Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનાં બસપોર્ટ પાસે ગંદા પાણી:ઉભરાતી ગટરોની ગંભીર સમસ્યાને લઈને મુસાફરો અને રાહદારીઓ પરેશાન, મુસાફર હિતરક્ષક સમિતિની ત્વરિત પગલાં લેવા માગ

    12 hours ago

    રાજકોટના વોર્ડ નં. 7માં આવેલા ઢેબર રોડ પરના અત્યાધુનિક એસ.ટી. બસપોર્ટમાં છેલ્લા 8 દિવસથી મુસાફરો અને સ્થાનિક વેપારીઓ નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના જણાવ્યા અનુસાર, બસપોર્ટના કનક રોડ પરના ગેટ પાસે ત્રીજા માળની પાઈપોમાંથી ગંદા પાણીના ધોધ વહી રહ્યા છે, જે સીધા રાહદારીઓ અને મુસાફરો પર પડે છે. આ ઉપરાંત, ભૂતખાના ચોકથી ફાયર બ્રિગેડ સુધીના મુખ્ય માર્ગો પર ગટરો ઉભરાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરીની નજીક જ ગંદા પાણીની રેલમછેલ અને અસહ્ય દુર્ગંધને કારણે વેપારીઓનું દુકાને બેસવું પણ મુશ્કેલ બન્યું છે. આ ગંભીર સમસ્યા અંગે મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્ર સિંહ ઝાલાએ સ્થળ મુલાકાત લીધી હતી. સમિતિ દ્વારા સીટી ઇજનેર રાવલ અને ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશભાઈ સોલંકી સમક્ષ પુરાવા સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા જવાબદારો સામે કડક દંડનીય કાર્યવાહી કરવા અને ગટર લાઈનોની તાત્કાલિક સફાઈ કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વેકેશન અને લગ્નગાળાને લઈ રાજકોટ એસટી ડિવિઝન 50 એક્સ્ટ્રા બસો દોડાવશે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉનાળુ વેકેશન અને લગ્નગાળામાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા રાજ્યવ્યાપી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી 1 મે થી 31 મે દરમિયાન 50 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજી જેવા ધાર્મિક તથા પ્રવાસન સ્થળો માટે વધુ ટ્રીપોનું સંચાલન કરાશે. રાજકોટ ડિવિઝન દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને ભુજ જેવા રૂટો પર આ વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો મુસાફરોનો પ્રવાહ વધશે તો એસટી વિભાગ દ્વારા વધુ ટ્રીપો દોડાવવાની પણ તૈયારી રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, એસટી નિગમ દ્વારા આ વર્ષે વેકેશન દરમિયાન વિવિધ રૂટો પર અંદાજે 1000 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. વર્ષ 2025 ના ઉનાળુ વેકેશનમાં નિગમે 27650 ટ્રીપો દ્વારા 12 લાખથી વધુ મુસાફરોને સેવા આપી હતી. તેના આધારે વર્ષ 2026 ના આ વેકેશન ગાળામાં માત્ર મુખ્ય ધાર્મિક સ્થળો માટે જ અંદાજે 10000 થી વધુ ટ્રીપોનું સંચાલન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા સંચાલનથી મુસાફરોને હાલાકી ભોગવવી ન પડે અને સરળતાથી પરિવહન સેવા મળી રહે તેવો હેતુ છે. રાજકોટ મનપામાં સફાઈ કામદારોના પગારમાં કૌભાંડનો આક્ષેપ, કમિશનરને આવેદન રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સફાઈ કામદારોના પગાર અને અન્ય સુવિધાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે કામદાર યુનિયન દ્વારા મ્યુ. કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. યુનિયનનો આક્ષેપ છે કે અધિકારીઓ, એસ.આઈ., એસ.એસ.આઈ. અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કામદારોને પગાર સ્લીપ આપવામાં આવતી નથી અને નિયમ મુજબ 10મી તારીખ સુધીમાં પગાર પણ ચૂકવવામાં આવતો નથી. આ ઉપરાંત, PF અને ESICના નાણાંમાં પારદર્શકતાનો અભાવ હોવાનું જણાવી જી.ડી. અજમેરા એજન્સી દ્વારા કરોડો રૂ.નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સણસણતો આક્ષેપ કરાયો છે. આવેદનમાં વધુમાં જણાવાયું છે કે 136 કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામામાં પણ ગેરરીતિ થઈ છે. ગંભીર બીમારી ન હોવા છતાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને રાજીનામા મંજૂર કરાવાયા છે, જ્યારે જરૂરિયાતમંદ કામદારો રહી ગયા છે. યુનિયને ડમી કામદારોનું દૂષણ બંધ કરવા, લઘુતમ વેતન સુનિશ્ચિત કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી છે. આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કામદારોના બેંક ખાતામાં મળવાપાત્ર રકમ જમા કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર વિવાદ મામલે જૈન સમાજની IGને રજૂઆત:જૂનાગઢમાં 23 એપ્રિલની રેલી પૂર્વે તીર્થંકરો પરની ટિપ્પણીથી આક્રોશ, સુરક્ષા વધારવા માગણી
    Next Article
    BJP Campaign Song Goes Viral | આવશે તો ભાજપ કેમ્પેઇન દ્વારા ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment