Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરણેતર મેળામાં IG નિર્લિપ્ત રાયે સુરક્ષા વ્યવસ્થા તપાસી:12 DySP, 33 PI, 100 PSI સહિત 2500થી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે

    7 hours ago

    રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે થાનગઢ તાલુકાના તરણેતર ખાતે યોજાનારા વિશ્વ પ્રસિદ્ધ લોકમેળાની મુલાકાત લીધી હતી. તેમણે મેળામાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ મેળામાં 12 DySP, 33 PI, 100 PSI સહિત 2500થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. IG રાયે આ બંદોબસ્તની વિગતવાર તપાસ કરી હતી. તરણેતરનો આ ભાતીગળ લોકમેળો આગામી 14 થી 17 સપ્ટેમ્બર સુધી યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં યોજાતો આ મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભાદરવા સુદ ત્રીજ થી છઠના દિવસોમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે આ મેળો ભરાય છે. તે ધાર્મિક આસ્થાની સાથે સૌરાષ્ટ્રની લોકકલા, સંગીત, નૃત્ય અને ગ્રામ્ય જીવનનું સુંદર ચિત્ર રજૂ કરે છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે પણ તેને રાજ્યના મહત્વના મેળામાં સ્થાન આપ્યું છે. IG નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા SP પ્રેમસુખ ડેલુએ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન અને પૂજા કરી હતી. તેમણે મેળામાં આવતા લોકોની સુરક્ષા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    'તારીખ પર તારીખ નથી જોઈતી, રવિવારની રજા-8 કલાકની શિફ્ટ જોઈએ':સુરતમાં શ્રમિકોએ કલેક્ટર કચેરીને બાનમા લીધી, 'પોલીસે ફોટો પાડીને ધમકી આપી'; DCP નકુમની હાથમાં દંડો લઈને ચેતવણી
    Next Article
    સુરતમાં 30 વર્ષીય પરિણીતાને પતિએ 'કપલ સ્વેપીંગ' માટે દબાણ કર્યું:વિરોધ કર્યો તો માર માર્યો, યુવતીએ દેરાણીને વાત કરી તો કહ્યું- 'આધુનિક સમયમાં આવી પાર્ટી કોમન'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment