Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તારીખ પર તારીખ નથી જોઈતી, રવિવારની રજા-8 કલાકની શિફ્ટ જોઈએ':સુરતમાં શ્રમિકોએ કલેક્ટર કચેરીને બાનમા લીધી, 'પોલીસે ફોટો પાડીને ધમકી આપી'; DCP નકુમની હાથમાં દંડો લઈને ચેતવણી

    8 hours ago

    સુરતમાં શ્રમિકોએ આજે (12 સપ્ટેમ્બર) કલેક્ટર કચેરીને ઘેરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. 'તારીખ પર તારીખ નથી જોઈતી, રવિવારની રજા, 8 કલાકની શિફ્ટ અને પૂરો પગાર જોઈએ' આ માંગણીઓ સાથે તંત્ર સામે મોરચો માંડ્યો છે. આ પ્રદર્શન દરમિયાન એક શ્રમિકે આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ફોટા પાડીને ધમકી આપી હતી, જેના પગલે સ્થિતિ તંગ બની હતી. DCP નકુમે હાથમાં દંડો લઈને ચેતવણી આપી હતી કે, જો અમારું ના માન્યા તો ઘર્ષણ થશે, FIR દાખલ કરીશું. ત્યારબાદ શ્રમિક આગેવાને અને અધિકારીઓના સમજાવાથી શ્રમિકો પરત જતા રહ્યા હતા. 3 તસવીરમાં શ્રમિકોનો હલ્લાબોલ દોઢ મહિનાથી 10 લાખથી વધુ શ્રમિકોની માગણી સુરતમાં આવેલી વિવિધ GIDCમાં એમ્બ્રોઈડરી કારખાનાઓમાં કામ કરતા 10 લાખથી વધુ શ્રમિકો છેલ્લા કેટલાક સમયથી અઠવાડિયામાં એક દિવસની રજા અને તેના પૂરા વેતનની માગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. ગત 16 ઓગસ્ટે અમરોલીના વેદાંતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી શરૂ થયેલો આ વિરોધ ધીમે ધીમે અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ, સચિન જીઆઈડીસી તેમજ પીપોદરા અને કડોદરા સુધી ફેલાઈ ગયો હતો, જ્યાં શ્રમિકોએ કામકાજ સંપૂર્ણપણે બંધ કરાવીને ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા. આ પરિસ્થિતિને કારણે અનેક સ્થળોએ તંગદિલી સર્જાતા પોલીસને બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો, જેના પગલે સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે અને ખાસ કરીને રવિવારના રજાના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત દોઢ મહિનાથી તૈનાત રહેવું પડી રહ્યું છે. આ મામલે શ્રમિક યુનિયનના અગ્રણીઓએ અગાઉ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આજે શનિવારે(12 સપ્ટેમ્બર) મોટી સંખ્યામાં શ્રમિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં બીજો શનિવાર હોવાના કારણે મુલાકાત ન થતાં હવે તેઓ સોમવારે ફરીથી રજૂઆત કરશે. આ ગતિરોધને ઉકેલવા માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારીઓ તેમજ જિલ્લા લેબર અધિકારી સાથે સતત બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો છે, જેથી માલિકો અને શ્રમિકો વચ્ચેના સંઘર્ષને ટાળીને વેતન કાપ્યા વગર સાપ્તાહિક રજાનો કોઈ સ્વીકાર્ય ઉકેલ લાવી શકાય. 'અમને રવિવારની રજા અને પૂરો પગાર મળવો જોઈએ' અરવિંદ રાજ વિશ્વકર્માએ કહ્યું કે, અમારી એક જ માગ છે કે દર રવિવારે રજા મળવી જોઈએ. અમે પણ માણસ છીએ અને રોજના 12-12 કલાક કામ કરીએ છીએ. તેથી રવિવારની રજા મળવી જોઈએ અને પૂરો પગાર પણ મળવો જોઈએ. હાલમાં ખાવા-પીવાનો કે રસોઈ બનાવવાનો પણ સમય નથી મળતો અને ઊંઘ પણ પૂરી થતી નથી. પ્રશાસન તરફથી માત્ર તારીખ પર તારીખ જ મળી રહી છે, જેવી રીતે સની દેઓલનો ડાયલોગ છે, બીજું કશું જ થઈ રહ્યું નથી. અમને તારીખ પર તારીખ નથી જોઈતી, માત્ર રવિવારની રજા અને 8 કલાકની શિફ્ટ જોઈએ છે. 'તારીખ પર તારીખ નથી જોઈતી, માત્ર રવિવારની રજા જોઈએ' વધુમાં વિશ્વકર્માએ કહ્યું કે, છેલ્લા એક મહિનાથી આવું જ ચાલી રહ્યું છે અને કોઈ વાત સાંભળતું નથી, સામાન્ય જનતાની કોઈને પડી નથી. જો આ માગણી સંતોષવામાં નહીં આવે, તો અમે આગળ વધીને રસ્તા રોકીને ચક્કાજામ કરશું અને જે કંઈ પણ કરવું પડશે તે તમામ આંદોલનો કરીશું. 30 તારીખ સુધી માંગણીઓ નહીં સંતોષાય તો ભૂખ હડતાલની ચીમકી અગાઉ આપવામાં આવેલી આવેદનપત્રની મુદત પૂરી થવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કે પ્રત્યુત્તર ન મળતા શ્રમિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે મજદૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ કહ્યું હતું કે, જો આગામી 30 તારીખ સુધી અમારી માગણીઓ અને ન્યાયી હકોનું નિરાકરણ નહીં લાવવામાં આવે, તો અમે અમારા વૈધાનિક અધિકારોનો ઉપયોગ કરીને ભૂખ હડતાલ અને ધરણા પર બેસવાની ફરજ પડીશું. સરકારી કાયદાઓનો અમલ સંબંધિત વિભાગો દ્વારા કરાવવામાં આવે અને કામદારોને ન્યાય મળે તે માટે યુનિયન ઉગ્ર આંદોલન કરશે. પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    ‘Facts vs fiction’: The Hindu’s full-page ad for rape convict Gurmeet Ram Rahim
    Next Article
    તરણેતર મેળામાં IG નિર્લિપ્ત રાયે સુરક્ષા વ્યવસ્થા તપાસી:12 DySP, 33 PI, 100 PSI સહિત 2500થી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment