદા ગુમાવી રહ્યા છે. તેઓ હરિગીરી મહારાજ ને હરિયો અને ગિરીશભાઈ જેવા ને ગીરીયો જેવા અપમાનજનક શબ્દો વાપરી રહ્યા છે અને જૈન તીર્થંકરો વિશે ખોટું બોલીને જૈન સમાજના બાળકો અને મોટેરાઓના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યા છે. ‘જૈન સમાજ નિર્ભય બનીને પૂજા-અર્ચના કરી શકશે’ ​અંતમાં હિતેશ સંઘવીએ ભગવાન મહાવીર સ્વામી, ઋષભદેવ અને નેમિનાથ પ્રભુના અહિંસાના માર્ગનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે અમારો સંદેશ હંમેશા જીવો અને જીવવા દો રહ્યો છે. અમે પોલીસ પ્રશાસનને માત્ર એટલી જ વિનંતી કરી છે કે બહારથી જે નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તેનાથી કોઈ અઘટિત ઘટના ન બને. પોલીસ વિભાગ દ્વારા અમને સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે, જૈન સમાજ નિર્ભય બનીને પૂજા-અર્ચના કરી શકશે અને સુરક્ષાની પૂરી વ્યવસ્થા કરવામાં આવશે. આમ, ગિરનારના મુદ્દે અત્યારે જૂનાગઢમાં ભારે તણાવભરી શાંતિ જોવા મળી રહી છે અને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનની HPCL રિફાઇનરીમાં આગ બાદ મોદીનો કાર્યક્રમ મોકૂફ:કાલે આ રિફાઈનરીનું ઉદ્દઘાટન થવાનું હતું, કર્મચારીઓને બહાર કઢાયા
    Next Article
    રાજકોટનાં બસપોર્ટ પાસે ગંદા પાણી:ઉભરાતી ગટરોની ગંભીર સમસ્યાને લઈને મુસાફરો અને રાહદારીઓ પરેશાન, મુસાફર હિતરક્ષક સમિતિની ત્વરિત પગલાં લેવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment